Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
પર્યાવરણ

ખેડૂતોને વીજ પુરવઠાના અભાવે ખરીફ પાકમાં નુકસાનની ભીતિ, પીજીવીસીએલ મૌન

ચોમાસું બેસતા જ કચ્છભરમાં ખેડૂતોએ ખરીફ પાકના વાવેતરની શરૂઆત કરી છે. વરસાદ નિયમિતપણે શરૂ થાય તે પહેલાં વાવેતરને ટેકો આપવા ખેડૂતો મોટર વડે પાકને પાણી આપતા હોય છે. પણ પૂરતી વીજળીના અભાવે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઇ રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને આઠ કલાક વીજળી આપવાના વાયદા સામે કચ્છમાં ખેડૂતોને માત્ર ચારથી પાંચ કલાક વીજળી મળી રહી છે અને તેમાં પણ કપાત થતી હોવાનું ખેડૂતો ફરિયાદ કરી રહ્યા છે. અપૂરતા વીજ પુરવઠાના કારણે ખેડૂતોને ચોમાસાની વાવણીમાં તકલીફ પડી રહી છે ત્યારે પૂરતી વીજળી આપવામાં આવે ખેડૂતો માંગ કરી રહ્યા છે. કચ્છમાં ચોમાસું બેસતા જ ખેડૂતોએ મગફળી, કપાસ, ઘાસચારા અને અન્ય ખરીફ પાકોનું વાવેતર શરૂ કર્યું છે. કચ્છમાં આ વર્ષે 61,616 હેક્ટરમાં ચોમાસું વાવેતર કરવામાં આવ્યું છે. પણ ખેડૂતોને અપૂરતી વીજળીના કારણે અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. થોડા મહિના પહેલા સમગ્ર ગુજરાતમાં અપૂરતા વીજળીને લઈ ખેડૂતો દ્વારા ઠેરઠેર વિરોધ પ્રદશન કરવામાં આવ્યું હતું જેને ધ્યાનમાં લઈને ગુજરાત સરકારે ખેડૂતોને આઠ કલાક વીજળી આપવાનો વાયદો કર્યો હતો પંરતુ કચ્છમાં હજુ પણ ખેડૂતોને માત્ર ચારથી લાંચ કલાક વીજળી મળી રહી છે. એક તરફ રાજ્ય સરકાર વીજળીને લઈને પ્રચાર કરે છે કે ગુજરાત વીજળીમાં સરપ્લસ છે પંરતુ ખેડૂતો માટે વીજ ધાંધિયા હવે સામાન્ય બની ગયા છે. આઠ કલાકની બદલે માત્ર ચારથી લાંચ કલાક વીજળી આપવામાં આવી રહી છે. અને તેમાં પણ કટકે કટકે વીજળી અપાતા ખેડૂતોને મોટર બળી જવા જેવા નુકસાન પણ થઈ રહ્યા છે. કચ્છ જિલ્લામાં વરસાદનો પ્રમાણ પણ ખુબજ ઓછો હોય છે અને કચ્છના ખેડૂતો બોર આધારિત ખેતી ઉપર નિર્ભર છે પરંતુ આ અપૂરતા વીજળીને લઈને ખેડૂતો પરેશાન છે અને જો આવીજ પરિસ્થિતિ રહી તો કચ્છમાં ખેડૂતો એ વાવેલા ચોમાસાં પાકને મોટું નુકશાની જવાની ભીતિ હાલ જોવા મળી રહી છે. સરકારે આપેલા ખેડૂતોને પોતાના વચનો પૂરા કરે ને ખેડૂતોને પૂરતી વીજળી આપવામાં આવે તેવી કચ્છના ખેડૂતો માંગ કરી રહ્યા છે. બીજી તરફ કિસાન સૂર્યોદય યોજના અમલમાં મૂકવા પણ ખેડૂતો માંગ કરી રહ્યા છે. ખેડૂતોને દિવસના સમયે વીજળી આપવાની આ યોજના કચ્છમાં જોરે શોરે શરૂ કરવામાં આવી હતી પણ શરૂઆતની સાથે જ જાણે તેનો અંત આવી ગયો હોય તેમ તેની કામગીરીમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. કચ્છભરમાં ખેડૂતો માંગ કરી રહ્યા છે કે તેમને જો દિવસના સમયે વીજળી આપવામાં આવે તો તેમને રાત્રીના સમયે કામ કરવાની મુશ્કેલીઓમાંથી છુટકારો મળે.

Advertisement

संबंधित पोस्ट

સાબરમતી નદી, કાંકરીયા – ચંડોળા તળાવના પાણીમાં પણ મળ્યા કોરોનાના વાયરસ

shantishramteam

હવામાન વિભાગ દ્વારા અનુમાન, ઉત્તર પૂર્વ ભારતમાં ટૂંક સમયમાં ચોમાસું આવી શકે અને પૂરનું કારણ બની શકે

Shanti Shram

ચોમાસાના વાદળોને બદલે સૂર્યપ્રકાશ ખિલતા તાપમાન બે ડિગ્રી વધી ગયુ હવામાં ભેજનું પ્રમાણ સવારે 72 ટકા અને સાંજે 51 ટકા નોંધાયું સિહોર શહેરમાં મહત્તમ તાપમાન વધીને 37.2 ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ ગયું

Shanti Shram

ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખના હસ્તે કલોલ ખાતે ઔષધ વનમાં વૃક્ષારોપણ કરાયું. આયુષ નિદાન સારવાર કેમ્પને દીપપ્રાગટય કરીને ખુલ્લો મુકાયો.

Shanti Shram

નેપાળની યતી એરલાઇન્સ નું ડોમેસ્ટિક વિમાન ક્રેસ 32 ની લાશ બહાર નીકળી

Shanti Shram

શાંતિશ્રમ સમાચાર તાઃ૧૨-૦૩-૨૦૨૨ સમાચારની હાઈલાઈટ

Shanti Shram