Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
રાષ્ટ્રીય

જાણવા જેવું/ રેલ્વેમાં મુસાફરી કરનારા લોકો માટે કામની વાત, ટ્રેનમાં આટલા રૂપિયામાં મળે છે ખાવા પીવાનો સામાન

તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થયો હતો, જેમાં શતાબ્દી ટ્રેનમાં એક ચાનું બિલ હતું. એક મુસાફરે ફોટો શેર કરીને દાવો કર્યો હતો કે, તેની પાસેથી 20 રૂપિયાની ચા પર 50 રૂપિયાનો સર્વિસ ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. તેથી કુલ મળીને તેને આ ચા 70 રૂપિયામાં પડી હતી. રેલ્વે દ્વારા ચા પર 50 રૂપિયાના ટેક્સ વસૂલવાને લઈને લોકોમાં પણ ભારે ગુસ્સો છે. સોશિયલ મીડિયા પર લોકો IRCTCની ટિકા કરી રહ્યા છે. જો કે ત્યાર બાદ રેલ્વે વિભાગે તેને લઈને સ્પષ્ટતા કરવી પડી હતી.

રેલ્વે વિભાગે આપી હતી સ્પષ્ટતા

રેલ્વેના અધિકારીના જણાવ્યા અનુસાર રાજધાની અથવા શતાબ્દી જેવી ટ્રેનમાં મુસાફરી કરનારા મુસાફરો જો મીલ બુક કરાવે છે, તો તેમની પાસેથી કોઈ ટેક્સ લેવામા આવતો નથી. જો મુસાફરે રિઝર્વેશન દરમિયાન ખાવાનું બુક નથી કરાવ્યું તો, તેમની પાસેથી સર્વિસ ચાર્જ તરીકે 50 રૂપિયા લેવામાં આવે છે. વર્ષ 2018માં રેલ્વે તરફથી આ આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. પણ ટ્રેનમાં મુસાફરી કરતી વખતે ખાવા પીવાના સામાનનો સાચો રેટ શું છે, તે જાણવું જરૂરી છે.

આટલો હોય છે ખાવાનો રેટ

  • નાશ્તો શાકાહારી- 40 રૂપિયા
  • નાશ્તો માસાહારી- 50 રૂપિયા
  • સ્ટાંડર્ડ મીલ શાકાહારી- 80 રૂપિયા
  • સ્ટાંડર્ડ મીલ માંસાહારી- 90
  • શાકાહારી બિરયાની- 80
  • ઈંડા બિરયાની- 90 રૂપિયા
  • ચિકન બિરયાની- 110 રૂપિયા

રાજધાની/ શતાબ્દી/ દૂરંતો

  • સવારની ચા- 35
  • નાશ્કો- 140
  • લંચ/ડિનર-245
  • સાંજની ચા- 140

રાજધાની/શતાબ્દી/ દૂરંતો (AC 3 & AC 2)

  • સવારની ચા- 20
  • નાશ્તો- 120
  • લંચ/ ડિનર- 185
  • સાંજની ચા- 90

દૂરંત ટ્રેની સ્લિપર ક્લાસ

  • સવારની ચા- 15
  • નાશ્તો- 65
  • લંચ/ ડિનર- 120
  • સાંજની ચા- 50

संबंधित पोस्ट

જામનગરમાં એકસાથે પાંચ લોકોની અંતિમયાત્રા નીકળતાં સમગ્ર વિસ્તારમાં આક્રંદ Shantishram News

Shanti Shram

યુપી એસટીએફ દ્વારા માફિયા અતીકના પુત્ર અસદ અને તેના સાથીનું એન્કાઉન્ટર Mafia Atiq’s Son and his accomplice were killed in an encounter

Shanti Shram

Heavy rains lash Delhi, traffic snarls in some areas

ShantishramTeamA

મુંબઈના DABBAWALA હવે રેસ્ટોરન્ટથી લોકો સુધી જમવાનું પહોંચાડશે

Say No to Exam Fear, PM Modi’s Mantra for #ExamWarriors is Here India

Shanti Shram

इंग्लैंड में पाकिस्तानी टीम से जुड़ेंगे मोहम्मद आमिर, दोनों कोरोना टेस्ट आया नेगेटिव

ShantishramTeamA