Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત

ફટાણા ગામે ગોરખનાથ જગ્યા ખાતે વંદે ગુજરાત રથનું ફટાણા, સોઢાણા અને મજીવાણા ગ્રામજનો દ્રારા ઉત્સાહભેર સ્વાગત કરાયું

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત રાજ્યમાં શરૂ કરાયેલ વંદે ગુજરાત રથનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવી રહ્યુ છે. ત્યારે પોરબંદર જિલ્લામાં આજ રોજ ફટાણા ખાતે વંદે ગુજરાત રથ પહોંચ્યો હતો. ફટાણા માં ગોરખનાથ જગ્યા ખાતે આવેલા રથનું ફટાણા, સોઢાણા અને મજીવાણાના ગ્રામજનો દ્રારા સ્વાગત કરાયું હતું.
આ તકે મહાનુભાવોના હસ્તે ફટાણા ગામના રૂ. ૦૮ લાખ ૬૫ હજારના કામોનું લોકાપર્ણ કરાયા હતા. જેમાં ૦૪ લાખ ૧૫ હાજર ખર્ચે કેનાલનું કામ તથા રૂ. ૦૪ લાખ ૫૦ હજારના ખર્ચે ભૂગર્ભ ગટરના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું. આમ રૂ.૦૮ લાખ ૬૫ હજારથી વધુ રકમના વિકાસ કામોનું લોકાપર્ણ  કરાયા હતા. આ તકે રથને  કુમ કુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોનું છોડ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. છેલ્લા વીસ વર્ષના વિકાસ ગાથા દર્શાવતી ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું. વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમમાં વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય કીટ વિતરણ કરવામાં આવી હતી. જેમાં આયુષ્માન કાર્ડ, મુખ્યમંત્રી માતૃશક્તિ કીટ જેવી વિવિધ કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે ગ્રામજનોને આરોગ્ય વિભાગની યોજનાઓ, મહિલા અને બાળ વિકાસ વિભાગની યોજનાઓ સહિત જન કલ્યાણકારી યોજનાઓ બાબતે અધિકારીઓએ જાણકારી આપી હતી. કાર્યક્રમમાં મેડિકલ કેમ્પ પણ યોજાયો હતો. ઉલ્લેખનીય છે કે આજરોજ ૬૫ જેટલા ગ્રામજનો  ને તાત્કાલિક સ્થળ પર  આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા. તેમજ  વેક્સિનેશનની કામગીરી પણ  કરવામાં આવી હતી. આ તકે  તાલુકા પંચાયત સદસ્ય પાયલબેન ઓડેદરા, સરપંચ ટમુબેન ઓડેદરા, ગામના ઉપસરપંચ, તલાટી કમ મંત્રી, ઇ ગ્રામ સ્ટાફ, આરોગ્ય વિભાગનો સ્ટાફ, આંગણવાડીના બહેનો સહિત અધિકારી,પદાધિકારીઓ તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

संबंधित पोस्ट

બનાસકાંઠા કોંગ્રેસનું સુકાન વર્ષો બાદ તરવરિયા ક્ષત્રિય અગ્રણીના હાથમાં… કોંગ્રેસ બનાસકાંઠાની કમાન ભરતસિંહ વાઘેલાને સોંપવાના નિર્ણયને વ્યાપક આવકાર

Shanti Shram

મમતાની પાર્ટી ગુજરાતમાં લડશે ચૂંટણી, વિધાનસભાની સમગ્ર દેશની ચૂંટણી પર નજર રહેશે

shantishramteam

અમદાવાદમાં છવાશે IPL ફીવર, ક્વોલિફાયર -2 અને ફાઇનલ મેચ રમાશે

Shanti Shram

શત્રુંજય રેસીડેન્સી, અમદાવાદ મધ્યે જિનાલય ની ચોથી સાલગીરી ઉજવાઇ.

Shanti Shram

દાહોદ જિલ્લાનું એચ.એસ.સી સામાન્ય પ્રવાહનું કુલ ૮૭.૩૬ % પરિણામ : કુલ ૧૫ જેટલી શાળાઓનું ૧૦૦ ટકા પરિણામ

Shanti Shram

ગુજરાત નાયબ મુખ્યીમંત્રીશ્રી નીતિનભાઇ પટેલના હસ્તે દાંતા-અંબાજી ચારમાર્ગીય રસ્તાનું લોકાર્પણ થયું

Shanti Shram