Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
મનોરંજન

પુષ્પા પાર્ટ 2 ફિલ્મની રાહ જોઈ રહેલા લોકો માટે ખૂશ ખબર

પુષ્પા ફિલ્મની સફળતાએ અનેક રેકોર્ડ તોડ્યા હતા, ફિલ્મની સ્ટોરી અને અલ્લુના નવા અવતારને લોકોએ પસંદ કર્યો છે. ત્યારે આ સુપરહિટ ફિલ્મનો બીજો ભાગ આવી રહ્યો છે. લોકો સુપરસ્ટાર અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ પુષ્પા પાર્ટ 2ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે બધાને એ પ્રશ્ન છે કે, દરેક વ્યક્તિ એ જાણવા માંગે છે કે પુષ્પાનો બીજો ભાગ ક્યારે આવશે અને તેની વાર્તા કેવી હશે. પુષ્પા 2ની સ્ક્રિપ્ટનું કામ લગભગ પૂર્ણ કરી લીધું છે. હવે તે ફિલ્મના શૂટિંગ માટે લોકેશન ફાઈનલ કરવાનું કામ કરી રહ્યો છે. સુકુમાર ઓગસ્ટના ત્રીજા સપ્તાહમાં અલ્લુ અર્જુનની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છે.
બોલિવૂડ ફિલ્મ સ્ટુડિયો પણ પુષ્પા 2 ના બોર્ડમાં સામેલ થવા માટે ભરપૂર પ્રયાસ કરી રહ્યા છે. આ જ કારણ છે કે અલ્લુ અર્જુને આ 90 કરોડ રૂપિયા અને પ્રોફિટ શેરની માંગણી કરી છે. રિપોર્ટ્સનું માનીએ તો ફિલ્મ નિર્માતા સુકુમારે બીજા ભાગ માટે પણ પોતાની ફી વધારી દીધી છે. એક તરફ જ્યાં તેણે પહેલા ભાગ માટે 18 કરોડ રૂપિયા લીધા હતા, તો બીજી તરફ તે ભાગ 2 માટે 40 કરોડ રૂપિયાની માંગ કરી રહ્યો છે.
અલ્લુ અર્જુનની ફિલ્મ હવે ઓગસ્ટ સુધીમાં ફ્લોર પર જશે. 6 મહિનાથી વધુના આ શેડ્યૂલમાં અનેક એક્શન સિક્વન્સ શૂટ કરવામાં આવશે. આ એક્શન સીન ભારતીય સિનેમાના અત્યાર સુધીના સૌથી મોંઘા સીનમાંથી એક હશે. આ પછી પોસ્ટ પ્રોડક્શન પર કામ કરવામાં આવશે. એટલે કે આ ફિલ્મ હવે 2023ના મધ્યમાં રિલીઝ થવાની આશા છે.

Advertisement

संबंधित पोस्ट

લોકડાઉન 2.0 બાદ ડ્રાઈવ કરીને ક્યાં જઈ રહ્યા છે અમિતાભ બચ્ચન?

shantishramteam

ગુજરાતમાં આ વખતે પણ આ પ્રસિધ્ધ મેળો નહીં યોજાય…

shantishramteam

માધુરી પહોંચી માલદીવ,પતિ સાથે રોમેન્ટિક ડિનર લિધુ

Denish Chavda

Pushpa 2 Shooting: પુષ્પા 2ના આ સમાચારની રાહ જોઈ રહ્યાં હતાં, નિર્માતાઓએ સિક્વલ વિશે નિર્ણય કર્યો….

Shanti Shram

ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાની આ ઘડિયાળે ઈન્ટરનેટ પર મચાવી દીધી ધૂમ, જુઓ એવું તો શું છે એમાં ખાસ અને કિંમત…

shantishramteam

પઠાણનું શૂટીંગ શરૂ કર્યું,જ્હોન અબ્રાહમ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે

Denish Chavda