Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
રમતો

સુરતમાં ચેસ ઓલમ્પિયાડ મસાલના આગમન સાથે શતરંજમા એક વિશ્વ વિક્રમ બન્યો

સુરતમાં ચેસ ઓલમ્પિયાડ મસાલના આગમન સાથે શતરંજમા એક વિશ્વ વિક્રમ બન્યો છે. પીએમ મોદી દ્વારા ચેસ ઓલમ્પિયાડની પ્રથમ રિલે દિલ્હીથી રવાના કરવામાં આવી હતી. જે ભારતના ૭૫ શહેરોમાં ફરી હતી. આ મસાલ અલગ અલગ શહેરોમાં પરિભ્રમણ કરીને સુરત મુકામે આવી છે. આજે 1 જુલાઈના રોજ સવારે7.00 વાગે વનિતા વિશ્રામ ખાતેથી નીકળીને ઈન્ડોર સ્ટેડિયમ ખાતે પહોંચી હતી.

આ પ્રસંગે ચેસ પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો.

Advertisement
આ રીતના કાર્યક્રમને ગુજરાત કંઈક વિશેષ કરવા હંમેશા તત્પર અને અગ્રેસર હોઈ એવું અનેકવાર અનુભવ્યું છે. સુરતનો નવયુવાન જીત ત્રિવેદી આ ઇવેન્ટ મા એક નવો વર્લ્ડ રેકોર્ડ નોંધવા જઈ રહ્યો છે. તે પોતાની આંખ બંધ કરીને તેના પર રૂ, સ્ટીલ પ્લેટ અને કાળો પાટો બાંધી ચેસના 32 પીસ 90 સેકન્ડમાં ગોઠવીને એક વધુ વિશ્વ વિક્રમ સ્થાપિત કરશે. આ પહેલા જીત ત્રિવેદી 7 વર્લ્ડ રેકોર્ડ કરી ચુક્યો છે. આ કાર્યક્રમમાં સુરત ઈંડોર સ્ટેડિયમ ખાતે સવારે 8.00 કલાકે યોજાયો હતો જેમાં સાંસદ અને પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ, કલેક્ટર તથા અનેક મહાનુભાવો હાજર રહયા હતા. આ કાર્યક્રમને સફળ બંનાવવા ગુજરાત રમતગમત વિભાગ, ગુજરાત ચેસ એસોસિએશન દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે.

संबंधित पोस्ट

શ્રી દશાશ્રીમાળી બેતાલીસી કાંકરેજી જૈન સમાજનું ગૌરવ

Shanti Shram

રિષભ પંત કોવીડ પોઝિટિવ ટેસ્ટેડ

shantishramteam

IPLમાં મિડીયા મેદાને જઇ કવરેઝ નહીં કરી શકે,જાણો કેમ?

Denish Chavda

कान में भी पहुंच सकता है कोरोना वायरस, रिसर्च में हुआ चौंकाने वाला खुलासा

Admin

માસમા ગામે HNV ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઓલપાડ તાલુકા હળપતિ યુવા એકતા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ ગૃહ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે ખુલ્લી મુકાઈ 

Shanti Shram

મેચ જોવા દેખાડવો પડે કોરોના રિપોર્ટ : મુંબઈ ક્રિકેટ એસોસિએશન

shantishramteam