Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
રાજકારણ

યશવંત સિંહા : NDA સરકારમાં મંત્રીથી વિપક્ષના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર સુધી

એનસીપી નેતા શરદ પવારના દિલ્હી ખાતેના નિવાસસ્થાને મળેલી બેઠકમાં સિંહાના નામ પર સર્વસહમતિ સધાઈ હતી રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના સુપ્રીમો શરદ પવાર, નેશનલ કૉન્ફરન્સના ફારુખ અબ્દુલ્લાહ તથા પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ ગોપાલકૃષ્ણ ગાંધીના ઇન્કાર બાદ તૃણમુલ કૉંગ્રેસના નેતા યશવંત સિંહા વિપક્ષના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર બનવા તૈયાર થઈ ગયા છે. મુખ્ય વિપક્ષ કૉંગ્રેસે રાષ્ટ્રપતિપદના ઉમેદવાર તરીકે સિંહાના નામનો સ્વીકાર કર્યો છે. એનસીપી નેતા શરદ પવારના દિલ્હી ખાતેના નિવાસસ્થાને મળેલી બેઠકમાં સિંહાના નામ પર સર્વસહમતિ સધાઈ હતી. સિંહાએ તેમના સાર્વજનિક જીવનની શરૂઆત આઈએએસ અધિકારી તરીકે કરી હતી. તેઓ વાજપેયી સરકારમાં વિદેશમંત્રી તથા નાણામંત્રી પણ રહ્યા હતા. મોદી-શાહની બીજેપીમાં માફક ન આવતાં તેમણે પાર્ટી છોડી દીધી હતી અને રાજનીતિમાંથી સન્યાસ લઈ લીધો હતો. જોકે, ગત વર્ષે તેઓ તથા પૂર્વ ભાજપી નેતા શત્રુઘ્ન સિંહા મમતા બેનરજીની તૃણમુલ કૉંગ્રેસમાં જોડાઈ ગયા હતા. વિપક્ષના મતે સિંહા “રાષ્ટ્રપતિપદે નિર્વિરોધ ચૂંટાવાને પાત્ર ઉમેદવાર” છે, પરંતુ ભાજપ દ્વારા વિપક્ષના ઉમેદવારને સ્વીકારવામાં આવે તેવી શક્યતા નહિવત્ હોય 18 જુલાઈએના મતદાન થશે અને 21 જુલાઈએ મતગણતરી થશે.

संबंधित पोस्ट

અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે નગરપાલિકા હોલ ખાતે ભારતીય જનતા પાર્ટી ની કારોબારી બેઠક યોજાઇ

Shanti Shram

વિચરતી જાતિના પરિવારો માટે વસાહત તેમજ બાળકો માટે છાત્રાલયનું લોકાર્પણ કર્યુ હતું

Shanti Shram

ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કરી માંગ : Delhi નું નામ બદલીને Indraprastha કરવામાં આવશે ???

shantishramteam

पूर्व कप्तान सौरव गांगुली के पहले कोच अशोक मुस्तफी का निधन

Admin

અંબાજી ખાતે માતાજીના દર્શન કરતાં ૫૦ મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યક્ષશ્રી આઇ.કે.જાડેજા

Shanti Shram

Mass graves dug in Iran for coronavirus victims visible from space: Report

Admin