Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
જીવનશૈલી સ્વાસ્થ્ય

કોરોનાનો કહેર: રાજકોટ પોલીસ હેડક્વાર્ટરમાં રહેતી યુવતી સહિત ૧૨ લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ

રાજકોટ શહેરમાં બુધવારે કોરોનાના નવા 12 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં પોલીસ હેડક્વાર્ટરમાં રહેતી 21 વર્ષીય યુવતીનો પણ સમાવેશ થાય છે. જોકે સારી બાબત એ જોવા મળી છે કે હાલ જે નવા કેસની શરૂઆત થઈ છે. તેમાં પ્રથમ વખત નવા કેસ કરતા ડિસ્ચાર્જની સંખ્યા ખૂબ વધારે આવી છે. બુધવારે એક જ સાથે 17 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે. આ કારણે નવા કેસ આવ્યા હોવા છતાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 59 થઈ છે જ્યારે કુલ કેસનો આંક 63877 થયો છે.
મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના જણાવ્યા અનુસાર જે નવા 12 કેસ આવ્યા છે તે પૈકી 4 લોકોએ રસીના અત્યાર સુધીમાં એક પણ ડોઝ લીધા નથી આ કારણે એ કેસ પર વધુ ધ્યાન આપવામાં આવશે. નવા કેસના વિસ્તારોમાં જામનગર રોડ, રેસકોર્સ રોડ, 150 ફૂટ રિંગ રોડ ઓસ્કાર ટાવર, સદગુરુનગર, રણછોડનગર, કોટેચાનગર, ઘંટેશ્વર, મહાકાળી રોડ, મેઘાણીનગર, કનકનગર અને પોલીસ હેડક્વાર્ટરનો સમાવેશ થાય છે.
રાજકોટમાં હાલ ક્યારેક કેસમાં વધારો આવી જાય છે તો બે-ત્રણ દિવસ બાદ કેસની સંખ્યા ઘટી જાય છે જેથી ચોથી લહેર આવવાની શક્યતા નહીંવત છે. મોટાભાગે શહેર બહાર ગયેલા કેસ વધુ આવે છે.

संबंधित पोस्ट

Mango Peel Benefits: કેરીની છાલને નકામી ગણીને ફેંકશો નહીં, આ સમસ્યાઓનો ચોક્કસ ઈલાજ છે

Shanti Shram

કૈલાસનગર જૈન સંઘ ના આંગણિયે માસક્ષમણ તપની અનુમોદનાર્થે તપ વધામણા નું સુંદર આયોજન થયું

Shanti Shram

કોવેક્સિન માટે WHO સહિત 60 દેશમાંથી મળી શકે છે એપ્રૂવલ

shantishramteam

જિનાજ્ઞા દીપાવલી સુક્રુત અનાજ કીટ વિતરણ   200 પરિવારોમાં અનાજની કીટવિતરણ

Shanti Shram

અમદાવાદ મધ્યે પરમ પૂ. આચાર્યશ્રી યશોભદ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં ઉવસગ્ગહરં મહાપૂજન યોજાયું

Shanti Shram

શું તમને પણ રહે છે કબજિયાત, ગુણકારી મધ લાવી શકે છે રાહત

shantishramteam