Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
જીવનશૈલી સ્વાસ્થ્ય

રાત્રે ઊંઘતા પહેલા પગ ધોવાના છે આ અઢળક ફાયદાઓ, જાણો તમે પણ

સતત કામ કરવાને કારણે આપણું શરીર ખૂબ જ થાકી જતુ હોય છે. શરીરમાં થાક લાગવાને કારણે આપણે પૂરતી ઊંઘ પણ લઇ શકતા નથી. રાત્રે સારી ઊંઘ આવે એ માટે આપણે ફ્રેશ રહેવું ખૂબ જ જરૂરી છે. અનેક લોકોને આજની આ ફાસ્ટલાઇફમાં અનિદ્રાનો રોગ હોય છે. રાત્રે ઊંઘ સારી આવે એ માટે અનેક લોકો દવા પણ લેતા હોય છે. પણ જો તમે આખા દિવસમાં લાગેલા થાકને ઓછો કરો છો તો રાત્રે તમને સારી ઊંઘ આવે છે. આ માટે રાત્રે ઊંઘતા પહેલા પગને ધોવા ખૂબ જરૂરી છે. જો તમે રાત્રે ઊંઘતા પહેલા પગને સારી રીતે ધોઇને ઊંઘી જાવો છો તો તમારા સ્વાસ્થ્યને અનેક ઘણો ફાયદો થાય છે અને સાથે-સાથે ઊંઘ પણ સારી આવે છે.

  • દરેક લોકોએ રાત્રે ઊંઘતી વખતે પગ ધોઇને સૂઇ જવું જોઇએ. પગ ધોવાથી તમે ફ્રેશ થઇ જાવો છો અને તમને ઊંઘ પણ સારી આવે છે. આમ કરવાથી બ્રેનને શાંતિ મળે છે અને સાથે ઊર્જા પણ મળે છે.
  • આખા દિવસનો વધારે થાક આપણને પગમાં લાગે છે. આ માટે દરેક લોકોએ રાત્રે ઊંઘતી વખતે પગ ધોઇને સૂઇ જવું જોઇએ. રાત્રે પગ ધોઇને ઊંઘવાથી માંસપેશિઓની સાથે-સાથે સાંધાના દુખાવામાંથી પણ રાહત મળે છે.
  • દિવસભરના થાકને ઉતારવા માટે રાત્રે પગ ધોઇને સુઇ જાવો. આખો દિવસ પગમાં ટાઇટ શુઝ પહેરવાથી પગમાંથી વાસ આવવા લાગે છે જેના કારણે પગ તળિયેથી ખરાબ થઇ જાય છે. આ બધી સમસ્યામાંથી છૂટવા માટે તમે જ્યારે પણ રાત્રે સૂઇ જાવો ત્યારે પગ ધોઇને સૂઇ જાવો.
  • રાત્રે પગ ધોઇને સુઇ જવાથી શરીરનું તાપમાન સારું રહે છે. શરીરનું તાપમાન બરાબર રહેવાથી તમને થાક પણ જલદી લાગતો નથી અને ઊંઘ પણ સારી આવે છે.
  • પગની સ્કિનને સોફ્ટ રાખવા માટે રોજ રાત્રે ઊંઘતા પહેલા પગ ધોઇને સૂઇ જાવો. પગને સોફ્ટ રાખવા માટે વારંવાર ધોવા ખૂબ જરૂરી છે.

Advertisement

संबंधित पोस्ट

ફોનની લોક સ્ક્રીન અથવા પેટર્ન ભૂલી ગયા છો? આ સરળ રીતથી સ્માર્ટફોનને કરો અનલોક:

Shanti Shram

અંજીર પુરુષો માટે ઉપયોગી છે, તેને રોજ ખાવાથી તમને ચોંકાવનારા ફાયદા થશે.

Shanti Shram

Mass graves dug in Iran for coronavirus victims visible from space: Report

Admin

10માંથી 9 મહિલાઓ મેન્સ્ટ્રુઅલ હેલ્થને લઈને ડૉક્ટરની સલાહ નથી લેતી, કોરોનાની થતી  મેન્સ્ટ્રુઅલ સાઈકલ પર અસર

shantishramteam

શાહિદ જમીલએ કોરોનાની બીજી લહેર અંગે જણાવી આ મહત્વની વાત…

shantishramteam

નવી સ્વાસ્થ્ય ચેતવણીઃ તમાકુ ઉત્પાદનોના પેક પર ડિસેમ્બરથી નવી તસવીર, લખવામાં આવશે ‘આ છે દુઃખદાયક મૃત્યુનું કારણ’

Shanti Shram