Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
રાજકારણ

રથયાત્રા શાંતિપૂર્ણ અને સૌહાર્દભર્યા વાતાવરણમાં સંપન્ન થવા અંગે મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને લોકોનો આભાર વ્યક્ત કર્યો

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં જગન્નાથ રથયાત્રા શાંતિપૂર્ણ અને સૌહાર્દભર્યા વાતાવરણમાં સંપન્ન થવા અંગે મુખ્યમંત્રીએ નાગરિકોનો આભાર વ્યકત કર્યો હતો.

પોલીસ દળ અને વહીવટી તંત્રને પણ અભિનંદન પાઠવ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની ૧૪પમી જગન્નાથ રથયાત્રા સહિત રાજ્યભરમાં જુદા-જુદા સ્થાનોએ અષાઢી બીજના પાવન પર્વે યોજાયેલી રથયાત્રા સૌહાર્દભર્યા માહોલમાં સંપન્ન કરવામાં પ્રજાજનોના મળેલા સક્રિય સહયોગ માટે રાજ્યના નાગરિકો-પ્રજાજનોનો આભાર વ્યકત કર્યો છે.
 મુખ્યમંત્રીએ આ રથયાત્રા સમગ્ર રાજયમાં ઉમંગ અને ઉલ્લાસના વાતાવરણમાં તથા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થવાની સફળતામાં પોલીસ દળ અને વહીવટી તંત્રના પરિશ્રમ તેમજ કર્તવ્યનિષ્ઠાને બિરદાવીને અભિનંદન પાઠવ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરની ૧૪૫મી જગન્નાથ રથયાત્રા સહિત રાજ્યના નગરોમાં આષાઢી બીજે નીકળેલી રથયાત્રાઓનું તલસ્પર્શી નિરિક્ષણ સી.એમ. ડેશબોર્ડના માધ્યમથી દિવસ દરમિયાન કર્યું હતું.
 યાત્રા દરમ્યાન વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ પેટ્રોલિંગ ઉપરાંત ગૃહ વિભાગે ડ્રોન ટેકનોલોજીનો પણ ઉપયોગ પણ સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો હતો.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરની ૧૪૫મી જગન્નાથ રથયાત્રા સહિત રાજ્યના નગરોમાં આષાઢી બીજે નીકળેલી રથયાત્રાઓનું તલસ્પર્શી નિરિક્ષણ સી.એમ. ડેશબોર્ડના માધ્યમથી સતત કર્યું હતું.
Advertisement

संबंधित पोस्ट

આવતી કાલે  ૧૦ જુને નવસારીના જીલ્લાના ખુડવેલ ખાતે ‘ગુજરાત ગૌરવ અભિયાન’ માં નરેન્દ્ર ભાઈ મોદી પધારશે

Shanti Shram

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાષ્ટ્રપતિ સાથે મુલાકાત, 24 જુલાઈએ પૂર્ણ થાય છે રાષ્ટ્રપતિનો કાર્યકાળ

Shanti Shram

મેઘાલયના ભાજપ મંત્રી સનબોર શુલાઇએ એ આપ્યું વિવાદસ્પદ નિવેદન ચિકન કે બકરી નહીં પરંતુ આ વધુ ખાવ…

shantishramteam

पूर्व कप्तान सौरव गांगुली के पहले कोच अशोक मुस्तफी का निधन

Admin

જો કોરોના નિયંત્રણમાં રહ્યો , તો વડાપ્રધાન મોદી ટૂંક સમયમાં જશે અમેરિકાની યાત્રા પર!

shantishramteam

સરકારી નોકરી માટે GPSC દ્રારા નવું કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું, 1203 જગ્યાઓ માટે કરાશે ભરતી

Shanti Shram