Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
બિઝનેસ

સહારા ઇન્ડિયામાં પૈસા ફસાયા છે? તો હવે પૈસા મળશે પરત, સરકારે આ કાર્યવાહી ચાલુ કરી

જો તમે પણ સહારા ઇન્ડિયાની કોઇ સ્કીમમાં રોકાણ કર્યું છે અને હવે પૈસા પાછા મેળવવા માંગો છો તો સરકાર પૈસા પરત કરવા માટે હવે પ્રયાસ કરી રહી છે. જો કે આ વચ્ચે આ સમાચાર તમને રાહત આપી શકે છે. સહારા ઇન્ડિયાના રિફંડને લઇને કેન્દ્ર સરકાર અત્યારે એક્શનમાં છે. કેન્દ્ર સરકાર તરફથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

12 કરોડ રૂ.નો દંડ ફટકાર્યો

Advertisement

માર્કેટ નિયામક સેબીએ સહારા ગ્રૂપની બે કંપનીઓ, સુબ્રતો રોય અને 3 અન્ય લોકો પર 12 કરોડ રૂપિયાનો મોટો દંડ ફટકાર્યો છે. આપને જણાવી દઇએ કે સરકારે જાણકારી આપી છે કે સહારા ઇન્ડિયાના રોકાણકારોને પૈસા ક્યારે પાછા મળી શકે છે.

કરોડો રૂપિયા પરત કર્યા

Advertisement

કેન્દ્ર સરકારે સહારા ઇન્ડિયા વિશે જણાવ્યું કે, અત્યાર સુધી સેબી સહારાના રોકાણકારોના વ્યાજ સહિત કુલ 138.07 કરોડ રૂપિયા જ પરત કરી શકી છે. સહારા ઇન્ડિયા રિયલ એસ્ટેટ કોર્પોરેશન લિમિટેડે 232.85 લાખ રોકાણકારો પાસેથી 19400.87 કરોડ રૂપિયા અને સહારા હાઉસિંગ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન લિમિટેડે 75.14 લાખ રોકાણકારો પાસેથી 6380.50 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. એટલે કે હજુ પણ રોકાણકારોના કરોડો રૂપિયા ફસાયેલા છે.

આટલા પૈસા થયા રિફંડ

Advertisement

સુપ્રીમ કોર્ટે, 31 ઓગસ્ટ, 2012ના રોજ આદેશ આપ્યો હતો. ત્યારબાદ સહારા ઇન્ડિયાએ રોકાણકારો પાસેથી લીધેલા 25,781.37 કરોડ રૂપિયાની મૂળ રકમને બદલે 31 ડિસેમ્બર, 2021 સુધી સેબી સહારા રિફંડ ખાતામાં 15,503.69 કરોડ રૂપિયા જમા કર્યા છે. નાણા મંત્રાલયના સૂત્રો અનુસાર, સેબીને 81.07 કરોડ રૂપિયાની કુલ મૂળ રકમ માટે 53,642 ઓરીજીનલ બોન્ડ સર્ટિફિકેટ/પાસ બુકથી જોડાયેલા 19,644 અરજી મળી છે. સેબીએ 138.07 કરોડ રૂપિયાની કુલ રકમ 48,326 ઓરીજીનલ બોન્ડ સર્ટિફિકેટ/પાસબુક વાળી 17,526 એલિજીબલ બોન્ડહોલ્ડર્સને રિફંડ કર્યું છે.

Advertisement

संबंधित पोस्ट

IRCTCનો શાનદાર પ્લાન, માત્ર 10,090 રૂપિયામાં ફરો એલેપ્પી અને મુન્નાર, આ સુવિધાઓ મળશે ફ્રીમાં

Shanti Shram

હેલ્થ સેક્ટરમાં એન્ટ્રી મારવા જઈ રહ્યા છે અંબાણી, વિદેશની ધરતી પર કરશે મોટી ડીલ

Shanti Shram

ડોમિનોઝ પિઝા સ્વિગી અને ઝોમેટો પર લગાવી શકે છે પ્રતિબંધ

Shanti Shram

કેન્દ્ર સરકારે નાની બચત યોજનાઓ પર જૂના વ્યાજ દરોમાં ઘટાડાના આદેશને પાછો ખેંચ્યો

Denish Chavda

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેના કરોડો ખાતાધારકોને કર્યા એલર્ટ

Shanti Shram

સરકારને મળશે માત્ર 15 હજાર કરોડ રૂપિયાની આવક, આ કામ કરશે તો GST લગાવવાની જરૂર નથી

Shanti Shram