Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
રમતો

પ્રથમ વખત કાઉન્ટી ક્રિકેટ રમતો જોવા મળશે કૃણાલ પંડ્યા, આ ટીમ સાથે કર્યો કરાર

લેફ્ટ આર્મ સ્પિન બોલિંગ કરનારા ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા પ્રથમ વખત કાઉન્ટી ક્રિકેટ રમતો જોવા મળશે, તેમણે રોયલ લંડન કપ માટે વાર્વિકશાયર સાથે કરાર કર્યો છે. 31 વર્ષીય કૃણાલ પંડ્યા ઇંગ્લેન્ડ વિરૂદ્ધ આ મહિને રમાનાર વન ડે અને ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમનો ભાગ નથી. 2 ઓગસ્ટથી શરૂ થનારી વન ડે ટૂર્નાંમેન્ટમાં વોશિંગ્ટન સુંદર (લંકાશાયર) અને ચેતેશ્વર પૂજારા (સસેક્સ) બાદ કૃણાલ ત્રીજો ભારતીય હશે.

ગત વર્ષે ધ હંડ્રેડ સ્પર્ધાની શરૂઆતે રોયલ લંડન વન ડે કપના મહત્વને ઓછુ કરી દીધુ છે કારણ કે ઇંગ્લેન્ડના સર્વશ્રેષ્ઠ ખેલાડી કાઉન્ટી ટીમ માટે ગેરહાજર હોય છે.

Advertisement

જોકે, વર્તમાનમાં ક્રિકેટ રમી રહેલા ભારતીય ખેલાડીઓને આઇપીએલ સિવાય કોઇ અન્ય ટી-20 લીગમાં રમવાની પરવાનગી નથી અને એવામાં ત્રણ મોટા ખેલાડીઓના જોડાવાથી રોયલ લંડન કપની પ્રતિભા વધી ગઇ છે.

વાર્વિકશાયરના ક્રિકેટ ડિરેક્ટર પોલ ફાર્બ્રેસે કહ્યુ, મને એજબેસ્ટનમાં કૃણાલનું સ્વાગત કરતા ઘણી ખુશી થઇ રહી છે. કૃણાલ અમારી ટીમમાં આંતરરાષ્ટ્રીય અનુભવ લઇને આવશે.

Advertisement

ધ હંડ્રેડ ક્લબમાં ઓછામાં ઓછા 10 ખેલાડી ભાગ લેવા જઇ રહ્યા છે અને અન્ય જગ્યા ભરવા માટે આવતા અઠવાડિયે ઘરેલુ ખેલાડીના ડ્રાફ્ટ કરવામાં આવશે. વન ડે ટીમમાં કેટલાક યુવા ખેલાડી હશે અને તેમણે આશા છે કે કૃણાલ તેમના માટે મેન્ટોર બનશે.

Advertisement

संबंधित पोस्ट

બેડમિન્ટન સ્ટાર ખેલાડી પીવી સિંધુની કમાલ, સિંગાપુર ઓપનની ફાઇનલમાં પહોચી

Shanti Shram

શ્રીલંકા પ્રવાસને શિખર ધવને ગણાવ્યો ખાસ , યુવા ખેલાડીઓ માટે કહી મહત્વની વાત

shantishramteam

૧૧મા ખેલમહાકુંભ અંતર્ગત રાજયકક્ષાની ઘોડેસવારી સ્પર્ધા ખુલ્લી મુકવામાં આવી હતી

Shanti Shram

BJP lodges complaint after Jyotiraditya Scindia’s motorcade blocked in Bhopal

Admin

Mass graves dug in Iran for coronavirus victims visible from space: Report

Admin

ગુજરાતને ચેમ્પિયન બનાવનાર 5 ખેલાડીઓઃ હાર્દિકે 400થી વધુ રન બનાવ્યા, બોલ અને બેટ બંનેથી ચમક્યો રાશિદ

Shanti Shram