Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
જીવનશૈલી

મોનસુનમાં મસાલાને નહિં લાગે જરા પણ ભેજ, આ Hacksની સાથે કરો સ્ટોર

ચોમાસું શરૂ થાય એટલે અનેક ખાવાની વસ્તુઓમાં ભેજ લાગવાનું શરૂ થઇ જાય છે. ખાવાની વસ્તુમાં ભેજ લાગવાથી એ જલદી ખરાબ થઇ જાય છે. જો કે ઘણી બધી વસ્તુઓમાં ભેજ લાગવાને કારણે એને ફેંકવાનો વારો આવતો હોય છે. વરસાદની આ સિઝનમાં મસાલાને પણ ભેજ લાગી જાય છે જે પછી ઉપયોગમાં લઇ શકાતા નથી. જો કે ઘણી બધી વસ્તુઓમાં તો જીવાત પણ પડી જતી હોય છે. આમ, તમારા ઘરે પણ મસાલામાં ભેજ લાગી જાય છે અને જીવાત પડે છે તો આ ટિપ્સ ફોલો કરો તમે પણ…

  • મસાલાને સ્ટોર કરવા માટે તમે ચોમાસામાં એવા ડબ્બામાં ભરો જે ટાઇટ બંધ થતો હોય. જે ડબ્બામાંથી હવા જતી હોય એ ડબ્બામાં મસાલા ભરશો નહિં. આ માટે તમે નાના-નાના ડબ્બામાં મસાલાને સ્ટોર કરીને રાખી શકો છો. નાના પેકેટમાં મસાલાને સ્ટોર કરવાથી એ બગડતો નથી.
  • તમે મસાલ સ્ટોર કરો એ પહેલા એને સારી રીતે રોસ્ટ કરી લો. બજારમાંથી લાવેલા મસાલમાં ભેજ હોય છે. આ માટે મસાલાને ઘરે લાવીને એને રોસ્ટ કરવાથી ભેજ ઉડી જાય છે. ડ્રાય રોસ્ટ કરવાથી મસાલાનો સ્વાદ વધી જાય છે. ખાસ કરીને તજ, લવિંગ, ઇલાયચી, કાળા મરીને લાંબા સમય સુધી સ્ટોર કરવા માટે રોસ્ટ કરવા જરૂરી છે.
  • તમે જ્યારે પણ મસાલાને દુકાનમાંથી લાવો ત્યારે એને બે થી ત્રણ દિવસ સુધી તડકામાં રાખો. મસાલાને તડકામાં રાખવાથી એમાંથી ભેજ ઉડી જાય છે જેના કારણે જીવાત પડતી નથી. આ માટે ચોમાસામાં જ્યારે પણ તડકો નિકળી ત્યારે મસાલાઓની ડબ્બીને તડકામાં મુકો જેથી કરીને ભેજ ઉડે.
  • તમે મસાલાને ડ્રાય જગ્યામાં રાખો. ગેસની પાસે ભૂલથી પણ મસાલાના ડબ્બાને રાખશો નહિં. તમે મસાલાના ડબ્બાને ફ્રિજમાં પણ સ્ટોર કરી શકો છો. ફ્રિજમાં મસાલા સ્ટોર કરવાથી એ લાંબો સમય સુધી ફ્રેશ રહે છે. તમે મસાલાના પેકેટમાં ચોખા નાંખીને પણ સ્ટોર કરી શકો છો. ચોખા ભેજને શોષવાનું કામ કરે છે. આ માટે મસાલાના ડબ્બામાં ચોખા મુકીને મસાલા ભરો.

Advertisement

संबंधित पोस्ट

પુના નગરે અવિસ્મય અંજન શલાકાની ઉજવણી..

Shanti Shram

પાલનપુર મુકામે નૂતન જીવદયા ગ્રુપ દ્વારા કલેકટરશ્રી આનંદ પટેલના હસ્તે ગરીબોને રાશન કીટ આપવાનો કાર્યક્રમ યોજાયો

Shanti Shram

શાંતિશ્રમ સમાચાર તાઃ ૦૪-૦૪-૨૦૨૨ સમાચારની હાઈલાઈટ

Shanti Shram

સ્ટડીમાં દાવો આ એક ટેવ કોરોના સંક્રમણનો ખતરો 31 ટકા ઓછા કરી નાખશે

Shanti Shram

સતત હેડફોનના ઉપયોગથી આવી શકે છે બહેરાશ, 80 ડેસિબલ્સથી વધુનો અવાજ છે હાનિકારક

shantishramteam

કોરોના કાળમાં છે હળદર ખુબ જ ઉપયોગી, જાણો ફાયદા…

shantishramteam