Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
રમતો

બેડમિન્ટન સ્ટાર ખેલાડી પીવી સિંધુની કમાલ, સિંગાપુર ઓપનની ફાઇનલમાં પહોચી

સિંગાપુર ઓપનમાં ભારતની બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ ધમાલ મચાવી દીધી છે. બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુએ ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે, તેને સેમિ ફાઇનલામં જાપાનની સાઇના કાવાકામીને સીધા સેટમાં હરાવી હતી.

મહત્વપૂર્ણ છે કે ફાઇનલ માટે પીવી સિંધુ અને સાઇના કાવાકામી વચ્ચે સેમિ ફાઇનલ રમાઇ હતી જે સિંધુએ 21-15, 21-7ના અંતરથી આસાનીથી જીતી લીધી હતી. જાપાની સ્ટાર કાવાકામી એક વખત ફરી સિંધુ પર ભારે પડતી જોવા મળી નહતી. ઓહોરી અથવા વાંગ સામે ફાઇનલ મુકાબલો રમાઇ શકે.

Advertisement

સિંધુ માટે ક્વાર્ટર ફાઇનલ મુકાબલો મુશ્કેલ હતો

ખિતાબી મુકાબલામાં પીવી સિંધુની સીધી ટક્કર જાપાનની આયા ઓહોરી અથવા ચીનની જી યી વાંગ સામે થશે. જાપાનની આયા ઓહોરીએ ક્વાર્ટર ફાઇનલમાં ભારતીય સ્ટાર સાઇના નહેવાલને હરાવી હતી. સાઇના નહેવાલને જાપાનની આયા ઓહોરીએ 21-13, 15-21, 22-20થી હરાવી હતી. ઓહોરીને ખિતાબી મુકાબલામાં સિંધુ સામે ટકરાવવામાટે હવે જી યી વાંગને હરાવવી પડશે.

Advertisement

પીવી સિંધુએ ચીનની હાન યૂઇને એક કલાક કરતા વધુ ચાલેલા મુકાબલામાં હરાવીને સિંગાપુર ઓપન સુપર 500 ટૂર્નામેન્ટની સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. વિશ્વની સાતમા નંબરની ખેલાડીએ એક ગેમ ગુમાવ્યા બાદ 17-21, 21-11, 21-19થી જીત મેળવી હતી. સિંધુ માટે જેટલુ મુશ્કેલ ક્વાર્ટર ફાઇનલ મુકાબલો રહ્યો હતો, એટલી જ આસાન સેમિ ફાઇનલ રહી હતી, તેને માત્ર 30 મિનિટમાં કાવાકામીને હરાવી હતી.

સ્વિસ ઓપન બાદ કોઇ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોચી

Advertisement

પીવી સિંધુ સતત શાનદાર ફોર્મમાં જોવા મળી રહી છે, તેને આ વર્ષે માર્ચમાં રમાયેલી સ્વિસ ખિતાબ પર કબજો જમાવ્યો હતો, તેને સ્વિસ ઓપન સુપર 300 બેડમિન્ટન ટૂર્નામેન્ટની ફાઇનલમાં થાઇલેન્ડની બુસાનન ઓંગબામરૂંગફાનને 21-16, 21-8થી હરાવ્યુ હતુ. પીવી સિંધૂનો જાપાની ખેલાડી વિરૂદ્ધ મેચ પહેલા જીતનો રેકોર્ડ 2-0 હતો અને બન્ને વચ્ચે અંતિમ મુકાબલો 2018 ચાઇના ઓપનમાં રમાયો હતો.

Advertisement

संबंधित पोस्ट

Mass graves dug in Iran for coronavirus victims visible from space: Report

Admin

IPL 2020: પાવર પ્લેમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો મુંબઈ ઈન્ડિયન્સનો આ ખેલાડી

Shanti Shram

સૌરવ ગાંગુલીના ભાઈ સ્નેહશિષ ગાંગુલીની તબિયત બગડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

shantishramteam

IPL 2021 ટૂર્નામેન્ટની બાકી રહેલી 31 મેચ UAE માં આયોજીત કરાશે

shantishramteam

દિલ્હી ની સુકાન હવે નવો કેપ્ટન સંભાળશે…

shantishramteam

Tokyo Olympics : હોકીમાં ભારતે સ્પેનને 3-0 થી હરાવ્યું

shantishramteam