Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
જીવનશૈલી સ્વાસ્થ્ય

અમદાવાદમાં કોરોના કેસોમાં ફરી વધારો થતા લોકોમાં ફફડાટ, ગઈકાલ કરતા 62 કેસો વધ્યા

અમદાવારમાં ગઈ કાલ કરતા કોરોના કેસોમાં 62 કેસો વધ્યા છે. અમદાવાદમાં કોરોના કેસોએ જાણે રફ્તાર પકડી હોય તેમ કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં નવા 247 કોરોના કેસો નોંધાયા છે. જ્યારે નોંધાયેલા કેસોની સામે 251 દર્દીઓ સાજા થયા છે. મોટાભાગના દર્દીઓ અત્યારે ઘરે હોમઆઈસોલેશનમાં છે જ્યારે કેટલાક દર્દીઓ સિવિલ, એસવીપીમાં સારવાર લઈ રહ્યા છે.

બીજી બાજુ જેટલા પણ કેસો નોંધાઈ રહ્યા છે. તેમાં અમદાવાદના પશ્ચિમ વિસ્તારના વધુ કેસો સામે આવી રહ્યા છે. તેમાં પણ જોધપુર, બોડકદેવ, થલતેજ, ઘાટલોડીયા, વસ્ત્રાપુર સહીતના વિસ્તારોની અંદર કોરોના કેસો જોવા મળી રહ્યા છે. જો કે, કોરોનાના દરરોજના અમદાવાદમાં 200થી 250ની અંદર કોરોના કેસો નોંધાઈ રહ્યા છે પરંતુ મૃત્યુ એક પણ દર્દીનું નોંધાયું નથી જેના કારણે ચિંતા ઓછી છે પરંતુ બેદરકારી પણ એટલી જ કોરોના નિયમોનું પાલન ના કરાવવા મામલો જોવા મળી રહી છે. બીજી બાજુ બીજો રસીનો ડોઝ લેવામાં પણ લોકો આનાકાની કરી રહ્યા છે. લગભગ 6 લાખ જેટલા અમદાવાદીઓએ રસીનો બીજો ડોઝ જ લીધો નથી. અત્યારે એવરેજ રોજ 2,00થી 2,500ની આસપાસ લોકો રસી લઈ રહ્યા છે. ખાસ કરીને ત્રીજી લહેર બાદ માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારો વધવાની શરુઆત અમદાવાદમાં થઈ છે.

Advertisement

અમદાવાદમાં 14 વિસ્તારો એક્ટિવ માઈક્રો કન્ટેનમેન્ટ
કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા પણ સક્રીયતા દાખવી શહેરમાં માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારો વધારવામાં આવી રહ્યા છે. જો કે, ગઈકાલે નવા માઈક્રો કન્ટેનમેન્ટ એરીયા નોંધાયા નથી પરંતુ અત્યારે 14 જેટલા એક્ટિવ માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારો શહેરમાં છે. ગઈ કાલની સરખામણીએ અગાઉના દિવસે છારોડી અને નારણપુરા વિસ્તારમાં 35 લોકોને માઈક્રો કન્ટેનમેન્ટમાં મૂકવાની ફરજ પડી હતી. આ બે વિસ્તારના 11 ઘરોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હતા એ પહેલા વસ્ત્રાપુર, ઘાટલોડીય વિસ્તારના કેટલીક સોસાયટીના ઘરોને પણ કન્ટેનમેન્ટ કરાયા છે.

Advertisement

संबंधित पोस्ट

સતત હેડફોનના ઉપયોગથી આવી શકે છે બહેરાશ, 80 ડેસિબલ્સથી વધુનો અવાજ છે હાનિકારક

shantishramteam

કેરળની એક 17 વર્ષની છોકરી દેશની સૌથી નાની ઉંમરની અંગ દાતા જાણો શું થયુ આખી ઘટના માં….

Shanti Shram

અમદાવાદના IPSને રસીના બે ડોઝ લીધા હોવા છતાં થયો કોરોના, રસી મુકાવવા લોકોને કરી અપીલ..

shantishramteam

AMCના આદેશ છતાં મોટા ભાગની ટી સ્ટોલ અને પાનના ગલ્લા રહ્યા ચાલુ….

shantishramteam

सितंबर में अंतिम वर्ष की परीक्षाओं को लेकर यूजीसी ने सुप्रीम कोर्ट में दाखिल किया हलफनामा, कही यह बात

Admin

રૂપાણી સરકારે લીધો મહત્વનો નિર્ણય, ઈન્ટર્ન તબીબો માટે સ્ટાઈપેન્ડમાં કરાયો વધારો

Shanti Shram