Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત

શહેર અને જિલ્લામાં સમગ્ર સિઝનમાં જેટલો વરસાદ પડે છે તેના 57 ટકા વરસાદ ચાલું વર્ષે જુલાઈના મધ્યાંતર સુધી પડી ગયો

શહેર અને જિલ્લામાં સમગ્ર સિઝનમાં જેટલો વરસાદ પડે છે તેના 57 ટકા વરસાદ ચાલું વર્ષે જુલાઈના મધ્યાંતર સુધી પડી ગયો

શહેર  અને જિલ્લામાં  સમગ્ર સિઝનમાં જેટલો વરસાદ પડે છે તેના 57 ટકા વરસાદ  ચાલું વર્ષે જુલાઈના મધ્યાંતર સુધી પડી ગયો છે. હજી તો વરસાદની આખી સિઝન બાકી છે . વરસાદનો તોફાની સ્પેલ હજી બાકી છે. એ સ્થિતિ જોતા આગામી દિવસોમાં વરસાદ પાછલા વર્ષોના રેકોર્ડ તોડશે તેવી શક્યતાઓ પ્રબળ છે.

Advertisement

ઉમરપાડાને ગુજરાતનું ચેરાપુંજી કહેવાય છે. કારણકે ત્યાં રાજ્યનો સર્વાધિક વરસાદ પડે છે. ચાલું વર્ષે પણ સિઝનની શરૂઆતમાં જ ઉમરપાડામાં અત્યાર સુધીમાં 56 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે.

ચાલુ વર્ષે ચોમાસું સમયથી થોડું મોડું શરૂ થયું હતું. તેમાંયે હવામાન વિભાગ દ્વારા સિઝનનું સામાન્ય ચોમાસું રહેવાની સંભાવનાઓ વ્યકત કરાઈ હતી. પરંતુ અત્યાર સુધી પડેલો વરસાદ સિઝનના કુલ વરસાદને 57 ટકા જેટલો નોંધાયો છે. જિલ્લામાં સરેરાશ 33 ઇંચ વરસાદ નોંધાયો છે. એટલે કે 57.22 ટકા વરસાદ પડી ગયો છે. જ્યારે માંડવીમાં સૌથી ઓછો 24 ઇંચ વરસાદ નોંધાયો છે. માત્ર સુરત જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતના મોટા ભાગના તાલુકાઓમાં સિઝનના સરેરાશ વરસાદ કરતા 50 ટકાથી વધુ વરસાદ વરસી ગયો છે. વલસાડ જિલ્લાના કપરાડામાં તો ત્રણ જ દિવસમાં 37 ઈંચ વરસાદ વરસી ગયો છે.
કપરાડામાં 3 જ દિવસમાં 37 ઈંચ વરસાદ જયારે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં 50 ટકાથી વધુ વરસાદ અત્યારસુધી વરસી ગયો છે. સુરત જિલ્લામાં સરેરાશ 33 ઈંચ વરસાદ નોંધાયો છે એટલે કે 57 .22 ટકા વરસાદ પડી ગયો છે. ત્યારે હજી તો આખું ચોમાસુ બાકી છે, ત્યાં અષાઢમાં વરસેલા અનરાધાર વરસાદમાં જ રાજ્યના અને દક્ષિણ ગુજરાતના નદી ડેમ છલકાઈ ઉઠ્યા છે. છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ આ વરસાદે તોડ્યો છે. વર્ષ 2017માં જુલાઈ સુધી 26.78 ટકા, 2018માં 41.46 ટકા, 2019માં 26.36 ટકા, 2020માં 23.87 ટકા, 2021માં 24.28 ટકા જયારે 2022 એટલે કે આ વર્ષે અત્યારસુધી 57.22 ટકા વરસાદ પડી ચુક્યો છે.
જેમાં સૌથી વધારે ઉમરપાડામાં 77.44 ટકા વરસાદ પડ્યો છે, જયારે સુરત સિટીમાં પણ 54.12 ટકા જેટલો વરસાદ ખાબકી ચુક્યો છે. આ જ પ્રમાણેની સ્થિતિ અન્ય જિલ્લા અને તાલુકાઓની પણ જોવા મળી રહી છે. મેઘરાજાની આક્રમક બેટિંગને પગલે રાજ્ય અને દક્ષિણ ગુજરાત તરબતર થઇ ગયું છે.
Advertisement

संबंधित पोस्ट

આજરોજ દેવગઢ બારિયા તાલુકાના કુવા ગામે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો

Shanti Shram

ગુજરાતના આ મોટા શહેરમાં મુંબઈના 781 પ્રવાસી RT-PCR ટેસ્ટ વિના આવી જતાં લોકોના જીવ પર ખતરો…

shantishramteam

દીઓદર પોલીસ દ્વારા ફલેગમાર્ચ યોજાઈ

Shanti Shram

અમદાવાદ પગથીયાના ઉપાશ્રય મધ્યે સમેતશીખર ભાવયાત્રા યોજાઇ.

Shanti Shram

RTOમાં ગેરરીતિ અટકાવવા એક મોટું પગલું

Shanti Shram

રાજ્યમાં સૌથી વધારે વરસાદ આ તાલુકામાં નોંધાયો, જાણો તમારા તાલુકા નો સમાવેશ થયો કે નહિ ?

shantishramteam