Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ધાર્મિક

સુદામાનગરી બની જગન્નાથપુરી : પોરબંદરમાં અષાઢી બીજનાં પવિત્ર દિવસે પ૦૦ વર્ષ જુના જગન્નાથજીનાં મંદિરે સવારથી દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ : રથયાત્રા નહીં નિકળે નીજ મંદિરમાં દર્શનનું આયોજન

આજે અષાઢી બીજનાં દિવસે સુદામાનગરી જગન્નાથપુરી બની હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. પોરબંદરનાં સુદામામંદિર નજીક આવેલા જગન્નાથજીનાં મંદિરે આજે સવારથી શ્રદ્ધાળુઓનો સાગર છલકાયો હતો. જગન્નાથજીનાં મંદિરમાં પૌરાણીક રથમાં ભગવાનને બિરાજમાન કરવામાં આવ્યાં હતાં અને અનોખો શણગાર કરવામાં આવ્યો હતો.  આ વર્ષે અનિવાર્ય સંજોગોને કારણે રથયાત્રા નહીં નિકળે પરંતુ નીજ મંદિરમાં પૌરાણીક રથમાં ભગવાન જગન્નાથજીને બિરાજમાન કરવામાં આવ્યાં છે. અહીં પોરબંદર ઉપરાંત અન્ય વિસ્તારોમાંથી પણ શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવ્યાં હતાં. શ્રદ્ધાળુઓ માટે પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આજે સુદામાનગરીમાં જય જગન્નાથનો નાદ ગુંજી ઉઠયો હતો. અષાઢી બીજનાં દિવસે ભગવાનનાં દર્શનનું ખાસ મહત્વ રહેલું છે. અહીં આવતાં દર્શનાર્થીઓએ ભગવાન જગન્નાથજીને પુષ્પ અને ફળ અર્પણ કર્યા હતાં. અને સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.  પોરબંદરમાં આજે વિવિધ મંદિરો ખાતે પણ દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી હતી. ભગવાન જન્નાથજી ઉપરાંત રામદેવજી મહાપ્રભુની શોભાયાત્રાનું પણ આયોજન શહેરનાં વિવિધ સમાજ દ્વારા કરવામાં આવ્યું છે. આજે અષાઢી બીજનાં પવિત્ર દિવસે ભકિતમય માહોલ જોવા મળ્યો હતો.

Advertisement

संबंधित पोस्ट

આધ્યાત્મિકતા અને જીવનનું સંતુલન

shantishramteam

પુના નગરે અવિસ્મય અંજન શલાકાની ઉજવણી..

Shanti Shram

અંબાજી ભાદરવી પૂનમ સુખરૂપ સંપન્ન: ભાદરવી પૂનમમાં સેવા આપનારા સેવાભાવી સંસ્થાઓ અને વ્યક્તિઓનું વિશષ્ટ સન્માન કરતા બનાસકાંઠા કલેકટરશ્રી.

Shanti Shram

શ્રી ઈન્દ્રમાણા અમીઝરા વાસુપૂજ્ય જીવરક્ષા અભિયાન દ્વારા સરિયદ, માંડલા, ધધાણા ખાતે પંખીઘર ચબુતરાનું ખાતમુહુર્ત કરવામાં આવ્યુ

Shanti Shram

જૂનાગઢના ગરવા ગિરનારની દૂધધારા પરિક્રમા માટે વનતંત્ર દ્વારા માત્ર 125 લોકોને જ આપવામાં આવી મંજૂરી

Shanti Shram

ઘાટલોડીયા મધ્યે 151 સજોડા સાથે શ્રી મહાલક્ષ્મી માતાજીનું પૂજન યોજાયું.

Shanti Shram