Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
બિઝનેસ

એરપોર્ટ્સ પાસે એરોસિટીઝ વિકસાવવાનો અદાણી ગ્રુપનો મેગા પ્લાન,અદાણી ગ્રુપની દેશના એવિએશન સેક્ટરને લઈને મોટી તૈયારી

એશિયાના સૌથી ધનિક બિઝનેસમેન ગૌતમ અદાણીની નેતૃત્વ વાળા અદાણી ગ્રુપની દેશના એવિએશન સેક્ટરને લઈને ખુબ જ મોટી તૈયારી છે. ગ્રુપનો પ્લાન દેશના તેમના એરપોર્ટ્સની આસ-પાસના વિસ્તારોમાં રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ વિકસાવવાનો છે. આ અંગેની માહિતી આ ડેવલપમેન્ટથી માહિતગાર સુત્રોએ આપી હતી. અદાણી ગ્રુપની કંપની અદાણી એરપોર્ટ્સની તેના તમામ એરપોર્ટ્સ પાસે 500 એકરથી પણ વધુ જગ્યા પર આશરે 7 કરોડ સ્કવેર ફુટના રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ વિકસાવવાની માતબર યોજના છે. આ ‘એરોસિટીઝ’માં હોટલ, કન્વેન્શન સેન્ટર, રિટેલ, એન્ટરટેઈનમેન્ટ અને હેલ્થકેર ઓપ્શન્સ, લોજિસ્ટિક્સ, કોમર્શિયલ ઓફિસો અને તેની સાથે સંબંધિત રિયલ એસ્ટેટ સેગમેન્ટ હશે. કંપની તેની પૂર્વતૈયારીના ભાગરૂપે મેરિયોટ ઈન્ટરનેશનલ, ઈન્ટરકોન્ટિનેન્ટલ હોટેલ્સ ગ્રુપ અને હિલ્ટન જેવી હોસ્પિટાલિટી ચેન સાથે પ્રારંભિક દોરની વાતચીત કરી રહી છે. અદાણી એરપોર્ટ્સનો વિસ્તૃત પોર્ટફોલિયો ધરાવે છે. તેમની પાસે મુંબઈ, જયપુર, અમદાવાદ, લખનૌ, મેંગલુરુ, ગુવાહાટી અને તિરુવનંથપુરમનો સમાવેશ થાય છે. Adani Airportsની વેબસાઈટ અનુસાર કંપની ગ્રાહકો માટે એરપોર્ટની અંદર તેમજ બહાર લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન વિકસાવવાની દિશામાં પ્રયાસ કરી રહી છે. કંપનીએ જણાવ્યું હતું કે, કન્ઝ્યુમર એક્સપેરિયન્સને વધુ ઉમદા બનાવીને તેઓ કન્ઝ્યુમરના હાથમાં વધુ કંટ્રોલ આપી રહ્યા છે અને એરપોર્ટ સાથે સાથે પોતાના પાર્ટનર માટે વધુ નોન-એરોનોટિકલ રેવન્યૂ હાંસલ કરી રહ્યા છે. કંપનીની વેબસાઈટમાં જણાવ્યા અનુસાર અદાણી એરપોર્ટ હોલ્ડિંગ લિમિટેડ (AAHL)10 ડોમેસ્ટિક રૂટ્સના 50%, ઈન્ડિયન એર ટ્રાફિકના 23 ટકા અને ઈન્ડિયન એર કાર્ગોના 30 ટકા ટ્રાફિકને કંટ્રોલ કરે છે.

Advertisement

संबंधित पोस्ट

સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અને કારીગરોના કલ્યાણ માટે પશ્ચિમ રેલ્વે ડિવિઝન, વડોદરા દ્વારા એક સ્ટેશન એક ઉત્પાદનનો અભિગમ શરૂ કરવામાં આવ્યો

Shanti Shram

રોકાણકારો માટે ખુશખબર/ હવે યસ બેંકે પણ FD પરના વ્યાજદરોમાં કર્યો વધારો, જોઈ લો નવા દર

Shanti Shram

1 મહિનામાં 22% ચઢી ગયો અદાણી ગ્રુપનો આ શેર, સતત 6 દિવસથી તેજીમાં

Shanti Shram

Reliance Jio એ ગ્રાહકોને આપી મોટી ભેટ, તત્કાલ મળશે data loan

shantishramteam

Investment / તમને સેવિંગ બેંક એકાઉન્ટ પર 7 ટકા સુધી જોઈએ રિટર્ન? આ સ્મોલ ફાઈનેન્સ બેંકમાં કરો રોકાણ

Shanti Shram

ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા માટે તમારી પાસે આ દસ્તાવેજો હોવા જરૂરી છે, વાંચો દસ્તાવેજોની યાદી

Shanti Shram