Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
જીવનશૈલી

લાઇફસ્ટાઇલ / વરસાદમાં જરૂર પીવો ગાર્લિક વેજિટેબલ સૂપ, તમારા પરિવારને રાખો ફિટ એન્ડ ફાઇન

વરસાદમાં સૂપ પીવો જ જોઈએ. ગરમ સૂપ પીવાથી પોષણ મળે છે અને શરીરમાં ગરમી આવે છે. સૂપ પીવાથી શરદી-ખાસીમાં પણ આરામ મળે છે. ખાસ કરીને વરસાદમાં વેજિટેબલ કાચું ખાવાના બદલે સૂપમાં ઉમેરીને પીવું. તેની સાથે શાકભાજીના પૌષ્ટિક તત્વો પણ મળી રહે છે અને તમને ભરપૂર લાભ પણ મળે છે. જો તમે સૂપને વધુ હેલ્ધી બનાવવા માંગો છો તો તેમાં લસણ ઉમેરો. આ તમને વજન ઘટાડવામાં પણ મદદ કરશે. મિક્સ વેજિટેબલ ગાર્લિક સૂપ ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. જો તમારે સૂપને થોડું ઘટ્ટ બનાવવું હોય તો તેમાં બારીક પીસેલા ઓટ્સ પણ ઉમેરી શકાય છે.

સૂપમાં લસણ ઉમેરવાથી તેનો સ્વાદ વધે છે. લસણમાં એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે જે તમને રોગોથી દૂર રાખવામાં મદદ કરે છે. આ સૂપ તમને વરસાદમાં સંક્રમણ સામે લડવામાં મદદ કરશે. તેને પીવાથી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત થશે.

Advertisement

મિક્સ વેજિટેબલ ગાર્લિક સૂપ રેસિપી

  • એક પેનમાં ઓઇલ નાખો અને તેમા 2 ચમચી લસણ અને ¼ કપ પ્યાજ નાખો
  • તેને મીડિયમ ફ્લેમ પર 2 મિનિટ માટે ફ્રાય કરો
  • હવે ઓઇલમાં બધા સમારેલા શાકભાજી નાખો
  • તમે તમારી પસંદ મુજબ કોબિજ, ગાજર, બ્રોકલી, બીન્સ, કોર્ન અથવા કોઈ પણ બીજા શાકભાજીઓનો ઉપયોગ કરી શકો છો
  • તમારે અંદાજે 3 કપ પાણી તેમા નાખવાનુ રહેશે. સ્વાદ મુજબ નમક અને પીસેલા કાળા મરી નાખો
  • તમામ વસ્તુને ઢાંકીને મધ્યમ ફ્લેમ પર 2 મિનિટ માટે ચલાવતા પકાવો
  • હવે સૂપને ઘટ્ટ કરવા માટે સૂપમાં થોડા ઓટ્સ અને કોથમિર મિક્સ કરો
  • અંદાજે 1 મિનિટ વધુ પકવો, તૈયાર છે ગરમાગરમ હેલ્ધી વેજિટેબલ સૂપ

Advertisement

संबंधित पोस्ट

મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા રાજ્યભરના યોગ કોચ-ટ્રેનર્સને કર્યુ પ્રેરક સંબોધન

Shanti Shram

દુનિયામાં આ સમુદાય નાં લોકો જીવે છે સૌથી લાંબુ જીવન, જાણો કેટલા વર્ષ સુધીનું હોય છે સરેરાશ આયુષ્ય…

shantishramteam

ભારત વિકાસ પરિષદ દિયોદર દ્વારા ધાબળા વિતરણ યોજાયું

Shanti Shram

ભાભર મધ્યે શ્રી શંકરભાઈ ચૌધરી દ્વારા જોગમાયા સુથારડી લેક (તળાવ)નું લોકાર્પણ યોજાયું.

Shanti Shram

કલેકટરશ્રી આનંદ પટેલે અંબાજી મુકામે યાત્રાળુઓ માટેની વ્યવસ્થાનું નિરીક્ષણ કરી સફાઇ કર્મીઓને મીઠાઇનું વિતરણ કર્યુ

Shanti Shram

Kitchen Tips: તમને સ્વાદની સાથે સ્વાસ્થ્યનો ખજાનો મળશે, ઘરે જ બનાવો ટેસ્ટી ઓટ્સ ઉત્પમ રેસીપી

Shanti Shram