Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
જીવનશૈલી સ્વાસ્થ્ય

ફળ ખાધા બાદ શું પાણી પીવુ જોઈએ, જાણો આ મામલે આયુર્વેદનું શું કહેવું છે…

સ્વસ્થ રહેવા માટે લીલા શાકભાજી અને ફળ ખાવા જોઈએ. ફળ અને લીલા શાકભાજી ખાવાથી હેલ્થ સારી રહે છે. પણ ફળ અને શાકભાજી ખાતા પહેલા અને પછી કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. નહીં તો નુકસાન પણ થઈ શકે છે.

પણ આજે અમે આપને જણાવીશું કે ફળ ખાધા પછી પાણી પીવું જોઈએ કે નહીં. ફળ ખાવા માટે એક ચોક્કસ સમય હોય છે. ઘણા ફ્રુટ એવા હોય છે કે તે રાતે ખાવા જોઈએ નહીં આ સાથે જ ઘણા ફ્રુટ ખાધા પછી પાણી ન પીવાની પણ સલાહ આપવામાં આવે છે.

ઘણા લોકો કહે કે ફળ ખાધા પછી પાણી પીવાથી કંઈ ન થાય પણ ઘણા લોકો એવા પણ છે કે જે કહે છે કે ફળ ખાધા પછી પાણી પીવાથી કેટલીક સમસ્યા પણ આવે છે. ત્યારે આજે અમે આપને જણાવીશું કે ફળ ખાધા પછી ખરેખર પાણી પીવું જોઈએ કે નહીં અને આ સમગ્ર મામલે આયુર્વેદ શું કહે છે તે પણ જાણીએ….

કહેવામાં આવે છે કે ફળ ખાધા બાદ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. જ્યારે વડીલો ફળ ખાધા પછી પાણી પીવાનું ના પાડે છે. સવાલ એ થાય છે કે આખરે ફળ ખાધા પછી પાણી આખરે પાણી ક્યારે પીવુ જોઈએ. ફ્રુટ ખાવું આપણા સ્વાસ્થય માટે ખુબ સારૂ છે. ફળમાં વિટામિન, મિનરલ્સ અને ઘણા ન્યુટ્રિશિયન હોય છે. જે હેલ્થ માટે ખુબ ફાયદાકારક હોય છે. જે લોકો ડાયટ કરતા હોય છે. તે લોકો પણ ડાયેટમાં ફળોને જરૂર સામેલ કરે છે. પણ ફળ ખાધા પછી પાણી પીવાને લઈને ઘણી બધી વાતો કહેવામાં આવી છે.

ફ્રુટમાં ખાંડ અને યિસ્ટની માત્રા વધુ હોય છે. જે એસિડ બનાવે છે. ઘણા ફળ એસિડ બનાવે છે. જેથી પેટમાં પાણીની માત્રા વધી જાય છે.  એવામાં જો તમે ફળ ખાધા પછી પાણી પીવો છો તો તમારે કેટલી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ફળ ખાધા પછી પાણી પીવામાં આવે તો પાચન ક્રિયા નબળી પડી જાય છે અને પેટ સાથે જોડાયેલી સમસ્યા ઉભી થાય છે. આ સાથે જ એસિટીડીની સમસ્યા વધી જાય છે અને છાતીમાં બળતરા થાય છે. જેથી ફળ ખાધાના 1 કલાક પછી પાણી પીવું જોઈએ. જેથી કોઈ સમસ્યા ઉભી ન થાય.

संबंधित पोस्ट

हफ्ते के आखिरी दिन गिरावट के साथ खुले शेयर बाजार, RIL और HDFC के शेयर टूटे

ShantishramTeamA

ગર્ભાવસ્થા દરમિયાન યોગ:આ 5 યોગાસન ગર્ભાવસ્થામાં તમને રાખશે ફિટ અને સ્વસ્થ

RIL को पहली तिमाही में हुआ 13,248 करोड़ रुपये का मुनाफा, जियो के ARPU में हुई 7.4 फीसद की वृद्धि

ShantishramTeamA

Coronavirus positive cases in India rise to 84, confirms Health Ministry

ShantishramTeamA

ભારત દેશમાં કોરોનાના 15,940 નવા સંક્રમિત કેસો સામે આવ્યા, લોકોને સુરક્ષિત રહેવા સલાહ 

Shanti Shram

દેશી મસાલા છે વજન ઘટાડવામાં ઉપયોગી, જાણો કઈ રીતે