Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત

અમદાવાદ શહેરમાં પડેલા ભારે વરસાદ સંદર્ભે શહેરની મુલાકાત પ્રભારી ઋષિકેશ પટેલે લઈ સમીક્ષા કરી

અમદાવાદ શહેરમાં પડેલા ભારે વરસાદ સંદર્ભે શહેરની મુલાકાત લઇ સમગ્રતયા પરિસ્થિતિની સમીક્ષા હાથ ધરતા પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલએ હાથ ધરી હતી.

જિલ્લા વહીવટી તંત્ર , કોર્પોરેશનની ટીમ અને પદાધિકારીઓ સાથે બેઠક કરીને રાહત કામગીરી , પ્રો-એક્ટિવ ડિઝાસ્ટર વ્યવસ્થાપનની બાબતો પર વિગતવાર ચર્ચા હાથ ધરી હતી.
અમદાવાદ શહેરમાં ગઇકાલે રાત્રે પડેલા અનારાધાર ભારે વરસાદના સંદર્ભે આરોગ્યમંત્રી અને અમદાવાદ જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે અમદાવાદ વિવિધ સ્થળોની સ્થળ મુલાકાત કરીને સમગ્રતયા પરિસ્થિતિનું આંકલન કર્યું હતુ.
મંત્રી ઋષિકેશ પટેલે શહેરના રેસીડેન્સીયલ, કોમર્શીયલ, જાહેર સ્થળો પર જઇને પાણીની પ્રવર્તમાન સ્થિતિ, સંજોગો અને જરૂરિયાતો વિશેને તાગ મેળવ્યા બાદ અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર, મ્યુનીશીપલ કમિશ્રર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે સર્વગ્રાહી સમીક્ષા બેઠક કરી હતી.
સમીક્ષા બેઠકમાં ભારે વરસાદને કારણે થયેલ તારાજી સંદર્ભે રાહત કામગીરી, વરસાદી પાણીના ઝડપી નિકાલ, સ્વચ્છતા અંગેના વ્યવસ્થાપન અંગેની વિગતવાર ચર્ચા હાથ ધરવામાં આવી હતી.
આ બેઠકમાં મંત્રી એ શહેરના જરૂરિયાતમંદોને સંપૂર્ણપણે સુરક્ષા પ્રદાન કરવા,ટેકનોલોજીનો ઉપયોગ કરીને રાહત કામગીરી હાથ ધરવા, આગામી પરિસ્થિતિ માટે પ્રો-એક્ટિવ કામગીરી હાથ ધરવા , તેમજ વધુ અસરકારક ડિઝાસ્ચર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવા માટેની સૂચના આપી હતી.
આ મુલાકાતમાં ધારાસભ્ય કિશોરભાઇ મકવાણા, સ્ટેન્ડિગ કમીટી ચેરમેન હિતેશભાઇ બારોટ, અમદાવાદ મ્યુનિસીપલ કમિશ્નર લોચન શહેરા, ડેપ્યુટી મ્યુનિસીપલ કમિશ્નર, એંન્જીનીયર અધિકારીઓ, ઇરીગેશન વિભાગના અદિકારીઓ જોડાયા હતા.

અમદાવાદ શહેરની અંદર ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાયા હતા તેના કારણે તારાજી ભરી મુશ્કેલીનો સામનો લોકોએ કરવો પડી રહ્યો છે. તો ક્યાંક બસ ફસાઈ ગઈ હતી તો ક્યાંક અન્ય કોઈ વાહનો ફસાઈ ગયા હતા હજુ પણ કેટલીક જગ્યાએ પાણી ઓસરવામાં વાર લાગી રહી છે. જેના કારણે રસ્તાઓ પણ બંધ જોવા મળી રહ્યા છે. તો કેટલીક જગ્યાએ ઝાડ પણ પડી રહ્યા છે ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ અમદાવાદની અંદર જોવા મળી રહી છે અમદાવાદના વિવિધ વિસ્તારો ની અંદર 6 થી 12 ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો.

Advertisement

संबंधित पोस्ट

વડોદરામાં શ્રવણ સેવા થકી રસ્તા અને ફુથપાથ પર રહેતા ઘર વિહોણા લોકોને આપે છે સહારો

Shanti Shram

પૂજ્ય તપાગચ્છાધિપતિ શ્રી નું ચાતુર્માસ પરિવર્તન યોજાયું.

Shanti Shram

પાટણ જિલ્લામાં વન વિભાગ દ્વારા પ્રાણીઓની તરસ છીપાવવા દરરોજ 40 હવાડા ભરાય છે

Shanti Shram

ગાંધીનગર મધ્યે જૈનાચાર્ય સાથે અનુપમંડળ રાષ્ટ્રદોહ પ્રવૃતિના વિષયને લઈને બેઠક યોજાયેલ

Shanti Shram

પાલડી, અમદાવાદ મધ્યે પૂજ્યશ્રીની સૂરિમંત્ર ની પ્રથમ પિઠિકાની આરાધનાની પૂર્ણાહુતિ થઈ

Shanti Shram

શક્તિપીઠ અંબાજી મંદિરમાં પાટણના પટેલ માઈભક્તે કરી અધધ કિમતની ભેટ વધુ જાણો વિગતે….

Shanti Shram