Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
સ્વાસ્થ્ય

ભારે વરસાદ અને કોરોનાની વકરતી સ્થિતિમાં ગુજરાત સરકારની કેબિનેટ બેઠક મળી,15 જુલાઈથી બુસ્ટર ડોઝ મળશે

ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. જેની માહિતી આપતા રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ કહ્યું હતું કે 18 થી 59 વર્ષ નાગરિકોને જેમને બીજો ડોઝ લઈ લીધો છે તેઓ માટે હવે પ્રિકોશનરી ડોઝ આપવામાં આવશે. આ બુસ્ટર ડોઝ 15 જુલાઇથી આઝાદીના 75 વર્ષ નિમિત્તે 75 દિવસ સુધી ચાલશે. કુલ 3.50 કરોડની વધુ લાભાર્થી લોકોને આ કોરોના રસીનો ડોઝ વિનામૂલ્યે આપવામાં આવશે. આ પાછળ સરકારને 700 કરોડનો ખર્ચ થશે તેની પણ જોગવાઇ કરવામા આવી છે. આજે ભારે વરસાદ અને કોરોનાની વકરતી સ્થિતિમાં ગુજરાત સરકારની કેબિનેટ બેઠક મળી હતી. જેમાં ભૂપેન્દ્ર સરકાર દ્વારા મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. કેબિનેટ બેઠક મામલે રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીનું નિવેદન, કહ્યું- ભારે વરસાદ બાદ ભરાયેલા પાણીની સાફ-સફાઈ મુદ્દે ચર્ચા કરવામાં આવી છે. 156 નગરપાલિકામાં સફાઈ, પાણીના નિકાલ માટે ગ્રાન્ટ ફાળવી હોવાની માહીતી પણ આપી હતી.રાજ્ય સરકારે આજે સવારે જ ગુજરાતમાં ભારે વરસાદને લઈ 156 પાલિકાને 17.10 કરોડની સહાય જાહેર કરી છે. રાજ્યભરમાં ભારે વરસાદ બાદ હવે રાજ્ય સરકારે ખેડૂતલક્ષી એક મોટો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે પાક નુકશાનીનો સર્વે કરવા આદેશ કર્યો છે. સરકાર દ્વારા જિલ્લા કૃષિ અધિકારીઓને સર્વે માટે આદેશ કરવામાં આવ્યા છે. જેથી હવે વધુ વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાનો સર્વે કરવામાં આવશે.

Advertisement

संबंधित पोस्ट

ભારે ડિમાન્ડમાં છે 24 કલાક ઓક્સિજન આપતા આ પ્લાન્ટ્સ !!!

shantishramteam

બનાસકાંઠા પાલનપુર મુકામે કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને ખાનગી હોસ્પીટલોના તબીબો સાથે બેઠક યોજાઇ (Banaskantha)

Shanti Shram

શાહિદ જમીલએ કોરોનાની બીજી લહેર અંગે જણાવી આ મહત્વની વાત…

shantishramteam

दांत हो रहे हैं खराब तो अब आपको घर बैठे डॉक्टर्स बताएंगे उपचार, बस करना होगा यह काम

Admin

ઊનાના મોઠામાં ગેસની સેફ્ટી બાબતે લાઈવ ડેમો કરી માર્ગદર્શન અપાયુ

Shanti Shram

દેશી મસાલા છે વજન ઘટાડવામાં ઉપયોગી, જાણો કઈ રીતે

shantishramteam