Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
બિઝનેસ

વેપારીઓને રાહત: નાના વેપારીઓને મળી મોટી રાહત 651 નંબર રીવોકેશન આપમેળે થશે પહેલાં કારણો મુજબની પરિપૂર્તિ કરવાથી સિસ્ટમમાંથી નંબર ચાલુ થશે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)માં નાના વેપારીઓને મોટી રાહત

વેપારીઓને રાહત: નાના વેપારીઓને મળી મોટી રાહત 651 નંબર રીવોકેશન આપમેળે થશે પહેલાં કારણો મુજબની પરિપૂર્તિ કરવાથી સિસ્ટમમાંથી નંબર ચાલુ થશે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)માં નાના વેપારીઓને મોટી રાહત મળી છે. કમ્પોઝિશન ટેક્સ તળે આવતા નાના વેપારીઓ દ્વારા રિટર્ન ફાઇલ કરવામાં ચૂક થાય તો તેઓના જીએસટી નંબર રદ્‌ કરવામાં આવતા હતા અને બાદમાં તેને પૂર્નજીવિત (રીવોકેશન) કરવા માટે જીએસટી કચેરીઓના ધક્કા, કર્મચારીઓના ભ્રષ્ટાચાર સહિતની બાબતોમાંથી પસાર થવું પડતુ હતુ. પરંતુ હવે નાના વેપારીઓ માટે કમ્પોઝિશન ટેક્સ તળેના નાના વેપારીઓએ 3 મહિના અને રેગ્યુલર જીએસટી કરદાતાએ 1 મહિનામાં નિયત રિટર્ન ફાઇલ ન કર્યું હોય તો તેઓના નંબર સસ્પેન્ડ કરવામાં આવતા હતા, અને નિયત સમય મર્યાદામાં ખુલાસા કરવામાં નિષ્ફળ રહે તો નંબર રદ્‌ પણ કરવામાં આવતા હતા. નંબર રીવોકેશન માટે નાના કરદાતા જીએસટી કર્મચારીઓ સમક્ષ કચેરીમાં જાય ત્યારે તેઓને સંતોષકારક જવાબ મળતા નથી, માર્ગદર્શન અપાતુ નથી, અને ભ્રષ્ટાચારનો માર્ગ અપનાવવા આડતરા સંકેતો આપવામાં આવતા હતા. પરંતુ હવે નાના વેપારીઓને નંબર સસ્પેન્શન અંગે નોટિસ પાઠવવામાં આવે તો, તમામ રિટર્ન લાદવામાં આવેલી પેનલ્ટી સહિત ફાઇલ કરી દેવામાં આવે તો સીસ્ટમ દ્વારા જ ઓટોમેટિક રીતે તેઓના નંબર રીવોકેશન થઇ જશે, તેના માટે નાના કરદાતાઓએ જીએસટી કચેરીના પગથીયા ઘસવા હવે જરૂરી નથી અને અધિકારીઓની લાચારી પણ નહીં કરવી પડે.

Advertisement

संबंधित पोस्ट

વેપારીઓએ સરકારને આપી ચીમકી: જો 18મી પછી વેપાર-ધંધા શરૂ નહીં કરો, તો દુકાનોનાં શટર સવિનય કાનૂન ભંગ કરી ખોલી નાખીશું

shantishramteam

રિલાયન્સે હવે રિટેલ ફૂડ બિઝનેસમાં પ્રવેશ કર્યો, બ્રિટનની ‘પ્રેટ એ મેજર’ ફૂડ ચેઇન સાથે હાથ મિલાવ્યો

Shanti Shram

કોરોનાની બીજી લહેર બાદ RTO ની આવકમાં વધારો

shantishramteam

વડગામ તાલુકાના ડાલવાણા ગામે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ સખી મંડળોની મુલાકાતે

Shanti Shram

ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરતા રોકાણકારો માટે મોટા સમાચાર, 1 જુલાઇથી ક્રિપ્ટો પર આટલો TDS કપાશે

Shanti Shram

IITGNની નવી પ્રયોગશાળા દેશમાં અગ્નિ સલામતી વધારવા માટે સંશોધન અને પરીક્ષણના પ્રયાસોમાં મદદ કરશે

Shanti Shram