Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ધાર્મિક

સારા રાષ્ટ્રનું નિર્માણ કરવા સંપત્તિ નહીં,યુવાધન ની જરૂર છે : સ્વામીજી

પાટણ શહેરમાં રવિવારે બ્રહ્મ સ્વરૂપ પરમ પૂજ્ય હરિપ્રસાદસ્વામીજીના આધ્યાત્મિક વારસ પ્રગટ ગુરુહરી પ્રબોધજીવન સ્વામીજીના 50 મા ગુરૂદીક્ષા મહોત્સવ સ્મૃતિ દિન નિમિત્તે યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે આત્મીય સ્નેહમિલન યોજાયું હતું.જેમાં પાટણ આજુબાજુના 10 ગામ ઉપરાંત ઊંઝા, મહેસાણા, વિસનગર, કલોલ, અમદાવાદ, સુરત,કચ્છ-ભુજ , મુંબઈ,વગેરે શહેરોમાંથી મોટી સંખ્યામાં લગભગ 1200 જેટલા ભાવિ ભક્તો દર્શને પધાર્યા હતા.પૂજ્ય પ્રબોધ જીવન સ્વામીજી એ જીવનમાં મા જેવા સંતનું શું કાર્ય કરી શકે છે. અઠવાડિક સભાનું જીવનમાં શુ મહત્વ છે તથા ભગવાન અને ભગવાન ના ભક્તો વચ્ચેના સંબંધનો મહિમા સમજાવ્યો.

પ્રગટ ગુરુહરી પ્રબોધજીવન સ્વામીજીએ યુવકો કેમ કરીને સારા માર્ગે ચાલે તે માટે પ્રેરણાત્મક ઉદ્બોધન કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે કોઈ દેશની શક્તિ યુવા ધન છે. યુવાન સારા માર્ગે ચાલશે તો સમગ્ર પરિવાર સારો બનશે. એક પરિવાર સારો હશે તો સમાજ સારો બનશે અને સમાજ સારો બનશે તો સારા રાષ્ટ્રનું નિર્માણ થશે. યુવાનોને પોઝિટિવ બની સારા કાર્યોમાં રસ રુચિ વધારી પોતાના વિકાસની સાથે દેશના વિકાસમાં પણ યોગદાન આપે તે આજના આધુનિક યુગની માંગ છે.સમગ્ર સમારોહમાં પાટણ મંડળ ના સૌ કાર્યકર્તાઓ સંજયભાઈ, બાબુભાઈ, કૃણાલભાઈ, પીયૂષભાઈ તથા મંડળના સૌ યુવકોએ જહેમત ઊઠાવી હતી.

Advertisement

संबंधित पोस्ट

શું તમને ખબર છે કે ભગવાન વિષ્ણુ ની સૌથી મોટી મૂર્તિ વિશ્વ માં ક્યાં છે ?

Shanti Shram

ધનસુરાના નવી શિણોલ ગામે શ્રી રામજી મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો 

Shanti Shram

પ્રસિધ્ધ રામદેવપીર બાપાના મંદિર પરીસર ખાતે સેવકગણો દ્વાર જેઠ સુદ બીજની ધર્મમય માહોલમાં ઉજવણી કરવામાં આવી

Shanti Shram

શક્તિપીઠ અંબાજી મંદિરમાં પાટણના પટેલ માઈભક્તે કરી અધધ કિમતની ભેટ વધુ જાણો વિગતે….

Shanti Shram

મગરવાડા તીર્થે શ્રી માણીભદ્રવિર દાદાનો યજ્ઞ યોજાયો.

Shanti Shram

જુનાગઢના બાટવા માં ગૌશાળા ના 30 યુવાનો દ્વારા સ્વખર્ચે ગૌવંશને કરવામાં આવ્યું રસીકરણ

Shanti Shram