Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
રાજકારણ

ઉતરાખંડના રાજયપાલ મેજર જનરલ ગુરમિતસિંઘે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી

ઉતરાખંડના માનનીય રાજયપાલ મેજર જનરલ (સેવાનિવૃત) ગુરમિતસિંઘે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને સરદાર સાહેબની પ્રતિમાને પાદપૂજા કરીને ભાવાંજલી આપતા મુલાકાત પોથીમાં તેમણે નોંધ્યું કે, સરદાર વલ્લભભાઇ પટેલ માટે પ્રત્યેક ભારતીયોને ગૌરવ અને આદર છે, જેઓએ આપણા સૌને એક કર્યા,એકતા જગાડીને એકતા આપી અને સમગ્ર દેશને એકતાંતણે બાંધ્યો.

ગુરમિતસિંઘે વધુમાં જણાવ્યુ હતુ કે, સરદાર સાહેબે રાષ્ટ્ર પર પ્રથમ ધ્યાન કેન્દ્રિત કરી, ‘સ્વતંત્રતા’ માટે સંપૂર્ણ સમર્પણ સાથે બલિદાન આપવાનું લોખંડી મનોબળ ધરાવતા હતા. એકતા જેના પર આજે ભારતની ઇમારત ઉભી છે અને 182 મીટરની ઉંચાઈએ ગર્વથી ઊભેલી લોખંડી પુરૂષની પ્રતિમા વિશ્વની એન્જિનિયરિંગ અજાયબી, આત્મ-મૂલ્ય, આત્મવિશ્વાસ અને વિશ્વ ગુરુ બનવાની પ્રતિજ્ઞા, સમર્પણ, પ્રતિબદ્ધતા અને ભારત તરીકેની એકતાની દિશાને ફરીથી પ્રજ્વલિત કરે છે. ભારતીય તરીકે ખૂબ જ ગર્વ અનુભવ્યો. સરદાર પટેલ માટે મારો આદર આકાશ કરતાં પણ ઊંચો છે.

Advertisement

રાજયપાલ ગુરમિતસિંઘે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લ્ભભાઇ પટેલ સાહેબની અતિ વિરાટ પ્રતિમાની પાદ પૂજા કરી ભાવવંદના કરી હતી. ત્યારબાદ ૧૩૫ મીટરની ઊંચાઈએ આવેલ વ્યુઇંગ ગેલેરી પ્રતિમાના હદય સ્થાનેથી અદભૂત નજારો પણ માણયો હતો. તદ્દઉપરાંત વિધ્યાંચળ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું. ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન, લાયબ્રેરી, સરદાર સાહેબના જીવન કવનને વણી લેતી દસ્તાવેજી ફિલ્મ પણ નિહાળી હતી

રાજયપાલનું આગમન થતા ગાઇડ મયુરસિંહ રાઉલ દ્વારા સંસ્કૃત ભાષામાં સ્વાગત કરવામાં આવ્યુ હતુ, આ મુલાકાત દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિશેષતા અને સ્થાનિકોને મળી રહેલ રોજગારી બાબતે જનસંપર્ક અધિકારી રાહુલ પટેલે ઝીણવટભરી માહિતી આપી હતી.

Advertisement

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત દરમ્યાન સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ તરફથી નાયબ કલેકટર ડૉ. મયુર પરમારે રાજયપાલ ગુરમિતસિંઘને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતી અને કોફીટેબલ બૂક સ્મૃતિરૂપે અર્પણ કરી હતી.

Advertisement

संबंधित पोस्ट

કોવીન એપ્લિકેશનમાં ઘણી તકલીફો, રાજયદીઠ રસીકરણ એપ્લિકેશન બનાવો : જયંત પાટીલ

shantishramteam

હાઈકોર્ટે આપી મંજૂરી,જામીન પર લાલૂ પ્રસાદ આવશે જેલમાંથી બહાર

shantishramteam

યશવંત સિંહા : NDA સરકારમાં મંત્રીથી વિપક્ષના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર સુધી

Shanti Shram

જિલ્લા સહકારી સંઘની ચુંટણીમાં દિયોદર માર્કેટ સમિતિના ચેરમેન ઈશ્વરભાઈ તરકે ઉમેદવારી નોધાવી

Shanti Shram

ચૂંટણીપંચની મોટી જાહેરાત, દેશમાં આ તારીખે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે, આ તારીખે પરિણામ જાહેર થશે

Shanti Shram

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોનું કર્યું નિરીક્ષણ

shantishramteam