Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
રાષ્ટ્રીય

રાજ્યસભામાં જનારી પીટી ઉષા કેવી રીતે બની હતી ઉડન પરી, ત્રણ ઓલિમ્પિકમાં નામ કર્યુ રોશન

કેરળના કોઝિકોડ જિલ્લાના એક નાના ગામમાં જન્મેલી પીટી ઉષાએ રમતના ક્ષેત્રમાં એક એવી સિદ્ધિ મેળવી છે જેને એક મિસાલ કાયમ કરી છે. હવા સાથે વાત કરનારી રેસર પીટી ઉષાને ઉડન પરીના નામથી પણ ઓળખવામાં આવે છે. પીટી ઉષાએ ત્રણ ઓલિમ્પિકમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યુ છે.

હવે આ મહાન એથલીટ પીટી ઉષાને રાજ્યસભા માટે પસંદ કરવામાં આવી છે. પીટી ઉષા ઓલિમ્પિકમાં ફાઇનલ રમનારી દેશની પ્રથમ મહિલા એથલીટ પણ રહી છે, તેણે આ સિદ્ધિ 1984માં લોસ એન્જલસ ઓલિમ્પિકમાં મેળવી હતી.

Advertisement

પીટી ઉષા લાખો યુવતીઓ માટે રોલ મોડલ અને પ્રેરણા રહી છે, જે રમતમાં કરિયર, વિશેષ રીતે ટ્રેક અને ફીલ્ડ ઇવેન્ટમાં જવા માંગે છે. પોતાની કરિયરમાં પીટી ઉષાએ કેટલાક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યા છે અને તેને તોડ્યા છે.

ઉડન પરી સિવાય પીટી ઉષા પય્યોલી એક્સપ્રેસ અને સુનહરી કન્યાના નામથી પણ જાણીતી છે. પીટી ઉષાએ વિશ્વ જૂનિયર આમંત્રણ મીટ,એશિયન ચેમ્પિયનશીપ અને એશિયન ગેમ્સ સહિત કેટલીક આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં મેડલ જીત્યા છે.

Advertisement

1984માં લોસ એન્જલસ ઓલિમ્પિકમાં પીટી ઉષા ટ્રેક એન્ડ ફીલ્ડમાં ભારતને પ્રથમ મેડલ અપાવતા ચુકી ગઇ હતી. તે 400 મીટર રેસમાં ચોથા સ્થાને રહી હતી અને 1/100 સેકન્ડથી બ્રોન્ઝ મેડલ જીતવાથી ચુકી ગઇ હતી.પીટી ઉષાએ રમતમાંથી રિટાયરમેન્ટ બાદ ઉષા સ્કૂલ ઓફ એથલેટિક્સની શરૂઆત કરી હતી, જે પ્રતિભાશાળી યુવાઓને વર્લ્ડ લેવલની સુવિધા આપે છે. અહી ટ્રેઇન કેટલાક એથલીટ્સ દેશનું પ્રતિનિધિત્વ કરવા અને આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં મેડલ જીતવા માટે આગળ વધ્યા છે.

પીટી ઉષાને અર્જૂન એવોર્ડ અને પદ્મ શ્રીથી સમ્માનિત કરવામાં આવી ચુકી છે, તેણે 1986માં સિયોલ એશિયન ગેમ્સમાં 4 ગોલ્ડ મેડલ સાથે એક સિલ્વર મેડલ પણ જીત્યો હતો. હવે તે રાજ્યસભાના સબ્ય તરીકે પોતાની સેવા આપશે. પીટી ઉષાનું નામ ભારતીય સ્પોર્ટ્સ એથલીટમાં સમ્માનથી લેવામાં આવે છે.

Advertisement

संबंधित पोस्ट

હવે તમારુ અકાઉન્ટ નંબર તમારા લકી નંબરની પસંદગી કરી બનાવો ,જાણો કઈ બેંકે શરૂ કરી વિશેષ સુવિધા

shantishramteam

પૂજ્ય આચાર્ય શ્રી પ્રભાકર સુરીશ્વરજી મ.સા. આદિ ઠાણાના ચાતુર્માસની જાહેરાત કરવામાં આવી.

Shanti Shram

શંકર ચૌધરી નું રાજકિય કદ વધ્યુ થઇ નવી નિયુક્તી.

Shanti Shram

નાના બાળકો માટે જરૂરી નથી માસ્ક : કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડિરેક્ટોરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ

shantishramteam

ઓક્સિજન વૈજ્ઞાનિકની ઓક્સિજનના અભાવે મૃત્યુ !!!

shantishramteam

અમદાવાદ ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલનો પ્રારંભ

Shanti Shram