Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
રમતો

T20 વર્લ્ડકપ માટે તમામ 16 ટીમના નામ થયા ફાઇનલ, ઝિમ્બાબ્વે-નેધરલેન્ડે ક્વોલિફાઇ કર્યુ

ટી-20 વર્લ્ડકપ 2022માં ભાગ લેનારી તમામ ટીમનો નિર્ણય થઇ ગયો છે. ઓસ્ટ્રેલિયાની ધરતી પર રમાનાર આ ટૂર્નામેન્ટ માટે 14 ટીમોએ પહેલા જ પોતાનું સ્થાન બનાવી લીધુ હતુ. હવે નેધરલેન્ડ અને ઝિમ્બાબ્વેએ પણ ક્વોલિફાયર ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોચીને ટી-20 વર્લ્ડકપ 2022માં પોતાની જગ્યા પાક્કી કરી લીધી છે.

અમેરિકા-પાપુઆ ન્યૂ ગિનીની આશા તૂટી

Advertisement

ઝિમ્બાબ્વેમાં રમાઇ રહેલી આ ક્વોલિફાયર ટૂર્નામેન્ટની પ્રથમ સેમિ ફાઇનલમાં ઝિમ્બાબ્વેએ પાપુઆ ન્યૂ ગિનીને 27 રને હરાવ્યુ હતુ. પ્રથમ બેટિંગ કરતા ઝિમ્બાબ્વેએ 20 ઓવરમાં 5 વિકેટે 199 રન બનાવ્યા હતા. જવાબમાં પાપુઆ ન્યૂ ગિનીની ટીમ 8 વિકેટે 172 રન જ બનાવી શકી હતી.

બીજી સેમિ ફાઇનલમાં નેધરલેન્ડે સંયુક્ત રાજ્ય અમેરિકા (USA)ને સાત વિકેટે હરાવ્યુ હતુ. પ્રથમ બેટિંગ કરતા અમેરિકાની ટીમ 138 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. જવાબમાં નેધરલેન્ડે એક ઓવર બાકી રહેતા પડકારને મેળવી લીધો હતો.

Advertisement

ટી-20 વર્લ્ડકપની તમામ 16 ટીમ

સુપર-12- ઓસ્ટ્રેલિયા, ભારત, ઇંગ્લેન્ડ, પાકિસ્તાન, સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડ
રાઉન્ડ-1– વેસ્ટ ઇન્ડીઝ, શ્રીલંકા, સ્કોટલેન્ડ, નામીબિયા, આયરલેન્ડ, સંયુક્ત અરબ અમીરાત, ઝિમ્બાબ્વે, નેધરલેન્ડ

Advertisement

16 ઓક્ટોબરથી શરૂ થઇ રહી છે ટૂર્નામેન્ટ

ટી-20 વર્લ્ડકપ 2022માં સુપર-12 સ્ટેજમાં પ્રથમ રાઉન્ડમાં-1ના મુકાબલા રમાશે. રાઉન્ડ-1માં કુલ આઠ ટીમ ભાગ લઇ રહી છે. આ આઠ ટીમને બે ગ્રુપમાં વહેચવામાં આવશે. બન્ને ગ્રુપમાંથી ટોપ-2 ટીમ સુપર-12 સ્ટેજ માટે ક્વોલિફાય કરશે. ટી-20 વર્લ્ડકપ 2022નું આયોજન 16 ઓક્ટોબરથી 13 નવેમ્બર સુધી કરાશે. ભારત પોતાની પ્રથમ મેચ 23 ઓક્ટોબરે પાકિસ્તાન વિરૂદ્ધ રમશે.

Advertisement

ઝિમ્બાબ્વે-નેધરલેન્ડે લીગ સ્ટેજમાં કર્યુ ટોપ

લીગ સ્ટેજમાં ઝિમ્બાબ્વેની ટીમે પોતાના ત્રણેય મુકાબલા જીતતા ગ્રુપ-એમાં પ્રથમ સ્થાન મેળવ્યુ હતુ. ઝિમ્બાબ્વેએ અમેરિકાને 46 રન, સિંગાપુરને 111 અને જર્સીને 23 રને હરાવ્યુ હતુ. બીજી તરફ અમેરિકાની ટીમ બે જીત સાથે બીજા નંબર-2 પર રહીને સેમિ ફાઇનલમાં પહોચી હતી.

Advertisement

બીજી તરફ ગ્રુપ-બીમાં નેધરલેન્ડ ત્રણેય મુકાબલા જીતીને સેમિ ફાઇનલમાં પહોચી હતી. નેધરલેન્ડે પાપુઆ ન્યૂ ગિનીને 52 રન, હોન્ગકોન્ગને 7 વિકેટ અને યુગાન્ડાને 97 રને હરાવ્યુ હતુ. સારી રન રેટને કારણે પાપુઆ ન્યૂ ગિનીએ પણ આ ગ્રુપની સેમિ ફાઇનલ માટે ક્વોલિફાય કર્યુ હતુ.

Advertisement

संबंधित पोस्ट

ક્રિકેટ / કોને મળશે IPL મીડિયા રાઇટ્સ, ક્યારે થશે પરિણામની જાહેરાત, જાણો સમગ્ર ડિટેલ્સ

Shanti Shram

બ્રાઝિલે કોપા અમેરિકાના ક્વાર્ટર ફાઈનલમાં 2 જી હાફ રેડ કાર્ડ હોવા છતાં ચિલીને પરાજિત કરી હતી.

shantishramteam

આ ભારતીય મહિલા ક્રિકેટરે ICC મહિલા વનડે રેન્કિંગમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું

Denish Chavda

SL Vs AUS: જયસૂર્યાએ ડેબ્યૂ ટેસ્ટમાં ઝડપી છ વિકેટ, સ્ટીવ સ્મિથ 150 રન પૂરા કરી શક્યો નહી

Shanti Shram

મહેન્દ્ર સિંહ ધોનીના ટ્વીટર પર થી હટાવાઈ બ્લૂ ટિક, જાણો ક્યા કારણે ?

shantishramteam

કોપા અમેરિકા 2021 ફાઈનલ: આર્જેન્ટિનાના રેકોર્ડ-ઇક્વલિંગ ટાઇટલથી વિન

shantishramteam