Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત

વટવા GIDC વિસ્તારમાં રાંધણ ગેસને કોમર્શિયલ સિલિન્ડરમાં ભરીને વેચવાનું કૌભાંડ..

ઘરેલુ રાંધણ ગેસના બાટલામાંથી કોમર્શિયલ ગેસના બાટલામાં ગેસ ભરીને ડબલ કિંમતમાં વેચવાનું કૌભાંડ પકડાયું છે. PCB ની ટીમે વટવા GIDC વિસ્તારમાં આવેલા ગેસ એજન્સીના માલિકના ગેરકાયદેસર ગોડાઉનમાં ગેસના 104 બાટલા પકડી પાડયા હતા. PCB ની ટીમે બાતમીના આધારે રેડ પાડતા સ્થળ પરથી વજન કાંટા, કેપ, હીટ ગન સહિત3.39 લાખનો મુદ્દામાલ જપ્ત કરી સુમિત પ્રજાપતિ(22)નામના યુવકની અટકાયત કરવામાં આવી હતી. પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે આ જગ્યા બિપીન રામ નિવાસે બાથમે ભાડે રાખી હતી, જ્યારે વટવાGIDC વિસ્તારમાં જ ઘરેલુ ગેસ સપ્લાઈ કરવાની તેઓ એજન્સી પણ ધરાવે છે. ગેસ ભરવા માટે બિપીને સુમિતકુમાર તેમજ ગુલુ શ્રીનિવાસને નોકરીએ રાખ્યા હતા. જે પણ ગ્રાહકોએ ગેસની લાઈન લીધી હોય અથવા તો એજન્સી કે કંપની બદલી હોય તે ગ્રાહકોનું કનેકશન બિપીન ભાઈ કેન્સલ કરતા ન હતા અને કંપનીમાંથી તેમના નામે જ બાટલા મગાવતા હતા.બાટલાનું વજન કરી હીટ ગનથી સીલ કરતા રાંધણ ગેસના બાટલામાંથી ગેસ કોમર્શિયલ બાટલમાં ભરીને તેનું વજન કરી તેના પર કેપ લગાવીને હીટ ગનની મદદથી સીલ મારી દેવામાં આવતું હતું. ત્યારબાદ તે બાટલા ચા-નાસ્તાની લારીઓ, હોટલો, રેસ્ટોરન્ટ સહિતની જગ્યાએ સપ્લાય કરવામાં આવતા હતા.

संबंधित पोस्ट

વિકાસ દિવસ નિમિત્તે વાસણભાઇ આહીર અધ્યક્ષસ્થાને પાલનપુર ખાતે કાર્યક્રમ યોજાયો

Shanti Shram

ચાણસ્મા યોગાશ્રમ ખાતે દાતાશ્રી દ્વારા તિથિ ભોજન આપવામાં આવ્યું હતું

Shanti Shram

આણંદ માં આવેલ સરદાર પટેલ યુનિવર્સિટીના ઇતિહાસમાં પહેલીવાર વિધાર્થીને મરણોપરાંત Phdની ડીગ્રી કરાશે એનાયત

shantishramteam

સિધ્ધગિરિરાજમાં દાદા આદિશ્વરના દરબારમાં શક્રસ્તવભિષેક

Shanti Shram

અમદાવાદ પગથીયાના ઉપાશ્રય મધ્યે સમેતશીખર ભાવયાત્રા યોજાઇ.

Shanti Shram

શ્રી અયોધ્યાપુરમ તીર્થ મધ્યે ઉપધાન તપનો પ્રારંભ

Shanti Shram