Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત

રાજકોટ જિલ્લામાં વરસાદી કહેર: ૨૦૦ લોકોને કરાયા સ્થળાંતર, પરિસ્થીતીની સમીક્ષા કરવા કલેકટર પણ ડેમની મુલાકાતે

રાજકોટ શહેરમાં મેઘરાજાએ ધુંઆધાર બેટીંગ સાથે તોફાની ઈનીંગ રમવાનું શરૂ કરતા આજે બપોર સુધીમાં 10 ઈંચ જેટલું પાણી પાડી દેતા તમામ વિસ્તારો જળબંબાકાર કરી દીધા છે. જિલ્લામાં પણ મેઘમહેર સતત શરૂ રહેવા પામી છે. ભારે વરસાદના પગલે રાજકોટ જિલ્લાને રેડ એલર્ટ ઝોનમાં મુકી દેવામાં આવેલ છે. આ સંદર્ભે જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લાના ન્યારી-2, આજી-3, ભાદર-2 સહિતના છ જળાશયો ઓવરફલો થવા પામેલ છે. લાલપરી તળાવ પણ વરસાદી પાણીથી ભરાઈ જવા પામેલ છે. જિલ્લામાં ફોફળ, ભાદર-2 ડેમ સહિતના ઓવરફલો થયેલા જળાશયોના નીચાણવાળા વિસ્તારોમાંથી 200 જેટલા અસરગ્રસ્તોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવેલ છે. આ ઉપરાંત જિલ્લામાં ખોડાપીપર, ભાડથર સહિતના છ માર્ગો ભારે વરસાદને કારણે બંધ થયેલ છે. ભારે વરસાદના પગલે ડીઝાસ્ટર મેનેજમેન્ટ અને વહીવટીતંત્ર સ્ટેન્ડ-ટુ રહ્યું છે. વહીવટીતંત્ર દ્વારા એન.ડી.આર.એફ.ની ટીમ પણ ખડેપગે રાખવામાં આવી છે. કલેકટર અરૂણ મહેશ બાબુએ બપોરના ઘંટેશ્વર ખાતે એન.ડી.આર.એફ.ની ટીમની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત તેઓ ન્યારી ડેમ અને લાલપરી તળાવ પર પણ દોડી ગયા હતા. જિલ્લામાં સ્થળાંતર કરાયેલા અસરગ્રસ્તો માટે ફુડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત વૃક્ષો પડવાથી જિલ્લામાં માર્ગો બંધ ન થાય તે માટે જેસીબી સ્ટેન્ડ ટુ રાખવા આદેશ કરાયેલ છે. જિલ્લામાં સવારથી બપોરના 12 વાગ્યા સુધીમાં ઉપલેટામાં 7 મી.મી., કોટડાસાંગાણીમાં 41 મી.મી., ગોંડલમાં 11 મી.મી., જેતપુરમાં 13 મી.મી., જસદણમાં 11 મી.મી., જામકંડોરણામાં 2 મી.મી., ધોરાજીમાં 10 મી.મી., પડધરીમાં 23 મી.મી. વરસાદ પડી ગયો છે. રાજકોટ જિલ્લામાં માર્ગ-મકાન વિભાગ હસ્તકના વાહન વ્યવહાર માટે છ રસ્તાઓ બંધ કરવાની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં જિલ્લાના પડધરી તાલુકાના ડેમ સાઈટ ખજુરડી-ખોડાપીપર રોડ બંધ કરીને તેની અવેજીમાં એસ.એચ. ટુ દહીસરડા, ખાખડાબેલા, ખોડાપીપર રોડ તથા આજી-3 ડેમ ઉપરથી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત એસ.એચ. ટુ રંગપર સરપદડ બંધ થતા સરપદડથી રંગપર રોડ તથા ન્યારી-2 ડેમ પર વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. નારણકા આણંદપર રોડની વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે નારણકા એપ્રોચ રોડ તથા ખંઢેરી નારણકા ખાતે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. એસ.એચ.ટુ ન્યારા ખંભાળા ઢોકળીયા રોડની અવેજીમાં એસ.એચ.ટુ ન્યારા રોડ, ખંભાળા, સરપદડ રોડ, સુવાગ ઢોકળીયા રોડ, ઈશ્વરીયા ઢોકળીયા રોડ પર વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ રાજકોટ તાલુકાના સરધાર, હરિપર, બાડપર, હોડથલી, દડવા રોડ બંધ જાહેર કરતા ખારચીયા-મકનપર-બાડપર રોડ પરથી વાહનોની અવરજવર ચાલુ રહેશે. આ સાથે ફોફળ ડેમ ઓવરફલો થવાથી જેતપુર તાલુકાના લુણાગરી દુધીવદર રોડની અવેજીમાં મોટા ભાદરા, નાના ભાદરા, દુધીવદર રોડ પર પરિવહન કરી શકાશે. ઉલ્લેખનીય છે કે રસ્તો ચાલુ થતાં સંભવિત 10 દિવસ જેટલો સમય લાગી શકે છે.

Advertisement

संबंधित पोस्ट

હાર્દિક પટેલ સોશિયલ મીડિયામાં લોકોના નિશાના પર, ફેસબુક અકાઉન્ટ પર કમેન્ટ સેક્શન બંધ કર્યું

Shanti Shram

ચાંદખેડા અમદાવાદ મધ્યે BJP દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન થયું

Shanti Shram

વડોદરા શહેરના નવલખી ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી ના વરદ હસ્તે 24.29 કરોડ ના વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું

Shanti Shram

રાજકોટવાસીઓ માટે સારા સમાચાર: 30 જુલાઈથી દિલ્હીની 5મી ફ્લાઈટ શરૂ થશે, અઠવાડિયામાં 3 દિવસ ઉડાન ભરશે

Shanti Shram

હવામાન વિભાગે કરી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, જાણો કઈ તારીખે ?

shantishramteam

રાજ્યની શાળાઓમાં ધોરણ 9 થી 11 ના વર્ગોની શાળાઓમાં આગામી તારીખ 26 જુલાઈ 2021- સોમવારથી ફિઝિકલ-ભૌતિક શૈક્ષણિક કાર્ય ફરી શરૂ કરવામાં આવશે

Shanti Shram