



રાજ્યમાં સૌપ્રથમ વખત બાસ્કેટબોલ લીગનું આયોજન: ઓલમ્પિક માટે ખેલાડીઓ તૈયાર કરવા ભાવનગરમાં ટુર્નામેન્ટનું આયોજન, 256 ખેલાડીઓ વચ્ચે 512 મેચ રમાશે એક દિવસમાં 80 જેટલી મેચ રમાડવામાં આવશે, દરેક મેચ જુલાઈ માસના દર શની-રવિ રમાડવામાં આવશે ભાવનગરના સિદસર રોડ પર આવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આજથી એક મહિના માટે બાસ્કેટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો હતો. નેશનલ લેવલ જેવી બાસ્કેટબોલ ઈવેન્ટનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતનામાં સૌપ્રથમ વાર ભાવનગર બાસ્કેટબોલ લીગનું આયોજન કરવામાં આવ્યું છે, આ ટુર્નામેન્ટ જુલાઈ માસના દર શનિવાર-રવિવારના રોજ બે સેશનમાં રમાડવામાં આવશે. આ લીગનો મુખ્ય ધ્યેય ભવિષ્યમાં 323 ગેમમાં 2024 માં પેરિસ ઓલમ્પિકમાં ઈન્ડિયા ક્વોલિફાઇ થાય અને તેમાં પણ ભાવનગર ખેલાડી સિલેક્ટ થાય તેવા ઉદ્દેશ સાથે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. 850 જેટલા પ્લયેર્સે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું ગુજરાતમાં પ્રથમવાર ભાવનગર ખાતે બાસ્કેટબોલ લીગ ્ટૂઊ્નામેન્ટનું આયોજન કરાયું છે. આ ટૂર્નામેન્ટમાં કુલ 850 જેટલા પ્લયેર્સનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાથી ટુર્નામેન્ટ માટે 256 પ્લયેર્સનું સિલેકસન કરવામાં આવ્યું છે. જેમાં 128 છોકરા અને 128 છોકરીઓની પસંદગી થયેલ છે. આ ટૂર્નામેન્ટમાં ટોટલ 512 મેચ રમાડવામાં આવશે. જેમાં દરેક મેચ જુલાઈ માસના દર શની-રવિ રમાડવામાં આવશે. આ