Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
બિઝનેસ

યુનિસિન્ક એન્જલ્સ દ્વારા સ્ટાર્ટ-અપ ઇન્વેસ્ટમેન્ટ સમીટ – સુરત 2022નું સફળ આયોજન

દેશની ઝડપી પ્રગતિ સાધતી સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમને વધુ મજબૂત કરવા તથા તેમાં રોકાણ દ્વારા ઉભરતાં ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા તથા આર્થિક વૃદ્ધિમાં તેમના યોગદાનની સ્વિકૃતિ કરવાના ઉદ્દેશ્ય સાથે થોડાં સમય પહેલાં યુનિસિન્ક એન્જલ્સ દ્વારા સ્ટાર્ટ-અપ ઇન્વેસ્ટમેન્ટ સમીટ – સુરત 2022નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

એન્જલ ઇન્વેસ્ટિંગ સિમ્પલિફાઇડ થીમ આધારિત આ સમીટમાં 300થી વધુ એન્જલ ઇન્વેસ્ટર્સ, ઇન્ડસ્ટ્રી લીડર્સ અને ઇકોસિસ્ટમ પાર્ટનર્સે ભાગ લીધો હતો.

Advertisement
આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને સંબોધન કરતાં આવિષ્કાર ગ્રૂપના સ્થાપક અને ચેરમેન વિનિત રાયે છેલ્લાં 20 વર્ષમાં સ્ટાર્ટ-અપ્સમાં રોકાણ કરવાના તેમના અનુભવો વર્ણવ્યાં હતાં. આવિષ્કાર 1 અબજ યુએસ ડોલરથી વધુની એસેટને મેનેજ કરે છે અને તે રોકાણ ઉપર સકારાત્મક અસરો પેદા કરવા ઉપર કેન્દ્રિત છે.
આ પ્રસંગે યુનિસિન્ક એન્જલ્સના સહ-સ્થાપક કશ્યપ પંડ્યાએ પોતાના વિચારો વ્યક્ત કરતાં કહ્યું હતું કે, સ્ટાર્ટ-અપમાં રોકાણ કરવું માત્ર સંપત્તિ સર્જનનો જ ઉદ્દેશ્ય નહીં, પરંતુ ઇનોવેટિવ બિઝનેસ આઇડિયાને સપોર્ટ કરવાથી સમાજ ઉપર પણ એકંદરે સકારાત્મક અસરો પેદા કરી શકાય છે.
યુનિસિન્ક એન્જલ્સના સહ-સ્થાપક સીએ મયંક દેસાઇએ પરંપરાગત એસેટ ક્લાસ જેમકે રિયલ એસ્ટેટથી ન્યુ-એજ એસેટ ક્લાસ તરફ રોકાણકારોના બદલાતા અભિગમ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યાં હતાં તથા રોકાણના ઉત્તમ વિકલ્પ અને ઇકોસિસ્ટમની રચનામાં સ્ટાર્ટ-અપ્સની ભૂમિકા વર્ણવી હતી.
ઉલ્લેખનીય છે કે યુનિસિન્ક એન્જલ્સ એક વૈશ્વિક એન્જલ ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ છે, જેની સાથે 25 જેટલાં સીએ અને મેન્ટર્સ જોડાયા છે, જે સ્ટાર્ટ-અપ્સને વૃદ્ધિ માટે જરૂરી કેપિટલ અને કનેક્ટ પણ આપશે. યુનિસિન્ક એન્જલ્સ દેશના 40 જેટલા ટિયર 2 અને 3 શહેરો માં સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ ની રચના કરશે અને યુનિસિન્ક એન્જલ્સની 1000 કરોડનું ફંડ એકત્ર કરવાની ભવિષ્યની યોજના છે

संबंधित पोस्ट

પોલિયેસ્ટર સાડી અને ડ્રેસ મટીરિયલ્સ માટે પ્રખ્યાત સુરતમાં પડદાના કાપડનો વેપાર પણ વધ્યો

Shanti Shram

ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન આદિ ગોદરેજનું રાજીનામું હવે કોણ સંભાળશે કમાન

shantishramteam

બિહાર, યુપી, ઝારખંડ સહિત આ રાજ્યોમાં નહીં મળે ટ્રેન ટિકિટ, આ છે મોટું કારણ

Shanti Shram

અમદાવાદ: નારોલના ચીકુવાડી નજીક જીંદાલ વર્લ્ડવાઇડ નામની કાપડ બનાવતી ફેક્ટરીના સ્ટોરેજ ગોડાઉનમાં ભીષણ આગ

Shanti Shram

कान में भी पहुंच सकता है कोरोना वायरस, रिसर्च में हुआ चौंकाने वाला खुलासा

Admin

કડાકો / તળિયે પહોંચ્યો રૂપિયો, ડોલરની સરખામણીએ 79.04 પર પહોંચી ભારતીય કરન્સી

Shanti Shram