



ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવ વ્રતજી જૂનાગઢની મુલાકાતે આવ્યા હતા તેઓએ આઝાદ ચોક ખાતે પ્લાસ્ટિક પ્રાકૃતિક કાફીનું ઉદઘાટન કરી કલેકટર કચેરી ખાતે હુમન લાયબ્રેરીની મુલાકાત લીધી બાદમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયેલ ખેડૂતોની કાર્ય શાળાને સંબોધન કર્યું તેઓએ જણાવ્યું હતું કે આઝાદી બાદ દેશની ખાદ્ય જરૂરિયાતને પૂરી કરવા હરિત ક્રાંતિના માધ્યમથી રાસાયણિક કૃષિએ સમયની માંગ હતી પરંતુ હવે રાસાયણિક કૃષિના પરિણામો સામે આવી રહ્યા છે રાસાયણિક ખાતરો અને જંતુનાશક કોના ઉંધાધુંધ ઉપયોગથી જળ જમીન અને પર્યાવરણ દૂષિત થઈ ગયા છે જમીનનો ઓર્ગેનિક કાર્બન સતત ઘટવાના કારણે જમીન બંજર બનતી જાય છે રાસાયણિક કૃષિમાં ખર્ચ સતત વધી રહ્યો છે અને ઉત્પાદન દિન પ્રતિદિન ઘટતું જાય છે જેના પરિણામે ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી રહી છે રાસાયણિક કૃષિથી ઉત્પાદિત ખાદ્યના આરોગવાથી લોકોને કેન્સર ડાયાબિટીસ જેવા અસાધ્ય રોગનો ભોગ બની રહ્યા છે ગ્લોબલ વોર્મિંગના સમસ્યા માટે રાસાયણિક કૃષિનો 24% જેટલો ફાળો રહ્યો છે રાસાયણિક કૃષિના દુષ્પ પરિણામો માંથી મુક્તિ મેળવવા માટે પ્રાકૃતિક કૃષિ એક મજબૂત વિકલ્પ છે