Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
બિઝનેસ વ્યક્તિગત નાણાં

ગૌતમ અદાણીની 100 અબજ ડોલર ક્લબમાં વાપસી, મુકેશ અંબાણી ટોપ 10ની યાદીમાં બહાર

નેટવર્થના મામલે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી વચ્ચે હંમેશા હોડ જામેલી હોય છે. આ વચ્ચે હવે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી ફરી એકવાર 100 અબજ ડોલર ક્લબ (100 Billion Dollar club)માં સામેલ થઇ ગયા છે.  બ્લૂમબર્ગ બિલિયનેર ઇન્ડેક્સ અનુસાર અદાણી 100 અબજ ડોલરની નેટવર્થની સાથે વિશ્વના ધનાઢ્યોની યાદીમાં છઠ્ઠા ક્રમાંકે પહોંચી ચૂક્યા છે. બુધવારે તેમની નેટવર્થમાં 1.65 અબજ ડોલરનો વધારો થયો હતો. આ વર્ષે તેમની નેટવર્થમાં 23.7 અબજ ડોલરનો વધારો થયો છે. આ વર્ષે સૌથી વધુ કમાણી કરવાના મામલે અદાણી પહેલા નંબર પર છે. તે ઉપરાંત ભારત અને એશિયાના ધનિકોની યાદીમાં પણ પહેલા ક્રમાંકે છે.

મુકેશ અંબાણી 11માં ક્રમાંકે

Advertisement

આ વચ્ચે દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી 86.3 અબજ ડોલરની નેટવર્થની સાથે 11માં ક્રમાંકે છે. બુધવારે તેમની નેટવર્થમાં 63.9 કરોડ ડોલરનો ઘટાડો થયો હતો. આ વર્ષે તેમની નેટવર્થમાં કુલ 3.65 અબજ ડોલરનો ઘટાડો થયો છે. તેઓ એશિયા અને ભારતમાં ગૌતમ અદાણી પછી સૌથી ધનિકની યાદીમાં બીજા ક્રમે છે. આઇટી કંપની વિપ્રોના ચેરમેન અઝીમ પ્રેમજી 25.8 અબજ ડોલરની નેટવર્થની સાથે વિશ્વના ધનાઢ્યોની યાદીમાં 46માં સ્થાને છે.

પહેલા નંબર પર કોણ છે

Advertisement

ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા અને સ્પેસએક્સના સીઇઓ ઇલોન મસ્ક 214 અબજ ડોલરની નેટવર્થની સાથે આ યાદીમાં પહેલા નંબરે યથાવત્ છે. આ વર્ષે તેમની નેટવર્થમાં 56.8 અબજ ડોલરનો ઘટાડો થયો છે. એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ 138 અબજ ડોલરની સાથે બીજા સ્થાન પર છે. ફ્રાન્સના ઉદ્યોગપતિ અને દુનિયાની સૌથી મોટી લક્ઝરી ગુડ્સ કંપની LVMH Moet Henessyના બર્નાર્ડ આરનોલ્ટ 128 અબજ ડોલરની સંપત્તિ સાથે ત્રીજા ક્રમાંકે અને માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ ચોથા ક્રમાંકે છે. લેરી પેજ 104 અબજ ડોલરની નેટવર્થની સાથે આ યાદીમાં પાંચમાં સ્થાને છે.

Advertisement

संबंधित पोस्ट

સિન્થેટિક ડાયમંડની વૈશ્વિક સ્તરે વધતી માંગ, સુરતના વેપારીઓમાં ખુશીનો માહોલ

Shanti Shram

ઓઈલ કંપનીઓએ જાહેર કર્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, જાણો તમારા શહેરમાં કેટલા છે ભાવ

Shanti Shram

Investment / તમને સેવિંગ બેંક એકાઉન્ટ પર 7 ટકા સુધી જોઈએ રિટર્ન? આ સ્મોલ ફાઈનેન્સ બેંકમાં કરો રોકાણ

Shanti Shram

લોધિકા જી.આઈ.ડી.સી. મેટોડા ખાતે ઉદ્યોગ સંપર્ક કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો

Shanti Shram

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેના કરોડો ખાતાધારકોને કર્યા એલર્ટ

Shanti Shram

કડાકો / તળિયે પહોંચ્યો રૂપિયો, ડોલરની સરખામણીએ 79.04 પર પહોંચી ભારતીય કરન્સી

Shanti Shram