Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
બિઝનેસ

IITGNની નવી પ્રયોગશાળા દેશમાં અગ્નિ સલામતી વધારવા માટે સંશોધન અને પરીક્ષણના પ્રયાસોમાં મદદ કરશે

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી ગાંધીનગર (IITGN) દેશમાં અગ્નિ સલામતીના ક્ષેત્રમાં સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે એક નવી અગ્નિ પરીક્ષણ
પ્રયોગશાળાની સ્થાપના કરીને અને ઘણી વિદ્વતાપૂર્ણ પ્રવૃત્તિઓ હાથ ધરીને ફાયર સેફ્ટી એન્જિનિયરિંગમાં તેના પ્રયત્નોને વધારવા જઈ રહી છે.

ભારતના અગ્રણી અગ્નિશામક સાધનોના ઉત્પાદકોમાંના એક, અમદાવાદ સ્થિત શાહ ભોગીલાલ જેઠાલાલ એન્ડ બ્રધર્સ (AAAG India)ના મેનેજિંગ પાર્ટનર શ્રી મુકેશ શાહે આ હેતુ માટે ઉદાર સમર્થન પૂરું પાડ્યું છે. તેમના આ સહકારની પ્રશંસારૂપે, સંસ્થા શ્રી મુકેશ શાહના દાદા અને શાહ ભોગીલાલ જેઠાલાલ એન્ડ બ્રધર્સના સ્થાપકની યાદમાં તેની નવી અગ્નિ પરીક્ષણ સંશોધન પ્રયોગશાળાનું નામ ‘શાહ ભોગીલાલ જેઠાલાલ પેસિવ ફાયર સિસ્ટમ ટેસ્ટિંગ લેબોરેટરી’ રાખશે.

Advertisement

IITGN તેના સેન્ટર ફોર સેફ્ટી એન્જીનિયરિંગ (CSE) દ્વારા સલામતીના ક્ષેત્રમાં ઉચ્ચસ્તરના સંશોધન અને ગુણવત્તાયુક્ત શિક્ષણને અનુસરે છે, જે સલામતીની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે અને મુખ્યત્વે આગ સામે સલામતી પર કેન્દ્રિત છે. અંડરરાઇટર્સ લેબોરેટરી, યુએસએના સહયોગથી IITGN ખાતે દક્ષિણ
એશિયામાં પ્રથમ ફેસેડ ફાયર ટેસ્ટ સુવિધા પણ સ્થાપવામાં આવી હતી. નવી લેબોરેટરી બહુમાળી ઇમારતો, એરપોર્ટ, મેટ્રો રેલ અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં બિલ્ડિંગ તત્વોના નિર્ણાયક પરીક્ષણ દ્વારા આગ સલામતી વધારવામાં મદદ કરશે.

આ સાથે, સંસ્થા ફાયર સેફ્ટી એન્જિનિયરિંગ પર વિશેષ ભાર સાથે સેન્ટર ફોર સેફ્ટી એન્જિનિયરિંગની વિવિધ પ્રવૃત્તિઓને પણ વધારવા જઈ રહી છે. આમાં પ્રયોગશાળાના વિકાસ અને સંવર્ધન, અભ્યાસક્રમોનું શિક્ષણ, પ્રખ્યાત વિદ્વાનોને મુલાકાતી પ્રોફેસર અથવા નિવાસી વિદ્વાનો તરીકે આમંત્રિત કરવા, અને આ ક્ષેત્રમાં પરિસંવાદો,
પરિષદો, અથવા અન્ય વિદ્વતાપૂર્ણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

Advertisement

ફાયર સેફ્ટી એન્જિનિયરિંગને આગળ વધારવા માટેના નવા સહયોગ પર બોલતા, પ્રોફેસર અમિત પ્રશાંત, કાર્યકારી નિયામક, IITGN,એ જણાવ્યું કે, “રહેણાંક અને ઔદ્યોગિક પ્રોજેક્ટ્સમાં વિવિધ પ્રકારની સામગ્રીના ઉપયોગમાં ઝડપી ફેરફાર સાથે, ફાયર સેફ્ટી એન્જિનિયરિંગમાં આગના જોખમની વિવિધ પરિસ્થિતિઓમાં ભવિષ્યના પડકારોને સમજવા અને તેની તૈયારી કરવા માટે અદ્યતન સંશોધન અને શિક્ષણની જરૂર છે. અમને અત્યંત આનંદ છે કે અગ્નિશામક સાધનોના ઉત્પાદનમાં નવ દાયકાથી વધુનો અનુભવ ધરાવતા શાહ ભોગીલાલ જેઠાલાલ એન્ડ બ્રધર્સ અને શ્રી મુકેશ શાહે ભારતમાં ફાયર સેફ્ટી એન્જિનિયરિંગમાં સંશોધન અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે IIT
ગાંધીનગરની પસંદગી કરી. ઉદ્યોગોના આવા યોગદાન સમાજ માટે જાહેર સલામતીને આગળ વધારવામાં મદદ કરે
છે.”

શાહ ભોગીલાલ જેઠાલાલ એન્ડ બ્રધર્સ (AAAG India)ના મેનેજિંગ પાર્ટનર શ્રી મુકેશ શાહે તેમના મંતવ્યો શેર
કરતાં જણાવ્યું કે, “AAAG ઈન્ડિયામાં અમે હંમેશા ફાયર સેફ્ટીના ઉદ્દેશને સમર્થન આપ્યું છે. ઉભરતી તકનીકો

Advertisement

અને આંતરશાખાકીય સંશોધનોમાં આગના જોખમોના વિવિધ પરિદૃશ્યોને ઘટાડવા માટે અસરકારક ઉકેલો પ્રદાન
કરવાની ક્ષમતા છે. IITGN તેના સેન્ટર ફોર સેફ્ટી એન્જિનિયરિંગ સાથે આ ક્ષેત્રમાં ઘણું કામ કરી રહ્યું હોવાથી,
અમે આ મહત્વપૂર્ણ ક્ષેત્રમાં આ અગ્રણી સંસ્થા સાથે ભાગીદારી કરીને ઉત્સાહિત છીએ.”

Advertisement

संबंधित पोस्ट

મંદીનો માર: સ્ટાર્ટઅપ્સમાં નવું રોકાણ 33 ટકા ઘટ્યું, રોકાણકારોનો વિશ્વાસ ડગમગ્યો

Shanti Shram

ઓછી મૂડીમાં શરૂ કરો આ બિઝનેસ, કરો લાખોની કમાણી !! NEW STARTUP

shantishramteam

વેપારીઓને રાહત: નાના વેપારીઓને મળી મોટી રાહત 651 નંબર રીવોકેશન આપમેળે થશે પહેલાં કારણો મુજબની પરિપૂર્તિ કરવાથી સિસ્ટમમાંથી નંબર ચાલુ થશે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)માં નાના વેપારીઓને મોટી રાહત

Shanti Shram

બિહાર, યુપી, ઝારખંડ સહિત આ રાજ્યોમાં નહીં મળે ટ્રેન ટિકિટ, આ છે મોટું કારણ

Shanti Shram

1 મહિનામાં 22% ચઢી ગયો અદાણી ગ્રુપનો આ શેર, સતત 6 દિવસથી તેજીમાં

Shanti Shram

માર્કેટમાં સતત પાંચમાં દિવસે ઘટાડો, સેન્સેક્સમાં 300 પોઇન્ટ સુધીનો કડાકો

Shanti Shram