Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
જીવનશૈલી સ્વાસ્થ્ય

ઉના યોગ એવમ વૈદિક યજ્ઞ ગ્રુપદ્વારાવિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી

ઉના નગરપાલિકા દ્વારા નવ નિર્મિત અદ્યતન ટાઉન હોલમાં આયુર્વેદાચાર્ય પાચાભાઈ વી. દમણિયાદ્વારાપ્રશિક્ષિત યોગઅને યજ્ઞ ગ્રુપના પ્રતિનિધિઓ દ્વારાવિશ્વ યોગ દિનની વિશેષ ઉજવણી કરવામાં આવેલ હતી. પ્રસ્તુત કાર્યક્રમમાં અતિથિ વિશેષ ઉના પ્રાંત અધિકારી જ્વલંત રાવલ, ડીડીઓ રાજેન્દ્ર ખરાર, ઉના મામલતદાર પિનાકીન ઉપાધ્યાય તેમજ ઉના નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને સદસ્યો તેમજ વિવિધ સંસ્થાઓના અગ્રણીઓની ઉપસ્થિતિ વચ્ચે કાર્યક્રમની શરૂવાત ભગવાન પતંજલિના પાતંજલ યોગના સૂત્રોના ગાનથી દીપ પ્રાગટ્યકરી કરવામાં આવી હતી. ત્યારબાદ
ઇન્ટરનેશનલ ગોલ્ડ મેડલ વિજેતા ઝાલાબાના પ્રતિનિધિ મંડળ દ્વારા અદભુત યોગાસનો પ્રસ્તુત કરવામાં આવતા કાર્યક્રમમાં હાજર દરેક વ્યક્તિ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. ત્યારબાદ જુદી-જુદી જગ્યાએ નિઃશુલ્ક યોગનું પ્રક્ષિશણ આપતા યોગશિક્ષકો-શિષિકાઓનું જુદી- જુદી સંસ્થાઓ દ્વારા સન્માન કરવામાં આવેલ હતું. આયુર્વેદાચાર્ય પાચાભાઈ દમણિયાનું વિશેષ સન્માન ઉના વિપશ્યના પરિવારના હરેશભાઈ ટીલવાણી, હિમાંશુભાઈ જોષી, પપ્પુભાઈ સોમજાણી, કિશોરભાઈ સંભવાણી તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ તકે પ્રાંત અધિકારી ઉનાતા.૧
ગીરીશભાઈ બાબરીયા,
રાવલ, ડીડીઓ તેમજપાચાભાઈ દમણિયાના વક્તવ્યનું તાત્પર્યએ રહ્યો કે, તન-મનથી સ્વસ્થ રહેવા માટે યોગને દરેકે પોતાના દૈનિક જીવનના આચરણમાં લાવવું ખૂબ જરૂરી છે. કાર્યક્રમને સફળ બનાવવા પુરોહિત, કનુભાઈ ગજેરા, ભોળુભાઈ રાઠોડ, ભગુભાઈ રાઈકંગોર, ડાયાભાઇ, અશોકભાઈ અને તેમની પૂરી ટીમે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો ઉલ્લેખનીય છે કે, આયુર્વેદાચાર્ય પાંચાભાઈ દમણિયા ખૂબ મોટી નામના ધરાવેછે. ગુજરાત તેમજ અનેક બીજા રાજ્યોમાંથી પણ પાચાભાઈદમણિયાની દવા લેવા દર્દીઓ આવે છે અને અસાધ્ય રોગોથી સ્વસ્થ થયા છે જે ખૂબ . મોટી ઉપલબ્ધી છે.

संबंधित पोस्ट

જીવદયાપ્રેમી ભરતભાઈ કોઠારી અને વિમલભાઈ બોથરાની સ્મશાન યાત્રા…

Shanti Shram

દુનિયામાં આ સમુદાય નાં લોકો જીવે છે સૌથી લાંબુ જીવન, જાણો કેટલા વર્ષ સુધીનું હોય છે સરેરાશ આયુષ્ય…

shantishramteam

નારંગીની છાલને નકામી સમજીને ફેંકી દેવાની ભૂલ ન કરો, તેના ફાયદા જાણીને તમને આશ્ચર્ય થશે

Shanti Shram

રાજકોટ કોરોના અપડેટ: કોરોનાએ ફરી માથું ઉચક્યું એક સાથે ૭ કેસ આવ્યા પોઝિટિવ

Shanti Shram

Coronavirus pandemic: BCCI suspends all domestic tournaments including Irani Cup

Admin

શાહિદ જમીલએ કોરોનાની બીજી લહેર અંગે જણાવી આ મહત્વની વાત…

shantishramteam