Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
રાજકારણ

સુરતમાં ફાયર સેફટી મુદ્દે સિવિલ હોસ્પિટલની ત્રણ બિલ્ડીંગને નોટિસ ફટકારવામાં આવી

સુરતમાં ફાયર સેફટી મુદ્દે સિવિલ હોસ્પિટલની ત્રણ બિલ્ડીંગને નોટિસ ફટકારવામાં આવી

ફાયર સેફટીના ઉભાવે કોરોના કાળના દરમિયાન અનેક હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી હતી. તેના કારણે અનેક લોકોના જીવ પણ ગયા હતા. આ કારણોસર રાજ્યમાં ફાયર સેફટીને લઈને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

Advertisement

સુરતમાં ફાયર સેફટી મુદ્દે સિવિલ હોસ્પિટલની ત્રણ બિલ્ડીંગને નોટિસ ફટકારવામાં આવી છે.નવી સિવિલ હોસ્પિટલ તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. જૂની બિલ્ડીંગ, કિડની બિલ્ડીંગ અને કોવિડ હોસ્પિટલ બિલ્ડીંગને નોટિસ ફટકારી છે.

સુરતમાં ICU માં આગ અવરોધક પડદા, બેડશીટ, સિલિંગ યોગ્ય ન હોવાથી નોટિસ ફટકારી છે. રોજના બે હજારથી વધુ દર્દીઓ અહીં સારવાર માટે આવે છે. દર્દીઓની સુરક્ષાને ધ્યાને લઇ સુરત ફાયર વિભાગ દ્વારા પગલા
ભરવામાં આવ્યા છે.

Advertisement

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોનાના કાળ દરમિયાન અનેક આગની ઘટનાઓ સામે આવી છે. જેમાં સૌથી મોટું કારણ ફાયર સેફટી હતી. કેમકે મોટી હોસ્પિટલ હોય કે શાળા, અનેક સ્થળો પર ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો છે. જેના કારણે અનેક લોકોના જીવ પણ ગયા છે. જેના કારણે હાલના સમયમાં ફાયર સેફટીને લઈને સરકાર દ્વારા સખ્ત વલણ અપનાવવામાં આવ્યું છે.

Advertisement

संबंधित पोस्ट

ભારત માટે આવનારા 6-12 મહિના અત્યંત મહત્વપૂર્ણ, યોગ્ય પગલાં ન લેવાયા તો મુશ્કેલીઓનો કરવો પડશે સામનો

shantishramteam

નડિયાદમાં યોજાનારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમમાં 400 એસ.ટી બસોની ફાળવણી કરાઈ   કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે આવતીકાલે રાજ્યના 25 જિલ્લામાં નવ નિર્મિત આવાસોનું લોકાર્પણ કરાશે

Shanti Shram

ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનારી ગુજરાતની છ મહિલા ખેલાડીઓ માટે રાજ્ય સરકારે જાહેર કરી10 લાખની સહાય

shantishramteam

ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શ્રીમતી ર્ડા. નીમાબેન આચાર્ય મગરવાડા ખાતે માણિભદ્રવીરના દર્શનાર્થે પધાર્યા

Shanti Shram

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અમદાવાદ અને મહેસાણામાં કરશે તિરંગા યાત્રા

Shanti Shram

યશવંત સિંહા : NDA સરકારમાં મંત્રીથી વિપક્ષના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર સુધી

Shanti Shram