Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
જીવનશૈલી

ઓગસ્ટની રજાઓમાં ફરવા માટે બેસ્ટ છે આ પ્લેસ, ખર્ચો થશે સાવ ઓછો

ચંડીગઢ ભારતનું એક મસ્ત શહેર છે. પંજાબ અને હરિયાણાની રાજધાની છે. ચંડીગઢમાં સુંદર ગાર્ડન, લેક અને ત્યાંની હરિયાળુ વાતાવરણ ટુરિસ્ટ્સના દિલ જીતી લે છે. અહિંયા ટુરિસ્ટની ભીડ જોવા મળે છે. આમ, જો તમે આ દિવસોમાં ચંડીગઢ જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો ત્યાંની આસપાસની આ જગ્યાઓ ફરવા માટે સૌથી બેસ્ટ છે. તમે એક વાર આ જગ્યાએ ફરવા જશો તો કુદરતના સાનિધ્યમાં ખોવાઇ જશો.

મોરની હિલ્સ

Advertisement

મોરની હિલ્સ હરિયાણાની પાસે આવેલું એક મસ્ત હિલ સ્ટેશન છે. આ હિલ સ્ટેશન ચંડીગઢથી માત્ર એક કલાકના અંતરે આવેલું છે. તમે આ જગ્યામાં જતાની સાથે જ ખુશ થઇ જશો અને તમને બીજીવાર ફરી જવાની ઇચ્છા થશે. આ જગ્યા પર તમને હરિયાળી, લેક અને ખૂબસુરત ચીડના ઝાડ માટે જાણીતું છે. ચંડીગઢની આસપાસ તમે પહાડો ફિલ કરવા ઇચ્છો છો તો આ જગ્યા તમારા માટે એકદમ બેસ્ટ છે.

પરવાણુ

Advertisement

આ જગ્યામાં પહોંચીને તમે હિમાલયની ખૂબસુરતીને મન ભરીને નિહાળી શકો છો. આ જગ્યા ચંડીગઢ બહુ દૂર નથી. તમે અહિં વિકેન્ડમાં ફરવાનો પ્લાન બનાવી શકો છો. આ જગ્યાએ તમને હરિયાળી વાતાવરણ જોવા મળશે. જો તમે અહિંયા ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો સનસેટ જરૂર નિહાળજો. અહિંયા સનસેટ જોવો એક લાહ્વો છે. અહિંયા અનેક ટુરિસ્ટ મન ભરીને એન્જોય કરે છે. અહિંયા તમે કેબલ રાઇડ્સની સાથે-સાથે લોકલ ફુડને પણ એન્જોય કરી શકો છો.

નાલાગઢ

Advertisement

નાલાગઢ હિમાચલ પ્રદેશના એન્ટ્રી ગેટ તરીકે જાણીતું છે. આ જગ્યા હરિયાળી અને શાંતિ માટે બહુ ફેમસ છે. અહિંયા પહોંચીને તમે શિવાલિક હિલ્સ જોવાની મજા લઇ શકો છો. જો તમે અહિંયા ફરવા જવાનો પ્લાન કરો છો તો નાલાગઢ ફોર્ટ પણ ફરી લો. અહિંયા જતાની સાથે જ તમે અનેક વસ્તુઓને એન્જોય કરી શકો છો. જો તમારી પાસે 3 થી 4 દિવસની રજાઓ છે તો તમે અહિં ફરવાનો પ્લાન કરી શકો છો. ચંડીગઢની આસપાસની આ જગ્યાઓ ફરવા માટે સૌથી બેસ્ટ છે. આ જગ્યા એવી છે જ્યાં તમે ઓછા ખર્ચામાં ફરીને દરેક વસ્તુઓનું આનંદ લઇ શકો છો.

Advertisement

संबंधित पोस्ट

શ્રી કાંકરેજી દશા શ્રીમાળી બેતાલીસી જૈન સમાજ દ્વારા સાંકળી આયંબિલ

Shanti Shram

ભીલડીયાજી મહાતીર્થ મધ્યે ભક્તામર મહાપૂજન યોજાયું

Shanti Shram

Coronavirus positive cases in India rise to 84, confirms Health Ministry

Admin

શ્રી દેવચંદ નગર જૈન સંઘ મલાડ ઇસ્ટ મધ્યે લબ્ધિનિધાન ગુરુ ગૌતમસ્વામી નું સામૂહિક મહાપૂજન યોજાયું

Shanti Shram

Say No to Exam Fear, PM Modi’s Mantra for #ExamWarriors is Here India

Shanti Shram

कोविड मरीजों के इलाज में इस्तेमाल होने वाली दवा को इस कंपनी ने कर दी सस्ती

Admin