Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત

જનેતાએ ઠંડા કલેજે નવજાત શિશુને રસ્તે રઝળતું મૂક્યું: RMCના ડેલમાંથી નવજાત શિશુનું મૃત ભ્રુણ મળી આવ્યું

રાજકોટ શહેરના સંતકબીર રોડ પર આવેલ RMCના ડેલામાંથી મૃત હાલતમાં ભ્રુણ મળી આવ્યું છે. જેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે મૃત હાલતમાં મળી આવેલ ભ્રુણ અંગે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે રાજકોટમાં વધુ એક વખત મૃત હાલતમાં ભ્રુણ મળી આવ્યું છે. રાજકોટ શહેરના સંતકબીર રોડ પર આવેલ RMCના ડેલમાંથી એક ભ્રુણ હોવાની જાણ કરવામાં આવતા બી ડિવિઝન પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. સ્થળ પર પહોંચી તપાસ કરતા આ ભ્રુણ મૃત હાલતમાં હોવાનું જાણવા મળ્યું હતું. આ ભ્રુણ લગભગ 5 મહિના આસપાસ હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. આ ભ્રુણ કોણ નાખી ગયું? તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આજ રોજ સવારે મળી આવેલ ભ્રુણ લગભગ પાંચેક માસનું હોવાનું જણાય છે. જેથી આસપાસમાં કોઈ સગર્ભા હતું કે કેમ તેની તપાસ કરવામાં આવશે. ઉપરાંત રાતના સમયે કે વહેલી સવારે કોઈ ભ્રુણ નાખી ગયું હોવાનું અનુમાન છે જેથી આસપાસના સીસીટીવી ચેક કરવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

Advertisement

संबंधित पोस्ट

વડોદરા શહેરના માનવતા કેમપેઈન પિયરનો ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્લમ વિસ્તારના બાળકો માટે અનોખો કાર્યક્રમ યોજાયો

Shanti Shram

SVNIT  કોલેજ સુરત ખાતે બે દિવસીય ‘રોડ સેફટી’ વર્કશોપ યોજાયો

Shanti Shram

સુરતની સરકારી કચેરીઓમાં આ શખ્સ ચપ્પુ લઈને ફરે છે ખુલ્લે આમ, જાણો શું છે કારણ…

Admin

ભારતના માહિતી કમિશનર તરીકે નિમાયેલા વરિષ્ઠ પત્રકાર શ્રી ઉદયભાઇ માહૂરકરનું ગુજરાત મીડિયા ક્લબ અને લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા જાહેર અભિવાદન કરવામાં આવ્યું હતું.

Shanti Shram

ભીલડી,લાખણી અને દિયોદર વિસ્તારમાં જનઆરોગ્ય મેડિકલ ઓક્સિજન સહિત સુવિધાઓ માટે તાત્કાલિક 15 લાખ ની ગ્રાન્ટ ની ફાળવણી ધારાસભ્ય શીવાભાઈ ભુરિયાએ કરી

Shanti Shram

જામનગરમાં રીલાયન્સ ( RELIANCE INDUSTRIES) બનાવશે દુનિયાનું સૌથી મોટુ પ્રાણી સંગ્રહાલય

Shanti Shram