Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
બિઝનેસ

પોલિયેસ્ટર સાડી અને ડ્રેસ મટીરિયલ્સ માટે પ્રખ્યાત સુરતમાં પડદાના કાપડનો વેપાર પણ વધ્યો

સાડી અને ડ્રેસ મટીરિયલ્સમાં જોડાયેલા કેટલાક વેપારીઓ હવે પડદાના કાપડના વેપારમાં જોડાઇ રહ્યા છે. સુરતમાં હાલ પ્રતિદિન 8 લાખ મીટર પડદાના કાપડનું ઉત્પાદન થાય છે જે દેશ અને વિદેશમાં વેચાય છે.

પડદાના કાપડના વેપાર સાથે જોડાયેલા વેપારીઓનું કહેવં છે કે સુરતમાં હાલ આશરે 300 વેપારીઓ પડદાના કાપડના વેચાણ સાથે જોડાયા છે. પડદાનું ગ્રે વોર્પ નીટિંગ મશીન પર તૈયાર થાય છે. જે મોટાભાગે સુરતના બહારથી આવે છે. જેના પર ડાઇંગ પ્રોસેસિંગ સુરતમાં કરવામાં આવે છે. પડદાના કાપડ માટે પાણીપત જાણીતં બજાર છે જોકે હવે સુરતમાં પણ ખાસ્સુ ઉત્પાદન થવા લાગ્યું છે. પાણીપતમાં પણ સુરતના વેપારીઓ પડદાનું કાપડ વેચે છે. તે સિવાય દુબઇ, બાંગ્લાદેશ, શ્રાીલંકા સહિત કેટલાક દેશોમાં પડદાનું કાપડ એક્સપોર્ટ થાય છે.
પહેલા સુરતમાંથી પડદાના કાપડનું વેચાણ થતં હતું. જોકે થોડા દિવસ પહેલા રેડીમેડ સ્ટીચ સાથેના પડદાનું વેચાણ શરૂ થતા સુરતના સાડી અને ડ્રેસના વેપારીઓ પણ તેમાં જોડાઇ ગયા છે. પડદાનું કાપડ પડદાની સાથે ટેન્ટ, ગારમેન્ટ અને ડાઇનિંગ ટેબલ સહિત અનેક રીતે ઉપયોગમાં લેવાતા હાલ પણ તેની ડિમાન્ડ છે અને આગામી એકાદ મહિનો સારી ડિમાન્ડ રહેવાની સંભાવના છે.
તૈયાર પડદા બનાવનારાઓની પણ સંખ્યામાં વધારો
પડદાનુ કાપડ બનાવનારા કેટલાક ઉત્પાદકોએ માર્કેટ વિસ્તારમાં રીટેઇલર તરીકે પણ કામગીરી શરુ કરી છે. જેથી માર્કેટમાં જેવી માંગ હોય તે પ્રમાણે જ પડદાનુ કાપડ બનાવતા હોય છે. સાથે સાથે કેટલાક વેપારીઓએ તો પડદાનુ કાપડ બનાવવાની સાથે તૈયાર પડદા પણ બનાવી આપવાની શરુઆત કરી છે. આજથી પાંચેક વર્ષ પહેલા માર્કેટ વિસ્તારમાં ગણતરીના લોકો જ આ કામગીરીમાં જોડાતા હતા. જ્યારે ધીમે ધીમે આ વેપારમાં મોટી સંખ્યામાં વેપારીઓ જોડાતા થયા છે.
Advertisement

संबंधित पोस्ट

રાકેશ ઝુનઝુનવાલાએ આ સ્ટોકમાં માત્ર 11 દિવસમાં 1100 કરોડની કમાણી કરી, વધુ વૃદ્ધિની અપેક્ષા

Shanti Shram

મોદી સરકારની સરકારી કર્મચારીઓને નવા વર્ષની ભેટ

Shanti Shram

સબસીડી માં થયા વધારાથી ખાતરના ભાવ વધારામાં ખેડૂતો બચી ગયા છે! પરંતુ ડીઝલથી કોણ બચાવશે?

shantishramteam

સરકારી યોજના/ ભારત સરકાર મહિલાઓને આપે છે 6000 રૂપિયા, 3 હપ્તામાં મળશે રૂપિયા

Shanti Shram

આ મોટી કંપનીએ કર્મચારીઓને આપ્યો ઝટકો, 1 લાખ કર્મચારીઓની કરી છટણી

Shanti Shram

સરકારી નોકરી માટે GPSC દ્રારા નવું કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું, 1203 જગ્યાઓ માટે કરાશે ભરતી

Shanti Shram