Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
રમતો

સદી હોય કે રન, પાર્ટનરશિપમાં સૌરવ ગાંગુલી-સચિનની આસપાસ પણ કોઇ નથી

ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી પોતાના 50માં જન્મદિવસની ઉજવણી કરી રહ્યો છે. દાદાના નામથી જાણીતા ગાંગુલી આ સમયે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ છે. તે પહેલા ભારતીય ટીમની કેપ્ટન્સી કરતા હતા અને હવે ભારતીય બોર્ડની અધ્યક્ષતા કરતા દેશના ક્રિકેટને આગળ લઇ જવામાં યોગદાન આપી રહ્યા છે. સૌરવ ગાંગુલીએ જ વિદેશમાં ભારતીય ટીમને જીતતા શીખવાડી છે.

ગાંગુલીએ પોતાની ક્રિકેટ કરિયરમાં કેટલાક રેકોર્ડ તોડ્યા છે અને બનાવ્યા છે. તે મેદાન પર પોતાની રમત રમતા હતા. આ સિવાય સાથી ખેલાડી સાથે મોટી પાર્ટનરશિપ માટે પણ જાણીતા હતા.

Advertisement

વન ડે ક્રિકેટમાં કોઇ પણ વિકેટ માટે કોઇ એક ખેલાડી સાથે પાર્ટનરશિપ કરતા જો કરિયરમાં સૌથી વધુ રન બનાવવાની વાત હોય કે પછી કોઇ એક ખેલાડી સાથે ભાગીદારી કરતા સૌથી વધુ સદી ફટકારવાની વાત હોય, દરેક મામલે ગાંગુલી જ ટોપ પર છે.

ગાંગુલી-સચિનની તોડીએ બનાવ્યા છે સૌથી વધારે રન

Advertisement

મહત્વપૂર્ણ છે કે સૌરવ ગાંગુલીએ પોતાની કરિયરમાં સચિન તેંડુલકર સાથે સૌથી વધુ રન અને સૌથી વધુ સદીની ભાગીદારી કરી છે. બન્નેએ મળીને 176 વન ડે મેચ રમી છે જેમાં વિશ્વમાં સૌથી વધુ 8227 રનની ભાગીદારી કરી છે. તે બાદ બીજા નંબર પર શ્રીલંકન મહિલા જયવર્ધને અને કુમાર સંગાકારાની જોડી છે જેમણે 5992 રન બનાવ્યા છે. અહી પણ ગાંગુલી-સચિન ઘણા આગળ છે.

સદી મામલે પણ ગાંગુલી-સચિન ટોપ પર

Advertisement

આ સિવાય કોઇ પણ વિકેટ માટે સૌથી વધુ સદીની પાર્ટનરશિપની વાત કરીએ તો અહી પણ ગાંગુલી અને સચિનની જોડી ટોપ પર છે. આ બન્નેએ પાર્ટનરશિપ કરતા 176 વન ડે મેચમાં 26 સદી ફટકારી છે.

તે બાદ આ યાદીમાં બીજા નંબર પર શ્રીલંકાના તિલકરત્ને દિલશાન અને કુમાર સંગાકારાની જોડી છે. જેમણે મળીને 20 સદી ફટકારી છે. અહી પણ ગાંગુલી-સચિન ઘણા આગળ છે.

Advertisement

संबंधित पोस्ट

સ્પોર્ટ્સ પ્રેમીઓ માટે ખુશીના સમાચાર: હવે રાજકોટ ખાતે બનશે વિશાળ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ૧૨૦૦ પ્રેક્ષકો બેસી શકે તેવું વિશાળ ઇનડોર સ્ટેડિયમ

Shanti Shram

कोविड-19 के इस मुश्किल समय में हेल्थ और हाइजिन से जुड़े प्रोडक्ट्स पर एशियन पेंट्स का जोर: अमित सिंगलेे

Admin

हफ्ते के आखिरी दिन गिरावट के साथ खुले शेयर बाजार, RIL और HDFC के शेयर टूटे

Admin

RIL को पहली तिमाही में हुआ 13,248 करोड़ रुपये का मुनाफा, जियो के ARPU में हुई 7.4 फीसद की वृद्धि

Admin

Chris Gayle: પહેલા IPL હવે આ ટી-10 લીગમાં રમવા માટે ક્રિસ ગેલે CPL છોડી

Shanti Shram

ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ જલદી કરશે લગ્ન, મુંબઇમાં યોજાશે લગ્નઃ રિપોર્ટ

Shanti Shram