Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત

મેઘરાજાએ રાજ્યને ઘમરોળ્યું, નવસારીમાં અનેક સ્થળે જળબંબાકારની સ્થીતી, અનેક ગામો સંપર્ક વીહોણા

હાલ રાજ્યમાં અત્ર તત્ર સર્વત્ર વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના અનેક જીલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ અમદાવાદ  જેવા મહાનગરોમાં તો ઠેર ઠેર રસ્તા પર પાણી ભરાતા સમગ્ર રસ્તાઓ બેટમાં ફરી વળ્યા છે. ત્યારે નવસારીમાં આકાશી આફત ગણાતા વરસાદે જળબંબાકારની  સ્થીતી સર્જી છે. તેમાં પૂર્ણા-કાવેરી-અંબીકામાં ત્રીજી વખત ઘોડાપુર આવ્યું છે. ત્યારે આ દરમ્યાન નવસારીમાં કરંટ લાગતા આશાસ્પદ યુવાનનું મોત થયું છે. તેમજ ભારે વરસાદના પગલે અનેક ગામો સંપર્ક વીહોણા થયા છે.

આ દરમ્યાન જીલ્લામાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 11.38 ઈંચ વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ વાંસદામાં 17.4 ઈંચ, જલાલપોરમાં 11.0 ઈંચ, ચીખલીમાં 10.6 ઈંચ, ખેરગામમાં 10.5 ઈંચ, ગણદેવીમાં 10.0 ઈંચ અને નવસારીમાં 8.8 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વલસાડના ઉપરવાસમાં એક સપ્તાહમાં બીજી વખત પૂર આવ્યું છે. નવસારીમાં ઉપરવાસના આહવા-ડાંગ સહીતના જીલ્લામાં ગત 6 દીવસથી અતી ભારે વરસાદના પગલે પૂર્ણા-અંબીકા-કાવેરી નદીમાં એક સપ્તાહમાં ત્રીજી વખત પૂરના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે નદી કાંઠે આવેલા ગામો તેમજ શહેરમાં નીચાણવાળા વીસ્તારોમાં મુખ્ય માર્ગો પર પાણી ભરાતા લોકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

Advertisement

આ દરમ્યાન વીરાવળ પુલ પાસે પૂર્ણાનદી 27 ફૂટે વહી રહી છે. જ્યારે અંબીકા નદી ગણદેવીનાં સોનવાડીનાં પુલ પાસે 28 ફૂટની ભયજનક સપાટીથી 10 ફૂલ ઉપર 37.32 પર ગાંડીતૂર બની હતી. જેના પગલે ગણદેવી તાલુકાનાં નદી કીનારાના અનેક ગામો ફેટમાં ફેરવાયા છે. તેમજ કાવેરી નદી ચીખલીનાં થાલા પાસે પોતાના 19 ફૂટની ભયજનક સપાટીથી 9 ફૂટ ઉપર 28.0 ફૂટે રૌદ્ર સ્વરૂપે વહી રહી છે.

Advertisement

संबंधित पोस्ट

જાણો મ્યુકર માઇકોસિસ ના કેસ વધવાના કારણો

shantishramteam

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંસ્કારોને ઉજાગર કરતું પાટણ નું એક પરિવાર

Shanti Shram

ગુજરાતમાં આજથી 50 હજાર રસી કેન્દ્રો ઉપર વૉક-ઈન વૅક્સિનેશન થયું શરૂ ; રસી માટે અગાઉથી નોંધણીની હવે નથી જરૂર.

shantishramteam

ગુજરાત રાજ્ય સહકાર અને વાહન વ્યવહાર મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ દ્વારા અંકલેશ્વર-ભરૂચ વચ્ચે સીટી બસ સેવાનો પ્રારંભ કરાવાયો

Shanti Shram

Coronavirus pandemic: BCCI suspends all domestic tournaments including Irani Cup

Admin

ફાયરની ટીમોએ હોસ્પિટલોમાં વીજ પુરવઠાની કરી ચકાસણી , આકસ્મિક સ્થિતિમાં લાઈટ જાય તો શું કરવું એ અંગે આપી માહિતી

shantishramteam