Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
રમતો

વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત, શિખર ધવન સંભાળશે કમાન

વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. શિખર ધવન આ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે જ્યારે રવિન્દ્ર જાડેજાને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ઇંગ્લેન્ડમાં રમાનાર ટી-20 અને વન ડે સીરિઝ પછી ભારત વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે જશે, જ્યા ત્રણ વન ડે મેચ રમાવાની છે.

વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ વન ડે શ્રેણી માટે ટીમ ઇન્ડિયા

Advertisement

શિખર ધવન (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા (વાઇસ કેપ્ટન), રૂતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડ્ડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, ઇશાન કિશન (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અવેશ ખાન, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ

વન ડે ટીમમાં કેટલાક નામની વાપસી થઇ છે જેમાં સંજૂ સેમસન, અક્ષર પટેલ, મોહમ્મદ સિરાજ જેવા નામ સામેલ છે. જ્યારે ઇશાન કિશન અને શુભમન ગિલને પણ આ સીરિઝમાં તક આપવામાં આવી છે.

Advertisement

17 સભ્યોની ટીમમાં રોહિત-કોહલીને આરામ

બીસીસીઆઇએ વેસ્ટ ઇન્ડીઝમાં ત્રણ વન ડે મેચની શ્રેણી માટેના પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જે જાહેરાત કરી છે તેમાં સીનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. 17 સભ્યોની ટીમમાં રોહિત શર્મા, રિષભ પંત, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા અને જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી જેવા મોટા ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે.

Advertisement

સંજુ સેમસનની ટી-20 પછી વન ડેમાં પણ વાપસી થઇ છે. શુભમન ગિલને પણ વન ડે ટીમમાં તક આપવામાં આવી છે. શુભમન ગિલે અંતિમ વન ડે ડિસેમ્બર 2022માં રમી હતી. દીપક હુડ્ડા પર સિલેક્ટર્સે વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને ટી-20માં સારા પ્રદર્શન બાદ વન ડે ટીમમાં પસંદગી થઇ છે. અર્શદીપને પણ ટી-20 પછી વન ડે ટીમમાં જગ્યા મળી છે.

ભારતનો વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ

Advertisement

પ્રથમ વન ડે-22 જુલાઇ, સાંજે 7 વાગ્યે
બીજી વન ડે- 24 જુલાઇ, સાંજે 7 વાગ્યે
ત્રીજી વન ડે- 27 જુલાઇ, સાંજે 7 વાગ્યે

પ્રથમ ટી-20- 29 જુલાઇ
બીજી ટી-20- 1 ઓગસ્ટ
ત્રીજી ટી-20- 2 ઓગસ્ટ
ચોથી ટી-20- 6 ઓગસ્ટ
પાંચમી ટી-20 7 ઓગસ્ટ

Advertisement

અત્યારે વન ડે શ્રેણી માટે જ ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે જ્યારે ટી-20 સીરિઝ માટે પછી જાહેરાત કરવામાં આવશે. આશા કરવામાં આવી રહી છે કે પાંચ મેચની ટી-20 સીરિઝ માટે સીનિયર ખેલાડીઓની વાપસી થઇ શકે છે કારણ કે ટી-20 વર્લ્ડકપની તૈયારી માટે ઘણી મહત્વની સીરિઝ છે.

Advertisement

संबंधित पोस्ट

મહેન્દ્ર સિંહ ધોનીના ટ્વીટર પર થી હટાવાઈ બ્લૂ ટિક, જાણો ક્યા કારણે ?

shantishramteam

વિન્ડીઝ સામે જીત બાદ પણ આ વાતથી ખુશ ના થયો ગબ્બર, મેચ પછી કર્યો ખુલાસો

Shanti Shram

એન્ગ સિરીઝમાં પૂજારાની બદલી પર હોગ. 

shantishramteam

ઓલમ્પિકમાં ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ, નીરજ ચોપરા એ રચ્યો ઇતિહાસ

shantishramteam

શ્રીલંકાએ T20 સીરિઝ 2-1થી જીતી લીધી

shantishramteam

T20 વર્લ્ડકપ માટે તમામ 16 ટીમના નામ થયા ફાઇનલ, ઝિમ્બાબ્વે-નેધરલેન્ડે ક્વોલિફાઇ કર્યુ

Shanti Shram