Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
બિઝનેસ રોકાણો

1 મહિનામાં 22% ચઢી ગયો અદાણી ગ્રુપનો આ શેર, સતત 6 દિવસથી તેજીમાં

અદાણી ગ્રુપની એક કંપનીના  શેરે જોરદાર રિટર્ન આપ્યુ છે. કંપનીના શેર 1 મહિનામાં ઓછામાં ઓછા 22 ટકા ચઢી ગયુ છે. આ કંપની અદાણી ગ્રીન એનર્જી છે. 16 જૂન 2022માં બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં અદાણી ગ્રીન એનર્જીના શેર 1709.80 રૂપિયાના સ્તર પર હતા. કંપનીના શેર 13 જુલાઇ 2022માં બીએસઇમાં 2274.15 રૂપિયાના સ્તર પર ટ્રેન્ડ કરી રહ્યા છે. અદાણી ગ્રીન એનર્જીના શેરમાં 550 રૂપિયાથી વધુ તેજી આવી છે. ગત 6 દિવસથી અદાણી ગ્રીન એનર્જીના શેરમાં તેજી છે. જોકે, આજે અદાણી ગ્રીન એનર્જીના શેરમાં કડાકો બોલી ગયો હતો.

1 લાખ રૂપિયાના બનાવી દીધા 77 લાખ રૂપિયા કરતા વધારે

Advertisement

અદાણી ગ્રીન એનર્જીના શેરોએ શરૂઆતથી લઇને અત્યાર સુધી તાબડતોડ રિટર્ન આપ્યુ છે. કંપનીના શેરોએ 7200 ટકાથી વધારેનું રિટર્ન આપ્યુ છે. 22 જૂન 2018માં બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં અદાણી ગ્રીન એનર્જીના શેર 29.45 રૂપિયાના સ્તર પર હતા. કંપનીના શેર 13 જુલાઇ 2022માં બીએસઇમાં 2274.15 રૂપિયાના સ્તર પર ટ્રેડ કરી રહ્યા છે. જો કોઇ વ્યક્તિએ 22 જૂન 2018માં કંપનીના શેરમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત અને પોતાના ઇન્વેસ્ટમેન્ટને બનાવી રાખ્યા હોત તો વર્તમાન સમયમાં આ પૈસા 77.23 લાખ રૂપિયાની નજીક હોય છે.

બે વર્ષમાં 1 લાખ રૂપિયા બની ગયા 6 લાખ કરતા વધારે

Advertisement

અદાણી ગ્રીન એનર્જીના શેર 10 જુલાઇ 2020માં બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં 372.35 રૂપિયાના સ્તર પર હતા. કંપનીના શેર 13 જુલાઇ 2022માં બીએસઇમાં 2274.15 રૂપિયાના સ્તર પર ટ્રેડ કરી રહ્યા છે. જો કોઇ વ્યક્તિએ 2 વર્ષ પહેલા અદાણી ગ્રીન એનર્જીના શેરમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત અને પોતાના રોકાણને બનાવી રાખ્યુ હોત તો વર્તમાન સમયમાં આ પૈસા 6.10 લાખ રૂપિયા હોત. અદાણી ગ્રીન એનર્જીના શેર 52 અઠવાડિયાના હાઇ લેવલ 3048 રૂપિયા છે. બીજી તરફ 52 અઠવાડિયાના લો-લેવલ 860.20 રૂપિયા છે.

Advertisement

संबंधित पोस्ट

સરકારી નોકરી માટે GPSC દ્રારા નવું કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું, 1203 જગ્યાઓ માટે કરાશે ભરતી

Shanti Shram

હવે Google માં યુઝર્સ તરત ડિલીટ કરી શકશે 15 મિનિટની સર્ચ હિસ્ટ્રી

shantishramteam

દુબઈ પહોંચશે મહારાષ્ટ્રના ડ્રેગન ફ્રૂટ, કેસર કેરી બાદ ડ્રેગન ફ્રૂટની નિકાસ શરૂ,ખેડૂતોને થશે ફાયદો

shantishramteam

અદાણી પરિવાર વતનની વ્હારે : થરાદ ખાતે અદાણી દ્વારા રૂ. ૧ કરોડનો ઓક્સિજન પ્લાન્ટ સ્થપાશે

Shanti Shram

જુલાઇ મહિનાથી નોકરીયાત વર્ગના કામના કલાકોમાં થશે મોટો ફેરફાર, ટેક હોમ સેલેરીમાં પણ ફેરફાર થશે

Shanti Shram

પાવર / રાકેશ ઝુનઝુનવાલાએ આ કંપનીના 57 લાખ શેર વેચ્યા, કંપનીના સ્ટોકમાં આવ્યો 10 ટકાનો ઘટાડો

Shanti Shram