Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
રમતો

PV Sindhu, Singapore Open 2022: પીવી સિંધુની સિંગાપોર ઓપનમાં ધમાલ, ચીનની ખેલાડીને હરાવીને જીત્યું ટાઇટલ

PV Sindhu, Singapore Open 2022: સિંગાપોર ઓપન 2022માં ભારતની બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ ટાઈટલ જીતી લીધું છે.  બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુએ ફાઇનલમાં ચીનની વાંગ જી યીને 21-9, 11-21, 21-15થી હરાવી હતી.

અગાઉ, વિશ્વની નંબર-7 બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ સેમિફાઇનલમાં જાપાનની બિનક્રમાંકિત સાઇના કાવાકામીને સીધી ગેમમાં હરાવી હતી. સિંધુએ 21-15, 21-7ના અંતરથી સેમિફાઇનલ જીતી લીધી હતી.

Advertisement

સિંધુ અને વાંગ વચ્ચે રોમાંચક મેચ

સિંધુ માટે વિશ્વમાં નંબર 11 ક્રમાંકિત વાંગ જી યીને હરાવવી સરળ નહોતી. ત્રણ ગેમ સુધી ચાલેલી મેચમાં સિંધુએ જીત સાથે શરૂઆત કરી હતી. તેણે પ્રથમ ગેમમાં ચીનના ખેલાડી વાંગને 21-9થી હરાવી હતી. ત્યારબાદ વાંગે પુનરાગમન કર્યું અને બીજી ગેમ 21-11થી જીતીને મેચ બરાબરી કરી લીધી.

Advertisement

સ્વિસ ઓપન પછી બીજી ટુર્નામેન્ટ જીતી

અહીંથી ત્રીજી ગેમ શરૂ થઈ જે ઘણી રોમાંચક રહી. શરૂઆતના 8-10 પોઈન્ટ સુધી બંને ખેલાડીઓ વચ્ચે બરાબરીનો જંગ રહ્યો હતો. પરંતુ પીવી સિંધુએ ધીમે-ધીમે મેચમાં પકડ જમાવી લીધી અને ત્રીજી ગેમ 21-15ના માર્જિનથી જીતીને ટાઈટલ જીતી લીધું.

Advertisement

પીવી સિંધુ સતત શાનદાર ફોર્મમાં જોવા મળી રહી છે. તેણે આ વર્ષે માર્ચમાં યોજાયેલી સ્વિસ ઓપન બાદ પ્રથમ વખત કોઈ ટુર્નામેન્ટની ફાઇનલમાં જગ્યા બનાવી છે. સિંધુએ સ્વિસ ટાઈટલ પર કબજો કર્યો હતો. તેણે સ્વિસ ઓપન સુપર 300 બેડમિન્ટન ટૂર્નામેન્ટની ફાઇનલમાં થાઇલેન્ડની બુસાનન ઓંગબામરુંગફાનને 21-16, 21-8થી હરાવી હતી. હવે તેણે સિંગાપોર ઓપન પણ જીતી લીધી છે.

બે વખતની ઓલમ્પિક મેડલિસ્ટ અને વિશ્વ રેન્કિંગમાં સાતમાં નંબરની ખેલાડી પીવી સિંધુ લગભગ બે મહિના પછી પહેલી વખત ફાઇનલમાં પંહોચી હતી. અને જીતી પણ હતી.   એમને થાઈલેન્ડ ઓપનમાં સેમિફાઇનલ સુધી પંહોચીને હારનો સામનો કરવો પડ્યો હતો. હાલના ટુર્નામેંટમાં સિંધુ એકલી ભારતીય ખેલાડી બચી છે. જે ફાઇનલ્સમાં પંહોચી હતી.

Advertisement
Advertisement

संबंधित पोस्ट

આઇપીએલ પહેલા જ અહીં ફાટી નિકળ્યો કોરોના,8 લોકો પોઝીટીવ

Denish Chavda

दांत हो रहे हैं खराब तो अब आपको घर बैठे डॉक्टर्स बताएंगे उपचार, बस करना होगा यह काम

Admin

जब पहली बार किसी गेंदबाज ने पूरी टीम को किया ढेर, 64 साल के बाद भी है विश्व रिकॉर्ड

Admin

શ્રીલંકાએ T20 સીરિઝ 2-1થી જીતી લીધી

shantishramteam

ICC Women’s Ranking: વન-ડે રેન્કિંગમાં ભારતીય મહિલા ક્રિકેટ કેપ્ટન હરમનપ્રીતે લગાવી છલાંગ

Shanti Shram

બનાસ ક્રિકેટ ટુર્નામેન્ટ અંતર્ગત વાવ-કાંકરેજી સમાજ વચ્ચે મેચ

Shanti Shram