Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
અન્ય

બાળકના ઘરે કીટ લઈને પહોંચવા માટે પ્રાંત અધિકારીશ્રીએ પોતાનું વાહન આપ્યું

એક બહુ જાણીતી ઉક્તિ છે કે, ‘ખુદી કો કર બુલંદ ઇતના, હર તકદીર સે પહેલે, કે ખુદા બંદે સે ખુદ પૂછે તેરી રઝા ક્યાં હૈ’… હવે જો આ વાતને થોડી ફેરવીને જોઈએ અને સરકાર માટે વાત કરીએ તો હવે સરકારે રાજ્યની પ્રજાને એટલી બુલંદ અને મજબૂત કરી છે કે હવે તેઓ તેમના ઘર આંગણે સરકારી સેવાઓની માંગણી કરે છે અને સરકારી તંત્ર પણ એટલું સંવેદનશીલ બન્યું છે કે, લોકોની માંગણી તેમના ઘર ઉમરે જ ઉકેલાય તે માટે સેવા ભાવ સાથે અને નમ્રતાના ગુણ સાથે તેના ઘર આંગણે જઈને તેમની સમસ્યાનું નિવારણ કરવામાં આવે છે . આવો જે કિસ્સો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બીલડી ગામમાં જોવાં મળ્યો કે જ્યાં એક પરિવારનો વિકલાંગ અને મંદબુદ્ધિનો બાળક કોઈપણ ઓફિસમાં જઈને કંઈ પણ કરાવી શકે તેવી સ્થિતિમાં ન હતો અને આ બાળકનું આધારકાર્ડ કઢાવવું હતું. આ અંગેની વાત તેના પિતાશ્રી મેઘાભાઈ દેવાભાઈ ટોટાએ મહુવા તંત્ર સમક્ષ રજૂ કરી અને તંત્રએ પણ તેનો જ્યારે તુરંત જ પ્રતિસાદ આપતું હોય તેમ મહુવા પ્રાંત અધિકારીશ્રીએ તંત્રને સૂચના આપી કે આધાર કાર્ડ માટેની સમગ્ર કીટ સાથે આ બાળકના ઘરે જઈને આધાર કાર્ડ કાઢી આપવું. આ બાળકની તાત્કાલિક સારવાર કરવી કરાવવી જરૂરી હતી અને તે માટે આધાર કાર્ડની ખાસ જરૂર હતી. તેથી દેવાભાઈ એ તેમની આ અંગેની રજૂઆત મહુવા તંત્રને કરી હતી. નાયબ કલેક્ટરશ્રીના આદેશ મુજબ તેમના વાહનમાં ઓપરેટર આધાર કીટ સહિત આ બાળકના ઘરે જઈને આધાર કાર્ડ કાઢી આપ્યું હતું. માત્ર આધાર કાર્ડ કાઢી આપ્યું એટલું જ નહીં પરંતુ પ્રાંત કચેરીના નાયબ મામલતદાર, સમાજ સુરક્ષા અધિકારીએ સ્વયં ઉપસ્થિત રહીને અન્ય તમામ વહીવટી મદદની ખાતરી આપી હતી અને તેમને જ્યાં પણ જરૂર પડે અથવા બાળકની સારવાર માટે જ્યાં પણ જરૂર પડે તે માટે તંત્ર દ્વારા પૂરતો સહયોગ આપવામાં આવશે તેની ખાતરી આપી હતી. જ્યારે સમગ્ર તંત્ર એક સામાન્ય બાબત માટે પણ ખૂબ જ સંવેદનશીલતાથી કાર્ય કરતી હોય ત્યારે જ દેશમાં સાચી લોકશાહીનો અને લોકોના અવાજનો અહેસાસ થતો હોય છે. સરકાર ખુદ પ્રજાને આંગણે આવી છે તેનું આ જ્વલંત ઉદાહરણ છે.

Advertisement

संबंधित पोस्ट

ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની તબીયત લથડી

Denish Chavda

દિયોદર કોવિડ હેલ્થ સેન્ટરમાંથી ૫૯ કોરોના સંક્રમિત દર્દીઓ કોરોનાને હંફાવી ઘેર પહોંચ્યાઃ ૧૭ દર્દીઓ સારવાર હેઠળ

Shanti Shram

ઇઝરાયેલના PMએ માન્યો 25 દેશોનો ઇઝરાયેલ સાથે ઉભા રહેવા આભાર, ભારતને અવગણ્યું

shantishramteam

દિલ્હીમાં કોરોનાએ અત્યાર સુધીનો રેકોર્ડ તોડ્યો : 24 કલાકમાં 7000થી પણ વધારે કેસ

Shanti Shram

પૂજ્ય સુવિશાલ ગચ્છાધિપતિ શ્રીના સ્મૃતિ મંદિરની પ્રતિષ્ઠાનું મુર્હત અર્પણ કરાયું

Shanti Shram

જમ્મુ કાશ્મીરઃ પૂરના કારણે 5 પુલ વહી ગયા, મચૈલ સેક્ટરમાં ફસાયા 300થી વધુ લોકો

shantishramteam