Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત

સુરતના ઓલપાડ તાલુકાનાં દેલાડ ગામે નજીવી બાબતે એક વ્યક્તિની ચપ્પુના ઘાર મારી હત્યા કરી

સુરતના ઓલપાડ તાલુકાનાં દેલાડ ગામે નજીવી બાબતે એક વ્યક્તિની ચપ્પુના ઘાર મારી હત્યા કરી

સોમવારની મોડી રાત્રીએ સુરતના ઓલપાડ તાલુકાના દેલાડ ગામે નજીવી બાબતે ઝઘડો થયો હતો જેમાં એક યુવકનું મોત નીપજ્યું હતું.

Advertisement

ઘટના પર નજર કરીએ તો, સોમવારની રાત્રીએ દેલાડ ગામના ગોખલે કોલોની વિસ્તારમાં રહેતા દિનેશ રાઠોડ તેની બાઈક લઈને જઈ રહ્યો હતો. તે દરમિયાન એક દુકાન પાસે આવતા વિશાલ વસાવા મોટરસાઇકલ સામે આવી જતા ઝઘડો કર્યો હતો. થોડી જ ક્ષણોમાં આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ લીધું અને ઉશ્કેરાઈ જઈને વિશાલે દિનેશને ચપ્પુના ઉપરાછાપરી ઘા મારી દીધા હતા.જેમાં દિનેશ રાઠોડનું મોત નીપજ્યું હતું.મૃતક દિનેશ રાઠોડને સારવાર મળે એ પહેલાં જ તેણે દમ તોડી દીધો હતો.

બીજી તરફ ઘટનાની જાણ પોલીસ ને કરાતા ઓલપાડ પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈ દિનેશ ના મૃતદેહ ને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી હત્યા નો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં વિશાલ મુકેશ વસાવાનું નામ ખુલતા પોલીસે તેને ગણતરીના કલાકોમાં જ દબોચી લઇ જેલ હવાલે કરી દીધો હતો.
Advertisement

संबंधित पोस्ट

પાલનપુર ખાતે હોમગાર્ડ જવાનોને શ્રમિક કાર્ડ આપવા માટે કેમ્પનું આયોજન કરાયું

Shanti Shram

ભાભર માં ચોરી ની ઘટના.. Bhabhar robbery banaskanatha

Shanti Shram

Remembering Stephen Hawking: Books and quotes from the scientist that prove his genius

Admin

દીઓદર તાલુકાની ર૮ ગ્રામ પંચાયતો ની ચુંટણી યોજાઈ હતી. જેમાં તા.ર૧/૧ર/ર૦ર૧ ના રોજ મતગણતરી યોજાયેલ જેમાં ઉમેદવારોને મળેલ મતો

Shanti Shram

પૂજ્ય ગચ્છાધિપતિ શ્રી નો ગચ્છાધિપતિ પદ પ્રદાનના 17 માં વર્ષમાં પ્રવેશ થયો.

Shanti Shram

કોરોના ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરતા કાંકરેજ તાલુકાના રતનગઢ ગામમાં આજદિન સુધી કોરોનાની નો એન્ટ્રી

Shanti Shram