Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત

એન.ડી.આર.એફ ની ટીમ દ્વારા મહુવા અને તળાજાના નીચાણવાળા વિસ્તારોમાં જાગૃતિ કાર્યક્રમ યોજાયો

સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સંભવિત ભારે વરસાદની શક્યતાના પગલે એન.ડી.આર.એફ.ની ટીમો તૈનાત કરવામાં આવી છે તે અંતર્ગત ભાવનગર ખાતે મૂકવામાં આવેલી એન.ડી.આર.એફ.ની ટીમે આજે મહુવા અને તળાજા તાલુકાના નીચાણ વાળા વિસ્તારોમાં સંભવિત વધુ વરસાદ પડે તો તકેદારીના ભાગ રૂપે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. ઉલ્લેખનીય છે કે, એન.ડી.આર.એફ.ની ટીમ ભાવનગર આવી પહોંચી છે અને સંભવિત ભારે વરસાદ ની આગાહીને અનુસંધાને સ્ટેન્ડ ટુ છે ત્યારે લોકોમાં જાગૃતિ ફેલાય એ હેતુ થી કતપર, બોરડી, જાગધાર અને સરતાનપર ગામોની મુલાકાત લઈને ગામ લોકોને ઘરેલુ વસ્તુની ઉપયોગીતાથી પુરની પરિસ્થિતિમાં બચવા માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. મહુવા અને તળાજા તાલુકો દરિયા કિનારે છે ત્યારે દરિયાઈ વિસ્તારોની મુલાકાત લેવા સાથે આ ટીમે ગામની વિવિધ શેરીઓ અને મહોલ્લાઓમાં ફરીને કઈ રીતે રાહત બચાવની કામગીરી હાથ ધરી શકાય તે અંગેની વિગતો મેળવી હતી. આ મુલાકાતમાં ડી.પી.ઓ. ડિમ્પલબેન તેરૈયા, મહુવા ડે. દિપેશભાઈ, તળાજા ડે. મામલતદાર મોરીભાઇ ટીમની સાથે રહ્યાં હતાં . આમ મહુવા અને તળાજાના નીચાણવાળા વિસ્તારની મુલાકાત માટે ટિમ પહોશી હતી .

Advertisement

संबंधित पोस्ट

મહિસાગર જિલ્લાના લુણાવાડા હડમતીયા ગામે જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં કિસાન ગોષ્ટી સહ પ્રાકૃતિક કૃષિ કાર્યશાળા કાર્યક્રમ યોજાયો .

Shanti Shram

ગુજરાત મુલાકાતમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુનેગારો પર સકંજો કસવા કહી આ વાત

Shanti Shram

રાજ્યના 8 જિલ્લામાં મળશે નવા ચેરિટી કચેરી ભવન 22 કરોડના ખર્ચે નિર્માણ થશે ભવન

Shanti Shram

જાણો Electric Car કે Bike ખરીદનાર ને સરકાર શુ રાહત આપશે?

Shanti Shram

ભૂમિપૂજનના ભાગરૂપે મુખ્યમંત્રીએ સુરેન્દ્રનગર ચેરિટી કચેરીની ડિજિટલ તકતીનું પણ અનાવરણ કર્યું

Shanti Shram

Shantishram 25-05-2021 Gujarat News

Shanti Shram