Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
રાજકારણ

જે કરવું હોય તે કરો, આ વખતે ચૂંટણી જીતો,ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 પહેલા કોંગ્રસ એક્શન મોડમાં આવી,હાઈકમાન્ડ દ્વારા ગુજરાત કોંગ્રેસને ખુલ્લો દોર અપાયો

આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હીથી હાઇકમાન્ડનું તેડું આવતા અડધો ડઝનથી વધુ કોંગ્રેસના નેતાઓ દિલ્હી પહોંચ્યા હતા. કોંગ્રેસ ટાસ્ક ફોર્સે ચૂંટણીની તૈયારી માટે દિલ્હીમાં સોમવારે બેઠક કરી હતી. જે 5 કલાક ચાલી હતી. ગુજરાત કોંગ્રેસના અને કેન્દ્રીય નેતાઓ વચ્ચે વિચારવિમર્શ થયો હતો. ટાસ્ક ફોર્સની બેઠકમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રઘુ શર્મા, ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, વિપક્ષ નેતા સુખરામ રાઠવા, અમિત ચાવડા, પરેશ ધાનાણી, દિપક બાબરીયા સહિતના નેતાઓ દિલ્હી ગયા હતા. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા, કે.સી. વેણુગોપાલ, રણદીપ સુરજેવાલા, અજય માકણ, પૂર્વ નાણામંત્રી પી.ચિદંબરમ અને કોંગ્રેસના ચૂંટણી રણનીતિકાર સુનિલ કાનૂનગોલૂ હાજર હતા. તો પ્રભારી રઘુ શર્મા ગુજરાત કોંગ્રેસના આયોજનો અંગે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું અને ચૂંટણીલક્ષી તૈયારીઓની સમીક્ષા કરાઈ હતી. જેમાં ગુજરાતના નેતાઓને રાજ્યમાં છેલ્લા 27 વર્ષોથી શાસન કરી રહેલી ભાજપને સત્તાથી હટાવવા માટે વિધાનસભા ચૂંટણી માટે એકજૂટ થવાની તૈયારી કરવા કહેવામાં આવ્યું. રણનીતિના ભાગરૂપે, પાર્ટી મુખ્યરીતે કોવિડ મહામારી દરમિયાન રાજ્ય સરકારની નિષ્ફળતાઓને ઉજાગર કરશે. હાઈકમાન્ડ દ્વારા ગુજરાત કોંગ્રેસને ખુલ્લો દોર અપાયો મળતી માહિતી અનુસાર, દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં હાઈકમાન્ડ દ્વારા ગુજરાત કોંગ્રેસને ખુલ્લો દોર અપાયો છે. વિધાનસભાની ચૂંટણીમાં પ્રદેશ કોંગ્રેસને નિર્ણય લેવા સ્વતંત્રતા આપવામાં આવી છે. કોઇપણ ભોગે 2022ની ચૂંટણીમાં પરિણામ લાવવા સૂચના અપાઈ છે. હરીફ પક્ષોનાં નામ લીધા વગર પ્રચાર કરવા સૂચના અપાઈ છે. રાજ્ય વિસ્તારમાં ખાલી પડેલાં વિવિધ પદો પર નિયુક્તિ કરવા સૂચના અપાઈ છે. કેન્દ્રીય કોંગ્રેસ નેતૃત્વએ પોતાની ગુજરાત યુનિટથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર વ્યક્તિગત હુમલો કરતા સંયમ રાખવા કહ્યું છે.

संबंधित पोस्ट

પાટણ ગુંગડી પાટી સેવા સહ મંડળીની ચૂંટણીમાં હવે 11 બેઠક માટે 22 ઉમેદવાર મેદાનમાં

Shanti Shram

શિવસેના પર ઉદ્ધવનું વલણ ભારેઃ મુંડે અને મહાજનને કલાકો સુધી રાહ જોતા હતા, રાજ અને રાણેએ પણ કંટાળીને પાર્ટી છોડી દીધી

Shanti Shram

દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરનો પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો

Shanti Shram

ભારતની અપીલ – નાના અને હળવા હથિયારોનો ગેરકાયદેસર વેપાર બંધ કરો, તે આતંકવાદના ખતરા સાથે કામ કરવામાં અડચણ

Shanti Shram

દાહોદના સાગડાપાડા ગામે ભારતીય જનતા પાર્ટીની સંજેલી તથા ફતેપુરા મંડળની કારોબારી બેઠક યોજાઇ

Shanti Shram

દીઓદરમાં સરપંચ પદે શ્રીમતી કિરણકુમારી ગિરિરાજસિંહજી વાઘેલાનો ભવ્ય વિજય

Shanti Shram