Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
જાણવા જેવું

વરસતા વરસાદમાં ગેલેરીમાં બેસીને ખાઓ ‘કોર્ન મેગી’, જાણો ટેસ્ટી બનાવવા શું કરશો

વરસાદ આવે મેગીની લારી પર લોકોની ભીડ જોવા મળે છે. આજકાલ માર્કેટમાં અનેક પ્રકારની મેગી મળે છે. ખાસ કરીને જ્યારે વરસાદ પડતો હોય ત્યારે મેગી, ભજીયા, દાળવડા જેવી વાનગીઓ ખાવાની બહુ જ મજા આવે છે. પરંતુ ઘણી વાર થાય એવું કે વરસતા વરસાદમાં બહાર જવાનું આપણે ટાળતા હોઇએ છીએ. ત્યારે શું કરવું? તો આજે અમે તમારી આ વાતને ધ્યાનમાં લઇને કોર્ન મેગીની રેસિપી લઇને આવ્યા છીએ. આ રેસિપી તમે ખૂબ જ ઝડપથી ઘરે બનાવી શકશો અને વરસતા વરસાદમાં ખાવાનો આનંદ પણ લઇ શકશો. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો કોર્ન મેગી…

સામગ્રી

Advertisement
  • એક પેકેટ મેગી
  • મકાઇના દાણા
  • બટર
  • મરી પાઉડર
  • પાણી

બનાવવાની રીત

  • કોર્ન મેગી બનાવવા માટે સૌ પ્રથમ પાણીને ગરમ કરવા મુકો.
  • પાણી બરાબર ઉકળે એટલે એમાં મેગી નાંખો.
  • ત્યાં સુધી મકાઇ બાફવાની તૈયારી કરો.
  • આ માટે કુકર લો અને એમાં આખી મકાઇના કટકા કરી લો અને પછી પાણી મુકીને બાફવા મુકો.
  • મકાઇ બાફતી વખતે એમાં મીઠું નાંખો જેથી કરીને મકાઇ ટેસ્ટમાં ફિક્કી ના લાગે અને મીઠાશ આવે.
  • પાણી ઉકળે એટલે એમાં મેગી નાંખો.
  • મેગી નાંખ્યા પછી 2 થી 3 મિનિટ રહીને મેગીનો મસાલો એડ કરો.
  • મેગીનો મસાલો બજારમાં બીજો પણ મળે છે. તો તમે એ પણ થોડો એડ કરી શકો છો.
  • હવે મેગીને સતત હલાવતા રહો.
  • મેગીમાંથી પાણી બળવા આવે એટલે એમાં કોર્ન અને બટર એડ કરો અને એક વાર ફરીથી હલાવી લો. તમે કોર્ન અને બટર મેગી પ્લેટમાં કાઢ્યા પછી ઉપરથી પણ એડ કરી શકો છો.
  • તો તૈયાર છે કોર્ન મેગી.
  • આ કોર્ન મેગી પર તમે ચિઝ પણ નાંખી શકો છો. જો તમને ચીઝ ભાવે છે તો તમે એડ કરી શકો છો.
  • આ કોર્ન મેગી ચોમાસામાં ખાવાની બહુ જ મજા આવે છે. તો તમે પણ ઘરે આજે જ ટ્રાય કરો.

Advertisement

संबंधित पोस्ट

માસ્કથી મુક્તિ મેળવનાર પ્રથમ દેશ ઇઝરાઇલ પર તોડાતું સંકટ, રસી લીધેલા લોકોને કોરોનાનો લાગી રહ્યો છે ચેપ .

shantishramteam

વીર સાવરકર જયંતિ : ભાજપના પ્રવક્તાએ દિલ્હી એરપોર્ટનું નામ વીર સાવરકર કરવા કરી માંગ

Shanti Shram

ચીન પાકિસ્તાન બોર્ડરની નજીક જ બનાવી રહ્યું છે રસ્તો?

Shanti Shram

સગર્ભાવસ્થામાં લો પોટેશિયમ લેવલથી માતા અને બાળકને થાય છે નુકસાન: જાણો વધુ

shantishramteam

PFના રૂપિયા પર મળશે હવે વધારે વ્યાજ, નોકરિયાત વર્ગને સરકારે આપી મોટી ભેટ!!

shantishramteam

ઉત્તરકાશીના નામે વધુ એક ઉપલબ્ધી, પ્રવિણ રાણાએ માઉન્ટ એવરેસ્ટ પર લહેરાવ્યો ત્રિરંગો

Shanti Shram