Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત

રાજકોટવાસીઓ બહારનું ખાતા પહેલા ચેતજો: તીખી પાપડી, પફમાંથી મળી આવ્યો સિન્થેટિક કલર

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા હરિધવા મેઇન રોડ પર આવેલ હરીયોગી લાઈવ પફમાંથી ઉત્પાદન કરેલ પફ માટેનો બટેટાનો મસાલાનો નમૂનો લીધો હતો. જેના રિ-એનાલિસિસ રિપોર્ટમાં સિન્થેટિક ફૂડ કલરની હાજરી મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયો છે. આ કેસમાં નામદાર એજ્યુડીકેટિંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર દ્વારા નમુનો આપનાર પેઢીના માલિક ગૌરવ પ્રકાશભાઈ રૂપારેલીયાને રૂ.1,00,000 દંડનો હુકમ કરવામાં આવ્યો છે. આવા પફ ખાવાથી ગંભીર બીમારી પણ થઈ શકે છે. બાલક હનુમાન પાસે ભગવતી ફરસાણ એન્ડ સ્વીટ માર્ટમાંથી તીખી પાપડીનો નમૂનો લીધો હતો. જેના રિપોર્ટમાં સિન્થેટિક ફૂડ કલરની હાજરી મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ ફૂડ જાહેર થયો છે. આ કેસમાં નામદાર એજ્યુડીકેટિંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર દ્વારા નમુનો આપનાર પેઢીના સંચાલક ભાવેશભાઈ સામતભાઈ કારેણાને રૂ.10,000નો દંડ અને પેઢીના માલિક દિલીપભાઇ સામતભાઈ કારેણાને રૂ.25,000નો દંડનો હુકમ કરવામાં આવ્યો છે. મંગળા રોડ પર રૂપકલા નોવેલ્ટી સ્ટોરમાંથી ભેસના શુદ્ધ ઘીનો નમૂના લેવામાં આવ્યો હતો. જેના રિપોર્ટમાં ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ) અને તીલ ઓઇલની હાજરી મળી આવતા સબસ્ટાન્ડર્ડ જાહેર થયો છે. આ કેસમાં નામદાર એજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર દ્વારા નમૂનો આપનાર રસીકભાઈ બાબુભાઇ સવસાનીને રૂ.10,000નો દંડનો હુકમ કરવામાં આવ્યો છે. કેવડાવાડી મેઇન રોડ પર ક્રિષ્ના ઘી ભંડારમાંથી ભેંસના શુદ્ધ ઘીનો નમૂનો લેવામાં આવ્યો હતો. જેના રિપોર્ટમાં ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ)ની હાજરી મળી આવતા સબસ્ટાન્ડર્ડ જાહેર થયો છે. આ કેસમાં નમૂનો આપનાર કમલેશભાઈ હરજીવનભાઈ તન્નાને રૂ.50,000નો દંડનો હુકમ કરવામાં આવ્યો છે. ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે મંગળા મેઇન રોડ, વિદ્યાનગર મેઇન રોડ વિસ્તારમાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 20 પેઢીની ચકાસણી કરવામાં આવી હતી અને ચકાસણી દરમિયાન 5 પેઢીને લાયસન્સ અંગે નોટિસ આપી હતી. જેમાં જલારામ પ્રોવિઝન સ્ટોર, ઝરીયા પાન, ઠાકર ફાસ્ટફૂડ, સારથી ફાર્મસી અને વેદ મેડિસીનનો સમાવેશ થાય છે.

Advertisement

संबंधित पोस्ट

જાણો મ્યુકર માઇકોસિસ ના કેસ વધવાના કારણો

shantishramteam

પાલનપુર ખાતે સમાજ કલ્યાણ ખાતા દ્વારા પંચાયતી રાજ અધિનિયમ અને સરકારી યોજનાઓ વિશે માહિતગાર કરવા શિબિર યોજાઇ

Shanti Shram

શંખેશ્વર મહાતીર્થ 108 ભક્તિ વિહાર જૈન ટ્રસ્ટ ના ઉપક્રમે ચાતુર્માસ પ્રવેશ યોજાયો

Shanti Shram

કોરોનાની સંભવિત ત્રીજી લહેરની તૈયારીઓ અંગે પાલનપુર ખાતે પ્રભારી મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક

Shanti Shram

સુરતમાં લેવાઈ રહી છે અંતિમવિધિના નામે લાંચ, જાણો વિગતો…..

shantishramteam

દિયોદર ગજાનંદ ગૌશાળામાં ટ્રકમાં આગ લાગતા ઘાસચારો બળીને ખાખ

Shanti Shram