Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત

દાહોદમાં મોડી સાંજે 1 કલાક માં સવા બે ઇંચ વરસાદ

હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ત્યારે સમગ્ર ગુજરાત વરસાદ વરસી રહ્યો છે ત્યારે દાહોદ જિલામાં ધાનપુર દાહોદ ગરબાડા સિંગવડ સંજેલી ઝાલોદ ફતેપુરા દેવગઢ બારીયા લીમખેડા પંથકમાં વરસાદ વરસતા ખેડૂતો માં ચિતા માં થી મુક્ત થયા છે દાહોદ માં બે દિવસ પહેલાં રાત્રિના સમયે    ધોધમાર વરસાદ પડ્યો હતો. જોકે ત્યાર બાદ વરસાદ નોંધાયો નથી. ત્યારે આજે ફરી વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે સવારે ધાનપુર દેવગઢ બારિયા પંથકમાં  સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાયો હતો. ઝરમર વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, જેથી લોકોએ બફારામાંથી રાહત અનુભવી છે.દાહોદ શહેરમાં મોડીસાંજે થી વરસાદી માહોલ સર્જાયા બાદ ધીમી ધારે ઠંડા પવન સાથે મુશળધાર વરસાદ શરૂ થવા પામ્યો હતો. થોડા સમય માટે વરસેલા મુશળધાર ઝાપટાંને લઇ શહેરના રોડ-રસ્તા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. વરસાદને લઇ વાતાવરણમાં ઠંડક પ્રસરતાં શહેરીજનોએ ગરમીમાંથી થોડા અંશે રાહત અનુભવી હતી તેમજ બે દિવસથી પડી રહેલા વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.  દાહોદ શહેર સહિત જિલ્લામાં બે દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે. ત્યારે દાહોદ શહેરમાં મોદી સાંજે  મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થવા પામી હતી, જેમાં વહેલી સવારથી શરૂ થયેલા વરસાદને લઇ વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.

Advertisement

संबंधित पोस्ट

અંબાજી મંદિર તા. ૪ જુન સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે

Shanti Shram

ગુરુરામ પાવન ભૂમિ સુરત ( SURAT ) મધ્યે યોજાયેલી ઐતિહાસિક ઉપધાન તપ માળની પહેલા મહિનાની પરિપૂર્ણતા એ અદભુત ઉજવણી

Shanti Shram

વાલપુરા જૈનસંઘના આંગણે સાલગીરી મહોત્સવ

Shanti Shram

દાડમના ઉત્પાદનમાં ગુજરાત દેશભરમાં બન્યું અવ્વલ!!!

shantishramteam

મોરબી : CM દ્વારા રૂ.2.47 કરોડના ખર્ચે નવા ચેરિટી કચેરી ભવનનું વર્ચ્યુઅલ ઇ-ખાતમૂર્હત કરવામાં આવ્યું  

Shanti Shram

બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ બેંકની ચુંટણી ૧ર નવેમ્બરે

Shanti Shram